26th January selfie contest

'શરમજનક છે, એક મહિલા પોતાના ઘરમાં સુરક્ષિત નથી', બૉલીવુડે કર્યું આલિયાનું સમર્થન

PC: aajtak.in

કહેવાય છે કે જો કોઈ સ્ત્રીને સૌથી વધુ સુરક્ષિત લાગે છે તો તે તેનું પોતાનું ઘર છે. પરંતુ જો ઘરની અંદર તમને કોઈ વ્યક્તિ ચોરીછુપીથી જોઈ રહી હોય તો તમને કેવું લાગશે? કંઈક આવું જ બોલિવૂડની સુંદર એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે પણ થયું છે. આલિયા ભટ્ટ તેના લિવિંગ રૂમમાં બેઠી હતી. તે ગપસપ કરી રહી હતી કે બે અજાણ્યા શખ્સો તેને પડોશીની બિલ્ડિંગમાંથી ફોટો શૂટ કરવા લાગ્યા હતા.

પેલું કંઈ લોકો કહે જ છે ને કે, જ્યારે કોઈ તમને આ રીતે જોઈ રહ્યું હોય ત્યારે તમને તેનો આભાસ થઇ જાય છે. આવું જ કંઈક આલિયા સાથે પણ થયું. આલિયાને લાગ્યું કે કદાચ કોઈ તેના ફોટા શૂટ કરી રહ્યા છે અને બસ... આલિયાએ બંનેને પકડી લીધા.

વિલંબ કર્યા વિના આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે આ બાબતે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. આલિયાએ કેપ્શન સાથે તેના એકદમ નજીકથી ખેંચેલા ફોટાઓ શેર કર્યા, 'શું તમે મારી સાથે મજાક કરી રહ્યા છો? હું મારા ઘરે હતી અને ઘરે એક સામાન્ય બપોર પસાર કરી રહી હતી. મારા લિવિંગ રૂમમાં હું બેઠી હતી, ત્યારે મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે. મેં જોયું કે બે લોકો પાડોસીની બિલ્ડીંગ માંથી મારા ફોટાઓ શૂટ કરી રહ્યા હતા. કઈ દુનિયામાં કોઈની સાથે આવું કરવું ઠીક છે? શું કોઈને સરળતાથી આવું કરવાની પરવાનગી મળી શકે છે? શું આ કોઈ વ્યક્તિની ગોપનીયતા બગાડવા જેવું નથી? એક મર્યાદા હોય છે, જેને તમે ઓળંગી શકતા નથી. અને મારા માટે તે કહેવું એકદમ સુરક્ષિત રહેશે કે, તમે બધી મર્યાદા ઓળંગી દીધી છે. મુંબઈ પોલીસ મને મદદ કરે.'

આલિયાએ કરેલી આ શેરિંગ પોસ્ટ અને અભિનેત્રીના સમર્થનમાં બાકીના સ્ટાર્સ બહાર આવી ગયા. આલિયાની પોસ્ટને ફરીથી શેર કરતા અર્જુન કપૂરે લખ્યું, 'એકદમ શરમજનક છે. આ એક એવી વસ્તુ થઇ છે જ્યાં દરેક મર્યાદા વટાવી દેવામાં આવી છે. એક મહિલા ખુદ પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. જે કોઈ પણ જાહેર વ્યક્તિઓની તસવીરો લે છે, શું તે તેમના માટે યોગ્ય છે? આ મર્યાદા ઓળંગવી?, તે લોકો પર અમે ભરોસો કરીએ છીએ, અને એવું વુંચરીએ છીએ કે તેઓ અમારો ફોટો લે છે, કારણકે તે તેઓનું કામ છે, પણ એનો મતલબ એ નથી કે તમે મહિલાને અસુરક્ષિત નો અહેસાસ કરાવો અને કોઈની અંગત ક્ષણોને ભંગ કરવાની કોશિશમાં રચ્યા-પચ્યા રહે. મુંબઈ પુલીસ, આ જોવાનું નહિ, પરંતુ મહિલાને કેદ કરવા બરાબર છે.'

અનુષ્કા શર્માએ પણ આલિયાને સપોર્ટ કર્યો છે. તેણે લખ્યું છે કે, 'આ લોકો આવું પહેલીવાર નથી કરી રહ્યા. લગભગ બે વર્ષ પહેલા, અમે તેમને ગુપ્ત રીતે આ રીતે અમારી તસવીરો લેતા જોયા હતા. અને અમે તેઓના ક્લાસ પણ લીધા હતા. શું તમને લાગે છે કે આ બધું કરવાથી તમને ઈજ્જત મળી જશે? આ તમારા દ્વારા ખૂબ જ શરમજનક કૃત્ય થયું છે. આ તે લોકો છે જેમણે અમારી પુત્રીની તસવીરો પોસ્ટ કરી હતી, જ્યારે અમે ના પાડી દીધી હતી અને તેની ગોપનીયતાનું સન્માન કરવાનું કહ્યું હતું.'

જ્હાન્વી કપૂરે આલિયાની પોસ્ટ શેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું, 'આ ખૂબ જ ખરાબ કૃત્ય છે. મેં આ લોકોને ઘણી વાર ના પાડી, છતાં પણ તેઓ મારી પરવાનગી વિના મારી તસવીરો શૂટ કરતા રહે છે, જ્યારે હું જીમની અંદર હોઉં છું, ત્યારે તેઓ મને અરીસામાંથી જુએ છે અને મારા ફોટા ક્લિક કરતા રહે છે. કેટલીક જગ્યાઓ ખાનગી હોય છે, ઓછામાં ઓછું ત્યાં તો આવી હરકતો ન કરો, હું સમજું છું કે આ તમારા કામનો એક ભાગ છે, પરંતુ તમારે સમજવું પડશે કે, આ બધી વસ્તુઓ પરસ્પર સંમતિથી થાય છે. તમે જાહેર વ્યક્તિ છો, તમારું પણ આ પોતાનું કામ છે, પરંતુ એવું નથી કે, તમે અમારું ક્યાંય પણ શૂટિંગ કરવાનું શરૂ કરી દો. જો તમે સંમતિ વિના કોઈની ખાનગી જગ્યામાં જઈને તેમાં દખલ દો છો, તો તે ખોટું છે.'

કરણ જોહરે લખ્યું, 'આ વાત માટે કોઈ સ્પષ્ટતા નથી. આ એક ખૂબ જ નીચ હરકત કરવામાં આવી છે. મનોરંજન ઉદ્યોગના દરેક વ્યક્તિ મીડિયા અને પાપારાઝીને, તેમના અંગત જીવનમાં થોડી છૂટ આપે છે, પરંતુ એટલું નહીં કે તમે કોઈ પણ જાણ કર્યા વિના તેને શૂટ કરવાનું શરૂ કરો. એક મર્યાદા હોય છે. વ્યક્તિને તેના ઘરમાં સુરક્ષિત અનુભવવાનો અધિકાર છે. આ વાત અભિનેતાઓ અને મોટી હસ્તીઓ વિશે નથી, પરંતુ મૂળભૂત માનવ અધિકારો વિશેની છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp