શાર્ક ટેન્ક ઈન્ડિયા 2 બન્યું સાસુ-વહુનો ડ્રામા શો, ઈન્ડિયન આઇડલની જેમ....

PC: freepressjournal.com

પોપ્યુલર બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયા 2એ પોતાની નવી સિઝન સાથે ફરીથી એક વખત દસ્તક આપી દીધી છે. શોની બીજી સીઝન 2 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. શાર્ક ટેન્ક ઈન્ડિયાના શરૂ થતા જ સોશિયલ મીડિયા પર મીમસનું પૂર આવું ગયું હોય તેવું લાગે છે. લોકો પોતાના ફીડબેક્સ આપી રહ્યા છે. ઘણા લોકોને આ શો પસંદ આવી રહ્યો છે, જ્યારે ઘણા યુઝર્સનું માનવું છે કે આ શોમાં જરૂર કરતા વધારે જ ડ્રામા દેખાડવામાં આવી રહ્યો છે. શોના જજીસ પણ ઘણા અલગ અલગ કારણોના લીધે ટ્રોલ થઈ રહ્યા છે.

કેટલાંક લોકો શોની જજ નમિતા થાપરના મેકઅપ બ્રાન્ડમાં રોકાણ ન કરવાથી નાખુશ જોવા મળ્યા, તો ઘણા લોકો અશનીર ગ્રોવરને ગેરહાજરીને મિસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર શોને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

શોની શરૂઆતમાં જ શાર્ક ટેન્ક ઈન્ડિયાની લેડી જજ નમિતા થાપર સોશિયલ મીડિયા પર ઘણી ખરાબ રીતે ટ્રોલ થઈ છે. શોના પહેલા એપિસોડમાં એક મેકઅપ બ્રાન્ડે ઘણી સારી રીતે પીચ કર્યું હતું. બધા જજ ઈમ્પ્રેસ થયેલા દેખાયા પરંતુ નમિતા થાપરને આ ગમ્યું ન હતું. તેનું કહેવું હતું કે મેકઅપ બ્રાન્ડ તેની કો-જજ વિનીતા સિંહની મેકઅપ બ્રાન્ડ સુગર કોસ્મેટિકને ટક્કર આપી શકે છે. લોકોએ તેને ટ્રોલ કરતા કહેવા લાગ્યા કે તે ટેલેન્ટને જોયા વગર મિત્રતાને મહત્વ આપી રહી છે.

શાર્ક ટેન્ક ઈન્ડિયાની પહેલી સીઝનમાં સૌથી વધારે ચર્ચા અશનીર ગ્રોવરે પોતાના નામે કરી હતી. સોશિયલ મીડિયા પર તે દરરોજ ટ્રેન્ડ કરતો હતો. તેની પર હજુ પણ ઘણા મીમ્સ વાયરલ થતા રહે છે. પરંતુ અશનીર ગ્રોવર શોની બીજી સીઝનનો ભાગ નથી. તેવામાં તેના ફેન્સ નિરાશ છે અને તેની હાજરીને મિસ કરી રહ્યા છે.

 

શાર્ક ટેન્ક ઈન્ડિયા 2ના જજ અનુપમ મિત્તલ શરૂઆતથી જ ઘણા ચર્ચામાં છે. શોના એક એપિસોડમાં તે ઘણા ઈમોશનલ જોવા મળ્યા હતા. એક સ્પર્ધકની સ્ટોરી સાંભળીને તેમને પોતાની દીદીની યાદ આવી ગઈ, જેને તેમણે ગુમાવી દીધી છે. પોતાની દીદીને યાદ કરીને તેઓ રડવા લાગે છે. શોના જજને રડતા જોઈ ઘણા યુઝર્સ તેમની તુલના નેહા કક્કડ સાથે કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, આ શો ઈન્ડિયન આઈડલની જેમ બની રહ્યો છે. યુઝરે લખ્યું છે- શાર્ક ટેન્ક ધીમે ધીમે ઈન્ડિયન આઈડલ બની રહ્યો છે અને અનુપમ મિત્તલ નેહા કક્કડ છે.

ઘણા લોકોનું એ પણ માનવું છે કે અશનીર ગ્રોવરના શોમાં ન હોવાના લીધે તે એક સાસુ વહુનો ડ્રામા શો લગી રહ્યો છે. જ્યારે કેટલાંક યુઝર્સનું કહેવું છે કે આ વખતે કંઈ વધારે જ સ્ટોરીઓ દેખાડવામાં આવી રહી છે. જેનાથી તે બિઝનેસ રિયાલિટી શો ઓછો અને ડ્રામા શો વધારે લાગી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp