અશનીરે શાર્ક ટેંક શો જોવાનું કર્યું બંધ, કહ્યું-મેં સોનીને કરોડોનો ફાયદો કરાવ્યો

PC: koimoi.com

ટીવીની દુનિયામાં જો કોઈ શોએ પહેલી જ સિઝનથી પોતાની પકડને મજબૂત બનાવી છે તો તે શાર્ક ટેંક ઈન્ડિયા છે. આ શોએ સોની ચેનલને કરોડોનો બિઝનેસ આપ્યો છે. પહેલી સિઝનમાં જેટલા પણ જજીસ આ શોના હતા, ખૂબ લાઈમલાઈટમાં રહ્યા હતા. તેમની સંપત્તિથી લઈને પર્સનલ લાઈફ સાથે સંકળાયેલા ઘણા સમાચારો પણ ચર્ચામાં રહ્યા હતા. આ વખતે શોની બીજી સિઝન શરૂ થઈ છે અને તે પહેલી સિઝન કરતા પણ વધુ ચર્ચામાં છે. આ વખતે અશનીર ગ્રોવર શાર્ક બનીને શોમાં ભાગ નથી લઈ રહ્યા. તેમને અમિત જૈને રિપ્લેસ કર્યા છે. બાકીના શાર્ક્સ અનુપમ મિત્તલ, અમન ગુપ્તા, નમિતા થાપર, વિનીતા સિંહ અને પિયૂષ બંસલ આ સિઝનમાં પણ હિટ થઈ રહ્યા છે.

પહેલી સિઝનમાં અશનીર ગ્રોવરની પર્સનાલિટી પર દરેક વ્યક્તિ ફિદા હતી. કેટલાક ફેન્સ તેમના ચાહક બની ગયા હતા તો કેટલાક યુઝર્સના ટ્રોલિંગના નિશાના પર આવી ગયા હતા. પરંતુ, અશનીરનો બોલવાનો બિંદાસ અંદાજ દરેકને પસંદ આવી રહ્યો હતો. આ સિઝનમાં અશનીર શોનો હિસ્સો નથી, જેનો તેમને એક ટકા પણ અફસોસ નથી. પરંતુ, અશનીરનું કહેવુ છે કે, તે આ વખતે શાર્ક ટેંકને ટીવી પર જોશે પણ નહીં. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં અશનીર ગ્રોવરે કહ્યું હતું કે, તેમણે એકલાએ શોની પહેલી સિઝનને ડોમિનેટ કરી હતી.

ધ રનવીર શો પોડકાસ્ટમાં અશનીરે દાવો કર્યો છે કે, તેમણે સોની ફ્રેન્ચાઈઝીને 10 કરોડની બનાવી છે. અશનીરે પોતાના માટે કહ્યું કે, હું ભાડું ઉઘરાવતો માણસ નહીં પરંતુ એક બિલ્ડર છું. હું એ લોકોમાંથી રહ્યો છું, જેમણે કોઈકના ખભા પર બંદૂક રાખીને પોતાના નથી બનાવ્યા પરંતુ, પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી છે. અશનીરને પૂછવામાં આવ્યું કે, શું તેઓ આ સિઝન જોશે? તેના પર અશનીરે કહ્યું, ના. મને લાગે છે કે સેપ્રેશન ક્લીન હોવુ જોઈએ. જ્યારે હું શાર્ક ટેંકની સિઝન 2માં નહોતો, તો જેટલા પણ શાર્ક્સ હતા, મેં તેમને અનફોલો કરી દીધા. હવે આ તમારી ગેમ છે, તમે રમો. હું શા માટે દરરોજ જોઉં કે શાર્ક ટેંકના શૂટ પર બિહાઈન્ડ ધ સીન શું ચાલી રહ્યું છે? હવે મારી લાઈફનો પાર્ટ નથી તો હું શા માટે ભૂતકાળમાં રહું. જ્યારથી ક્લીયર થઈ ગયુ હતું કે હું સિઝન 2માં નથી, ત્યારે જ મેં બધા શાર્ક્સને અનફોલો કરી દીધા હતા.

અશનીર ગ્રોવરે તો સ્પષ્ટ કરી દીધુ છે કે, તેઓ આ સિઝન નહીં જોશે પરંતુ, તેમની પત્ની અવાર-નવાર ગૂગલ કરીને એ જુએ છે કે આખરે શોમાં શું ચાલી રહ્યું છે. જ્યાં સુધી વાત અશનીરની છે તો તેમણે ઈન્ટર્વ્યૂમાં સ્પષ્ટ કરી દીધુ છે કે અગાઉની સિઝનમાં તેમણે પોતાનું કામ ખૂબ જ મહેનત સાથે કર્યું હતું.

સોની ચેનલ ભારે-ભરખમ કેશની સાથે બેઠી છે અને તેને પહેલી જ સિઝનથી ખૂબ જ નફો થયો હતો. અશનીરે કહ્યું, હું જ્યાં સુધી શોનો હિસ્સો હતો, મેં તેનો આનંદ લીધો. પહેલી સિઝન ખૂબ જ સક્સેસફુલ થઈ ગઈ. હું એ વિચારીને ખુશ છું કે પહેલી સિઝન હિટ થઈ જે ઘણીવાર ક્રેક કરવી મુશ્કેલ હોય છે. ટીઆરપીમાં કોઈ નવો લોન્ચ થયેલો શો ઉપર લઈ જવો ખૂબ જ મુશ્કેલ કામ છે. કોઈ શોની પહેલી સિઝન જ ના ચાલી તો બીજીવાર ચેનલ પૈસા લગાવતી પણ નથી. મને લાગે છે કે મેં સોનીની ફ્રેન્ચાઈઝીને 10 કરોડની બનાવી દીધી. આજની તારીખમાં સોની, માત્ર જાહેરાત દ્વારા 500 કરોડની રેવેન્યૂ જનરેટ કરી રહી છે. ચેનલને આટલી મોટી બનાવી દીધી તેમા મારું નુકસાન થઈ ગયુ કે ફાયદો થયો હવે એ વાતનો કોઈ મતલબ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp