મહાભારતના ‘શકુની મામા’ ગુફી પેન્ટલ હૉસ્પિટલમાં દાખલ, હાલત ખૂબ જ નાજૂક
‘મહાભારત’ના શકુની મામાની ભૂમિકા ભજવનારા એક્ટર ગુફી પેન્ટલને દરેક જાણે છે. ગુફી પેન્ટલને હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. અહીં તેમની હાલત ખૂબ જ નાજુક છે. આ વાતની જાણકારી ગુફી પેન્ટલની મિત્ર અને ટી.વી. એક્ટ્રેસ ટીના ઘાઈએ આપી છે. તેણે એક્ટરની તસવીર સાથે પોસ્ટમાં લખ્યું કે, ‘ગુફી પેન્ટલ જી મુશ્કેલીમાં છે. કૃપયા પ્રાર્થના કરો.’ ટીના ઘાઈએ આગળ પોતાના ફેન્સને તેઓ જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરવાનો આગ્રહ કર્યો છે. જો કે, તેમણે પોતાની પોસ્ટમાં વધુ ખુલાસો કર્યો નથી.
રિપોર્ટ્સ મુજબ, ગુફી પેન્ટલ લાંબા સમયથી અસ્વસ્થ ચાલી રહ્યા હતા, પરંતુ હાલમાં જ તેમનું સ્વાસ્થ્ય વધુ બગડી ગયું અને ત્યારબાદ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. ફેન્સ સતત ગુફી પેન્ટલ જલદી સ્વસ્થ થાય તેવી દુવા કરી રહ્યા છે. તેના પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, ‘ઈશ્વર તમને જલદી સ્વસ્થ કરે. એ જ અમારી પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણ’ તો અન્ય એક યુઝરે લખ્યું કે, ભગવાન શિવ તમને વહેલી તકે સારા કરે.’ ગુફી પેન્ટલ એક એક્ટર હોવા સાથે સાથે એક ટી.વી. ડિરેક્ટર પણ છે. તેમને મહાભારત માટે ઓળખવામાં અવે છે જે વર્ષ 1980ના દશકના અંતમાં પ્રસારિત થઈ હતી.
ગુફી પેન્ટલ ‘રફુ ચક્કર’, ‘દેશ પરદેશ’, ‘દિલ્લગી’, ‘મેદાન-એ-જંગ’, ‘દાવા’ અને ઘણા શૉમાં નજરે પડી ચૂક્યા છે. તેઓ ‘કાનૂન’, ‘સૌદા’, ‘અકબર બિરબલ’, ઓમ નમઃ સિવાય’, ‘મિસેજ કૌશિક કી પાંચ બહુએ’, ‘કર્ણ સંઘિની’ અને ‘અન્ય’ જેવા શૉનો પણ હિસ્સો રહ્યા છે. ગુફી પેન્ટલે ‘હેલ્લો ઇન્સ્પેક્ટર’ અને ‘ખોટે સિક્કે’ જેવા ટી.વી. શૉ પણ બનાવ્યા છે. ગુફી પેન્ટલ છેલ્લી વખત સ્ટાર ભારતના શૉ ‘જય કન્હૈયા લાલ કી’માં નજરે પડ્યા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મજબૂત પૃષ્ઠભૂમિવાળા એક રચનાત્મક પરિવારથી આવનારા ગુફી પેન્ટલના પિતા મોહન ગુફી પેન્ટલ પણ એક પ્રસિદ્ધ ફિલ્મ એક્ટર અને હાસ્ય અભિનેતા હતા.
ગુફી પેન્ટલમાં ભત્રીજાએ તેમના સ્વાસ્થ્ય બાબતે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ગુફી પેન્ટલ છેલ્લા ઘણા દિવસોથી બીમાર છે, તેના કારણે તેમને 10 દિવસથી દાખલ છે અને હાલમાં તેઓ ICUમાં દાખલ છે. વાતચીત કરી શકે છે, પરંતુ અત્યારે ડૉક્ટરોની દેખરેખમાં છે. જો કે, હવે ડૉક્ટરોએ જણાવ્યું કે, તેઓ પહેલાથી સારા છે. હું તો સૌને પ્રાર્થના કરું છું કે બધા તેમના માટે દુવાઓ કરો. હિતેન પેન્ટલે પોતાના પરિવાર બાબતે જણાવ્યું કે, તેઓ ગુફી પેન્ટલના નાના ભાઈ કંવરજીત સિંહ છે, જે ફિલ્મોમાં કોમેડિયન રહી ચૂક્યા છે. ગુફી અંકલનો એક દીકરો છે જેનું નામ હરેન્દ્ર પેન્ટલ છે. તેઓ પોતાનો બિઝનેસ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp