
ઘણા ચાહકો એ જાણીને નિરાશ થયા હતા કે, આ વર્ષની, અત્યાર સુધીની સૌથી મોટી બ્લોકબસ્ટર શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ પઠાણનું નિર્દેશન કરનાર સિદ્ધાર્થ આનંદની War 2માંથી બદલી થઇ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, YRF spy universeની સિક્વલનું નિર્દેશન બ્રહ્માસ્ત્રના નિર્દેશક અયાન મુખર્જી દ્વારા કરવામાં આવશે. આ જાહેરાત પછી બધાને પ્રશ્ન હતો કે આવું કેમ થયું, હવે અમારી પાસે આ સવાલનો જવાબ છે.
હકીકતમાં, સિદ્ધાર્થ આનંદ શાહરૂખ ખાન અને સલમાન ખાન અભિનીત ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ ટાઇગર Vs પઠાણ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો કરણ-અર્જુનના આટલા વર્ષો પછી બંને ખાન એક પુરી ફિલ્મ માટે સાથે આવી રહ્યા છે.
એક અંદરના સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે, 'આદિત્ય ચોપરાને ટાઇગર Vs પઠાણ સાથે અગાઉ ક્યારેય ન જોયેલા ભવ્ય દ્રશ્ય આપવા માટે સિદ્ધાર્થ આનંદ પર ખૂબ વિશ્વાસ છે.' આ સિવાય ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે.
સિદ્ધાર્થને શાહરૂખ ખાન અને સલમાન ખાનની ડ્રીમ કાસ્ટ મળી રહી છે, જેઓ તેમની પ્રથમ પુરી ફિલ્મ માટે કરણ-અર્જુન પછી પ્રથમ વખત સાથે આવી રહ્યા છે. ટાઇગર Vs પઠાણને ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ તરીકે રજૂ કરવા માટે સિદ્ધાર્થને જરૂરી તમામ સપોર્ટ આપવામાં આવશે.'
Siddharth Anand Is Director Of #SalmanKhan & SRK 's #TigerVsPathaan #YRFSpyUniverse pic.twitter.com/mKdw0SRnOj
— Radhe (@BadassSalmaniac) April 6, 2023
એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ, વોર, પઠાણ, ટાઈગર 3 અને વોર 2 પછી આ YRF સ્પાય યુનિવર્સની સાતમી ફિલ્મ હશે. ટાઈગર Vs પઠાણ જાન્યુઆરી 2024માં રિલીઝ થવાના અહેવાલ છે.
BIGGG DEVELOPMENT… SALMAN KHAN - SHAH RUKH KHAN: SIDDHARTH ANAND TO DIRECT… #SalmanKhan and #ShahRukhKhan starrer #TigervsPathaan will be directed by #SiddharthAnand… Starts Jan 2024… Produced by #AdityaChopra. #YRF pic.twitter.com/C6DlqAZGeg
— taran adarsh (@taran_adarsh) April 6, 2023
અહેવાલો અનુસાર, તે હૃતિક રોશન સાથે વોર 2માં જોવા મળશે. એક અંદરના સૂત્રોએ પિંકવિલાને કહ્યું કે, 'હા, આ એકદમ સાચી માહિતી છે. NTR જુનિયર War 2માં હૃતિક રોશન સાથે અથડામણ કરી રહ્યો છે અને તે એક એપિક એક્શન એડવેન્ચર હશે. તેમની બુદ્ધિની લડાઈ અને ઉગ્ર પ્રદર્શનનો અનુભવ તેને મોટા પડદે એક શાનદાર એક્શન ડ્રામા રજૂ કરશે.
YRF SPY UNIVERSE…
— taran adarsh (@taran_adarsh) April 4, 2023
⭐️ #EkThaTiger
⭐️ #TigerZindaHai
⭐️ #War
⭐️ #Pathaan
Forthcoming Films…
⭐️ #Tiger3
⭐️ #War2
⭐️ #TigerVsPathaan#YRFSpyUniverse pic.twitter.com/533rabc4IL
'War 2 હવે ઉત્તરીય અને દક્ષિણના ઉદ્યોગોના મુખ્ય સુપરસ્ટાર્સ સાથેની સાચી-બ્લુ પેન ઈન્ડિયા ફિલ્મ હશે. આદિત્ય ચોપરાના આ પગલાથી War 2ને હિન્દી ફિલ્મ માટે સૌથી વધુ પ્રેક્ષકોની અપીલ કરવામાં સક્ષમ બનાવ્યું છે. તેથી તેની બોક્સ ઓફિસની ક્ષમતા એકદમ વધશે. જ્યારે દક્ષિણના બોક્સ ઓફિસ પર પણ લોકો આ ફિલ્મથી મોટી સંખ્યામાં જોડાવાની શક્યતા છે. કારણ કે, લોકો તેમના પ્રિય યંગ ટાઇગર NTR જુનિયરની હાજરીને જોવા માંગતા હોય છે.
Hrithik and Jr Ntr are two of the best dancers currently in india, it would be a treat if they get a proper dance face-off in some promotional song. https://t.co/SfxtVNTQyZ
— ح (@hmmbly) April 5, 2023
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp