શું એક્સર્સાઈઝ કરવાથી આવે છે હાર્ટ એટેક?, શાહરુખના ટ્રેનરે જણાવ્યું કારણ

છેલ્લા કેટલાંક સમયમાં એક્ટર્સને જીમમાં આવી રહેલા કાર્ડિયાક એરેસ્ટે ન માત્ર ફેન્સને હેરાન કરી દીધા છે પરંતુ તેનાથી હેલ્થ ફિટનેસ બિઝનેસ પર પણ ઊંડી અસર પડેલી જોવા મળી છે. સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર પ્રશાંત સાવંતે આ અંગે ડિટેઈલમાં વાતો કરી છે. જણાવી દઈએ પ્રશાંત છેલ્લા 25 વર્ષથી ફિટનેસ ઈન્ડ્સ્ટ્રીમાં છે. હાલના સમયમાં તે શાહરુખ ખાન અને વરુણ ધવનને ટ્રેનિંગ આપી રહ્યો છે. તે કહે છે કે- એક્સરસાઈઝ દરમિયાન આવી રહેલા હાર્ટ એટેકથી ખબરોથી ફિટનેસને લઈને લોકોના મગમજમાં એક ડર ઘુસી ગયો છે.

કોવિડ પછી ઘણું બધુ બદલાઈ ગયું છે. હું રોજના બેસિસ પર લોકોને મળતો રહ્યો છું. મેં જોયું છે કે કોરોના પછી લોકોની બોડી અને ઈમ્યુનિટીમાં ઘણા બદલાવો આવ્યા છે. આ બદલાવ તેમને કદાચ સમજમાં નથી આવી રહ્યા, ઘણાને હ્રદયમાં પણ મુશ્કેલીઓ આવવાની શરૂ થઈ ગઈ છે.

વળી આવા સમાચારો સાંભળીને ફિટનેસને લઈને તેમનો ડર એકદમ સાચો છે પરંતુ હું એટલું જ કહીશ કે જીમમાં જઈને એક્સરસાઈઝ કરવી હંમેશા બોડીના ફેવરમાં રહ્યું છે નહીં કે તેમના વિરુદ્ધ કોઈ નુકસાન પહોંચાડ્યું છે. એક્સરસાઈઝ ક્યારેય હાર્ટ એટેકનું કારણ રહી નથી, તેના માટે લાઈફ સ્ટાઈલ ઘણી હદ સુધી જવાબદાર છે. તમે કદાચ તમારું પ્રોપર ચેકઅપ નહીં કરાવ્યું હોય, કોલેસ્ટ્રોલ વધી ગયું હોય, હાર્ટમાં કોઈ નવી બીમારી થઈ હોય તેવા કારણો જવાબદાર હોઈ શકે છે ન કે એક્સરસાઈઝ તેના માટે જવાબદાર છે.

જે પણ એક્ટર્સ મારી પાસે પોતાની બોડી લઈને આવે છે, મેં હંમેશા કોશિશ કરી છે કે તેમની લાઈફ સ્ટાઈલ સમજું. તેમની મેડિકલ હિસ્ટ્રીને જાણું, બ્લડ ટેસ્ટ કરાવું. જો તેની લાઈફ સ્ટાઈલ યોગ્ય નથી તો તેને સુધારીને તેના પ્રમાણે ડાયેટ બનાવવામાં આવે છે. કોવિડ દરમિયાન ઘણા લોકોએ પોત પોતાના નોલેજના હિસાબે કોઈની પણ સલાહ લીધા વગર ડાયેટ અથવા એક્સરસાઈઝ શરૂ કરી દીધી, આ બધી વસ્તુઓનું સંપૂર્ણ નોલેજ ન હોય તો તેને કોઈ એક્સપર્ટની સલાહ વગર અનુસરવું ઘાતક નીવડી શકે છે.

શું ક્યારેક કોઈ સેલિબ્રિટીએ બોડીને લઈને તમારી પર થાપવાની કોશિશ કરી છે તેવા સવાલના જવાબમાં પ્રશાંતે કહ્યું હતું કે હા આવું થતું રહે છે. પરંતુ તમે આ બધી વસ્તુઓથી કેવી રીતે ડીલ કરો છો તે તમારી સમજદારી પર નિર્ભર કરે છે. હવે કોઈ એક્ટર આવીને કહે છે કે મને પેલા જેવી બોડી જોઈએ પરંતુ તમને ખબર છે કે તેની બોડી કેટલું સહન કરી શકશે. આજકલ લોકો પોતાની જાતને એટલી પુશ કરે છે જેનું પરિણામ છેલ્લે બોડીએ ઉઠાવવું પડે છે. ખાસ કરીને હું બધા એક્ટર્સને કહેવા માંગુ છું કે તમે  ફિલ્ડમાં છો, જ્યાં બોડીની ઘણી ડિમાન્ડ હોય છે. તો ખાસ કરીને પોતાની હેલ્થનું પણ ધ્યાન રાખો. પોતાની લાઈફ સ્ટાઈલ સારી કરો. ઘણી વખત ફિલ્મો માટે તમે લાસ્ટ મિનિટ પર તેને અચીવ કરવા માટે તમારી જાન રિસ્ક પર લગાવી દો છો, જે ખોટું છે.

શું કોઈ વખત કોઈએ એવી ડિમાન્ડ કરી છે જેને સાંભળીને તમેન હસવું આવ્યું હોય. તો જવાબમાં તે કહે છે, હા લોકોને ઘણા ઓછા સમયમાં બિસ્કીટ બોડી જોઈતી હોય છે. અથવા સિક્સ પેક્સ બનાવવા હોય છે. લાઈફસ્ટાઈલ સાથે કોઈ બદલાવ નથી કરવો પરંતુ બોડી જોઈએ છે. હું તો તેમને મોઢા પર કહી દઉં છું કે આ શક્ય નથી. આ સિવાય અચાનક આટલા હાર્ટ એટેકના કેસ વધવા પર તેણે કહ્યું હતું કે હું છેલ્લાં ઘણા વર્ષોથી આ ઈન્ડ્સ્ટ્રીમાં છું અને કોવિડ પહેલા આવું ક્યાંય જોયું નથી કે જીમમાં એક્સરસાઈઝ કરવાથી કોઈનું મોત થયું હોય. આ બધુ પોસ્ટ કોવિડ દરમિયાન વધ્યું છે. કોવિડ પછી જ આવા કેસોમાં વધારો થયો છે. કોરોનાએ સૌની બોડીને ઘણી ડેમેજ કરી દીધી છે. દરેક બોડી અલગ રીતે રિએક્ટ કરે છે.

આવા કેસના કારણે તેના બિઝનેસ પર પણ ઘણી અસર થયેલી જોવા મળી છે. તે કહે છે કે આવા ન્યૂઝ અમારા માટે ઘણા ડેમેજીંગ પણ છે. પહેલા જ જીમ બંધ થવાથી અમને ભારે નુકસાન થઈ ચૂક્યા છે અને હવે ઘણા લાંબા સમય પછી લોકો બહાર આવ્યા છે તો તેવામાં આવા સમાચારોથી ફરીથી ડરી ગયા છે અને હવે જીમમાં જવું જોઈએ કે નહીં તે વિચારી રહ્યા છે.        

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.