200-300 કરોડમાં બનશે 'શક્તિમાન', મુકેશ ખન્નાનો ખુલાસો

PC: abplive.com

90ના દાયકાના આપણા બધાના પ્રિય સુપરહીરો 'શક્તિમાન' પર જ્યારથી ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ ત્યારથી ચાહકો ઉત્સાહિત છે. અભિનેતા મુકેશ ખન્નાએ શક્તિમાન બનીને ઘર-ઘરમાં નામ બનાવ્યું હતું. હવે તેણે તેના પ્રખ્યાત પાત્ર શક્તિમાન પર બનનારી ફિલ્મ વિશે એક મોટું અપડેટ આપ્યું છે. મુકેશે ઘણા વર્ષો સુધી TV પર શક્તિમાનનું પાત્ર ભજવ્યું. ઘણા સમય પહેલા શક્તિમાન પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે અભિનેતાએ કહ્યું છે કે, શા માટે ફિલ્મ બનાવવામાં સમય લાગી રહ્યો છે.

'શક્તિમાન'ને મોટા પડદા પર લાવવા માટે મુકેશ ખન્નાએ ગયા વર્ષે સોની પિક્ચર્સ ઈન્ડિયા સાથે હાથ મિલાવ્યા હતા. સોની પિક્ચર્સે એક ટીઝર વીડિયો શેર કરતી વખતે આની જાહેરાત કરી હતી. ત્યારથી ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને છે. હવે મુકેશ ખન્નાએ આ ફિલ્મ પ્રોજેક્ટને લઈને મોટું અપડેટ આપ્યું છે.

મુકેશ ખન્નાએ તેમની અધિકૃત યુટ્યુબ ચેનલ ભીષ્મ ઈન્ટરનેશનલ પર તેમના આગામી પ્રોજેક્ટ 'શક્તિમાન' વિશે ઘણી વાત કરી. તેણે ચાહકોને કહ્યું કે આ ફિલ્મ ચોક્કસપણે બની રહી છે. તેને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે પણ મોટી યોજના બનાવવામાં આવી છે. મુકેશ ખન્નાનું કહેવું છે કે ફિલ્મને લઈને કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. આ ખૂબ જ ઉચ્ચ કક્ષાની ફિલ્મ છે. આ ફિલ્મ પાછળ 200-300 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

તેણે કહ્યું કે, આ પિક્ચરને સ્પાઈડર મેન બનાવનાર કંપની સોની પિક્ચર્સ બનાવશે. પરંતુ તેમાં વિલંબ થતો રહ્યો. મેં અગાઉ પણ જાહેરાત કરી હતી કે, આ ફિલ્મ બની રહી છે. કોરોના રોગચાળાને કારણે તેનું કામ બંધ થઈ ગયું હતું. પરંતુ આ ફિલ્મ ચોક્કસ બનશે અને તે એક યા બીજી રીતે ફિલ્મનો હિસ્સો ચોક્કસ બનશે. જોકે, વાતચીત દરમિયાન મુકેશ ખન્નાએ ફિલ્મના કલાકારો વિશે કોઈ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું કે હું ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે અત્યારે કંઈ કહી શકું તેમ નથી. પરંતુ હું તમને ચોક્કસ કહી શકું છું કે આ બહુ મોટી ફિલ્મ બનવા જઈ રહી છે, તેથી તેમાં સમય તો લાગવાનો જ છે. શું હશે ફિલ્મની સ્ટારકાસ્ટ? તેનું નિર્દેશન કોણ કરશે વગેરેની માહિતી તમને સૌને ટૂંક સમયમાં મળશે.

વર્ષ 2022માં સોની પિક્ચર્સે ટીઝર શેર કરીને ફિલ્મની જાહેરાત કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, 'શક્તિમાન'ને મોટા પડદા પર સુપરહીરો ટ્રાયોલોજી તરીકે લાવવામાં આવી રહી છે. સમાચાર હતા કે આ ફિલ્મનો હીરો રણવીર સિંહ હોઈ શકે છે. જોકે હવે જોવાનું એ રહેશે કે તેમાં સુપરહીરો તરીકે કોણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp