તારક મહેતાના મેકર્સે નથી આપ્યા શૈલેષ લોઢાના પૈસા? આરોપો પર આવ્યો આ જવાબ

ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા વીતેલા 14 વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોની સાથે  તેના તમામ કલાકાર પણ સમય-સમય પર ચર્ચામાં બન્યો રહે છે. થોડાં દિવસોથી શોના મુખ્ય કેરેક્ટર મેહેતા સાહેબને નિભાવનારા એક્ટર શૈલેષ લોઢાએ શો છોડી દીધો હતો. શો છોડ્યાના છ મહિના બાદ શૈલેષ લોઢાએ મેકર્સ પર એવો આરોપ લગાવ્યો હતો કે તેમને હજુ સુધી બાકી પૈસા નથી મળ્યા. ત્યારબાદ હવે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા તરફથી પ્રોજેક્ટ હેડ સુહેલ રમાનીએ તેનો જવાબ આપ્યો છે.

શૈલેષ લોઢાએ મીડિયા સાથે વાતચીત કરતા એવુ જણાવ્યું હતું કે, તેઓ 1 વર્ષથી પોતાના પેમેન્ટની રાહ જોઈ રહ્યા છે પરંતુ, મેકર્સ તેના પર ધ્યાન નથી આપી રહ્યા. તેમજ, હવે પ્રોજેક્ટ હેડ સુહેલ રમાનીએ શૈલેષના પૈસા અટકવાનું કારણ જણાવ્યું છે અને એ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે, મેકર્સની તેમા કોઈ ભૂલ નથી. મીડિયા સાથે વાતચીત કરતા સુહેલે આ તમામ સમાચારને ખોટા ગણાવ્યા હતા. તેમણે એવુ કહ્યું કે, શૈલેષને ટીમ દ્વારા ઘણીવાર કહેવા છતા તેઓ પેપર સાઈન કરવા નથી આવ્યા અને બાકી પેમેન્ટ લેવામાં તેમણે રસ પણ નથી દાખવ્યો.

શૈલેષ લોઢાએ લગાવેલા આરોપો બાદ સુહેલે મીડિયા સાથે વાત કરી અને કહ્યું- અમે શૈલેષને ઘણીવાર એ જણાવી ચુક્યા છીએ કે તેમણે કોન્ટ્રાક્ટ ક્લોઝર માટે પેપર્સ સાઈન કરવા આવવુ પડશે, તો જ તેઓ પોતાનું પેમેન્ટ કલેક્ટ કરી શકે છે. પરંતુ, તેમણે એવુ ના કર્યું. સાથે જ તેમણે જણાવ્યું કે, જ્યારે તમે કોઈ કંપની અથવા શોને છોડો છો, તો તેના કેટલાક નિયમ હોય છે. આ ફોર્માલિટી ટીમ અને સ્ટાફ સાથે સંકળાયેલા દરેક સભ્યો માટે હોય છે. કોઈપણ કંપની કોઈ વ્યક્તિ આ પહેલા પોતાના પૈસા રીલિઝ ના કરી શકે.

શૈલેષ લોઢા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોની શરૂઆત એટલે કે 2008થી તેની સાથે જોડાયા હતા. ગત વર્ષે એટલે કે 2022માં તેમણે અચાનક શો છોડવાની જાહેરાત કરી દીધી હતી. હવે સુહેલનું કહેવુ છે કે, શૈલેષે અચાનક 2022માં કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના શો છોડી દીધો હતો. આ કારણે મેકર્સ અને તેમની વચ્ચે વિવાદ ઘણો વધી ગયો. શૈલેષ લોઢાના શો છોડ્યા બાદ ઘણા દિવસો સુધી મેકર્સ તેમને મનાવવાનો પ્રયત્ન કરતા રહ્યા પરંતુ, તેઓ પાછા ના આવ્યા. ત્યારબાદ હવે મેહતા સાહબનું કેરેક્ટર એક્ટર સચિન શ્રોફ નિભાવી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.