26th January selfie contest

શિઝાન ખાનની બહેન ફલક નાઝ બર્થડે પર તુનિશાને આપવા ઈચ્છતી હતી સરપ્રાઈઝ

PC: instagram.com/falaqnaazz

ટીવી શો અલીબાબા-દાસ્તાન એ કાબુલમાં મરિયમનું પાત્ર ભજવીને ઘરે ઘરમાં જાણીતી થયેલી તુનિશા શર્મા આજે આ દુનિયામાં નથી. તુનિશાએ 24 ડિસેમ્બરના રોજ આ શોના શૂટિંગ દરમિયાન સેટ પર જ ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલામાં તુનિશાની માતા વનિતા શર્માએ એક્ટ્રેસના બોયફ્રેન્ડ અને તેના કો-સ્ટાર શિઝાન ખાન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.

 

જેના પછીથી શિઝાન ખાન  પોલીસ કસ્ટડીમાં છે અને સતત તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગઈકાલે એટલે કે 4 જાન્યુઆરીના રોજ તુનિશાનો જન્મદિવસ હતો. ભેલ તુનિશાએ આ દુનિયાને અલવિદા કરી દીધું છે પરંતુ તેના જન્મદિવસે શિઝાન ખાનની બહેન ફલક નાઝે તુનિશાને યાદ કરતા એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Falaq Naazz (@falaqnaazz)

ફલક નાઝે એક ઈમોશનલ પોસ્ટની સાથે કેટલાંક ફોટા પણ શેર કર્યા છે, જેમાં તુનિશા અને ફલક વચ્ચેની જબરજસ્ત બોન્ડિંગ સાફ જોવા મળી રહ્યું છે. ફલક નાઝે તુનિશાને યાદ કરતા પોતાની પોસ્ટમાં લખ્યું છે- ટુનુ મારા બચ્ચા.. ક્યારેય નહોંતુ વિચાર્યું કે આવી રીતે વિશ કરીશ. તું જાણતી હતી કે અપ્પીએ તારા માટે સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. હું તને પ્યારી પ્રિન્સેસવાળા ડ્રેસમાં જોવા ઈચ્છતી હતી. હું તને તૈયાર કરી તારા માટે કેક બનાવડાવતે, તારો તે સરપ્રાઈઝ થયેલો ચહેરો જોવો હતો મારે, તું જાણે છે કે ટુનુ તું મારા માટે કેટલી મહત્વની છે. દિલ તૂટી ગયું છે મારું.. આટલી તકલીફ ક્યારેય મને  મહેસૂસ નથી થઈ, જેટલી તારા જવા પછી થઈ છે.

ફલકે આગળ પોસ્ટમાં લખ્યું છે- ક્યારેક ક્યારેક સમજમાં નથી આવતું કે દુઆ શેના માટે કરું. તારી આત્માને શાંતિ મળે અથવા અમારી લાઈફમાં આટલી મુશ્કેલીઓ આવી છે તેના માટે. રાતે ઊંઘ્યા વગર, નહીં દેખાતા આંસુ, તું બધુ જોઈ રહી છે.. મને ખબર છે કે તું મારી આસપાસ જ છે. હું તારી હાજરીને મહેસૂસ કરી શકું છું. અમે તમન દરરોજ યાદ કરીએ છે તુનુ. તું હંમેશાં અમારા દિલમાં જીવતી રહેશે. મને આશા છે કે તારી શાંતિ મેળવવાની શોધ ખતમ થઈ ગઈ હશે. મારું બચ્ચું, મારી નાનકડી જાન.. હેપ્પી બર્થ ડે..મારો ઘણો પ્રેમ..જણાવી દઈએ કે ફલક નાઝ પણ એક જાણીતી એક્ટ્રેસ છે અને ઘણા ટીવી શોઝમાં જોવા મળી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp