શાહરૂખની ‘જવાન’એ 700 કરોડની કમાણી કરી, ‘પઠાણ’ અને ‘ગદર-2’નો રેકોર્ડ પાછળ

PC: theweek.in

શાહરૂખ ખાનનો ક્રેઝ થિયેટરોમાં હંગામો મચાવી રહ્યો છે. તેની લેટેસ્ટ ફિલ્મ 'જવાન' થિયેટરોમાં સતત ભીડ જમાવી રહી છે. રોમાંસના રાજાને સામૂહિક એક્શન અવતારમાં લાવતા 'જવાન' જોવા માટે લોકો આખા અઠવાડિયા દરમિયાન થિયેટરોમાં ઉમટી પડ્યા હતા. પહેલા દિવસથી રેકોર્ડબ્રેક કમાણી કરનાર જવાન ફિલ્મે બોક્સ ઓફિસ પર એક સપ્તાહ પૂર્ણ કર્યું છે. આ એક અઠવાડિયામાં ફિલ્મે જોરદાર કલેક્શન કર્યું છે.

ગુરુવારે રીલિઝ થયેલી આ ફિલ્મને તેના પહેલા અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર 8 દિવસ મળ્યા છે. બોલિવુડ માટે સૌથી મોટું ઓપનિંગ કલેક્શન લાવનાર 'જવાન' એ પહેલા વીકએન્ડમાં જ વિશ્વભરમાં રૂ. 500 કરોડથી વધુ કલેક્શન કર્યું હતું. ફિલ્મની ખરી કસોટી સોમવારથી શરૂ થઈ હતી. સૌપ્રથમ તો કામકાજના દિવસો શરૂ થયા છે અને તેની ઉપર મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ એશિયા કપ પણ ચાલી રહ્યો છે. પરંતુ આ બધું હોવા છતાં, ફિલ્મે બોક્સ ઓફિસ પર તેની મજબૂત પકડ જાળવી રાખી હતી અને હવે એક અઠવાડિયા પછી, 'જવાન'નું કલેક્શન ખૂબ જ મજબૂત બન્યું છે.

બુધવારે ભારતમા ‘જવાન’એ 23 કરોડ રૂપિયા કરતા વધારેનું કલેક્શન કર્યું અને ટોટલ કલેક્શન 368 કરોડ રૂપિયાથી વધારે થઇ ગયું છે.ગુરુવારે ફિલ્મનું કલેકશન 19 કરોડ રૂપિયા રહ્યું. જવાન ફિલ્મનું ભારતમાં નેટ કલેક્શન 386 કરોડ થયું તેમાંથી હિંદી વર્ઝનનું 345 કરોડ રૂપિયા થયું છે.

પહેલા સપ્તાહમાં સૌથી વધારે કમાણી કરનારી હિંદી ફિલ્મ શાહરૂખની ‘પઠાણ’ છે અને બીજા નંબરે ‘જવાન’ છે, પરંતુ પઠાનને સપ્તાહાં 9 દિવસ મળેલા જ્યારે જવાનને 8 દિવસ મળ્યા.

જવાન ફિલ્મને 400 કરોડ રૂપિયાનો આંકડો પાર કરવા માટે હવે માત્ર 14 કરોડ રૂપિયાની જરૂર છે એવી ધારણા છે કે આજે શુક્રવારે જ કલેક્શન 400 કરોડ પાર કરી જશે. પઠાણને 400 કરોડના કલેક્શનનમાં 11 દિવસ, ગદર-2ને 12 દિવસ લાગ્યા હતા જ્યારે જવાને આ કમાલ 9 દિવસમાં કરી છે.

વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર ‘જવાન’એ બુધવાર સુધીમાં 660 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું હતું. ગુરુવારે ગ્રોસ કલેકશન લગભગ 33 કરોડ જેટલું હતું, 8 દિવસમાં જવાનનું કલેક્શન 700 કરોડ નજીક પહોંચી જશે

શાહરૂખ ખાનની પઠાણ 1000 કરોડનું વર્લ્ડવાઇડ કલેક્શન કરનારી સૌથી મોટી ફિલ્મ છે, હવે જોવાનું એ રહેશે કે જવાન'નું કલેક્શન ક્યાં સુધી પહોંચે છે. જો કે શાહરૂખ માટે તો બંને બાજુએ મોટો લાડવો જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp