શૈલેષ લોઢાએ ‘તારક મહેતા’ના અસિત મોદી સામે કેસ કર્યો, જાણો કારણ

PC: koimoi.com

ટીવી પર આવતા લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત મોદી સામે શોના પૂર્વ કલાકાર શૈલેષ લોઢાએ કેસ કર્યો છે. ઘણા સમયથી શૈલેષ લોઢા અને અશિત મોદી વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો અને સોશિયલ મીડિયામાં બંને એકબીજા સામે આક્ષેપો- પ્રતિ આક્ષેપો પણ કરી રહ્યા છે. હવે જાણવા મળ્યું છે કે લોઢાએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

શૈલેષ લોઢા વર્ષોથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે જોડાયેલા હતા. થોડા સમય પહેલા જ તેમણે અચાનક આ શોને અલવિદા કરી દીધું હતું. શોના પ્રોડ્યુસર અસિત મોદી અને શૈલેષ લોઢા વચ્ચેના ઝઘડાના સમાચાર પણ સામે આવતા રહે છે. શૈલેષ પણ અસિતને નિશાન બનાવવાનો મોકો ચૂકતા નથી આ દરમિયાન શૈલેષે અસિતની પ્રોડક્શન કંપની સામે કેસ દાખલ કર્યો છે.

શૈલેષ લોઢાએ TMKOCમાં તારક મહેતા તરીકે 14 વર્ષ સુધી કામ કર્યું. ગયા વર્ષે એપ્રિલમાં અસિત મોદી સાથેના વિવાદ બાદ તેમણે શો છોડી દીધો હતો. મીડિયા રિપોર્ટસમાં એવો દાવો કરવામાં આવતો હતો કે શૈલેષ લોઢાની એક વર્ષથી વધુ સમયની બાકી રકમ ક્લિયર કરવામાં આવી નથી. 6 મહિનાની રાહ જોયા બાદ હવે શૈલેષે અસિત મોદીની પ્રોડક્શન કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, શૈલેષ લોઢાએ અસિત મોદી વિરુદ્ધ તેમના પગારમાં વિલંબ થવા માટે ફરિયાદ નોંધાવી છે અને પ્રોડક્શન કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. શૈલેષે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)નો સંપર્ક કર્યો છે શૈલેષે ટ્રિબ્યુનલમાં કહ્યું છે કે અસિત મોદીએ હજુ સુધી મહેનતાણાની રકમ ચૂકવી નથી. આ કેસમાં મે મહિનામાં સુનાવણી થશે. મીડિયાએ જ્યારે શૈલેષ લોઢાને પુછ્યું તો તેમણે કહ્યુ કે, મામલો અત્યાર કોર્ટમા હોવાતી કોઇ ટીપ્પણી આપવી યોગ્ય નથી.

અસિત મોદીએ આની પર કોઇ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો, પરંતુ શોના પ્રોજેક્ટ હેડ સોહિલ રમાનીએ કહ્યુ હતું કે, અમે શૈલેષ લોઢાને ઇમેલ અને કોલ કરીને વિનંતી કરી હતી કે જરૂરી પેપર વર્ક પૂરો કરીને તમારો પગાર લઇ જાઓ, અમે ક્યારેય લોઢાને પગાર આપવાનો ઇન્કાર કર્યો નથી. દરેક કંપનીમાં નોકરી છોડ્યા પછી પેપર વર્કની એક પ્રોસેસ હોય છે, આમાં ક્યાં કોઇ ઇશ્યૂ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp