26th January selfie contest

શીઝાન ખાનની બદનામી પર ગુસ્સે થઇ બહેન, બોલી-અમારા મૌનને નબળાઇ સમજવામાં આવી

PC: tellyupdates.com

તુનિશા શર્મા સ્યૂસાઇડ કેસમાં એક્ટર શીઝાન ખાનની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ લઇ રહી નથી. શીઝાન ખાનને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. આ દરમિયાન શીઝાન ખાનને લઇને ઘણી વાતો સામે આવી રહી છે. તુનિશા શર્માની માતાએ શીઝાન અને તેના પરિવાર પર મોટા આરોપ લગાવ્યો છે. કહેવામાં આવ્યું હતું કે, શીઝાને તુનિશાને થપ્પડ મારી હતી અને તેને ઉર્દૂ ભણવા અને હિજાબ પહેરવા કહેતો હતો. ભાઇની બદનામી થતી જોઇને શીઝાન ખાનની બહેનોએ નિવેદન આપ્યું છે.

શીઝાન ખાનની બહેન ફલક અને શફક નાઝે નિવેદન જાહેર કર્યું છે. તેમાં તેમણે લખ્યું કે, ‘એ જોઇને આમરું દિલ તૂટી રહ્યું છે કે કઇ રીતે અમારા મૌનને અમારી નબળાઇ સમજવામાં આવ્યું. કદાચ તેને જ ઘોર કળયુગ કહેવામાં આવે છે. કેટલાક મીડિયા પોર્ટલ્સના રિસર્ચ ક્યાં છે જ્યારે તેઓ રિપોર્ટિંગ કરે છે. લોકોનું કોમન સેન્સ ક્યાં છે? જે પણ લોકો શીઝાનને બદનામ કરી રહ્યા છે, તેઓ પોતાને પૂછે કે, શું તમે સિચ્યૂએશનના આધાર પર વાત કરી રહ્યા છો કે એક ધર્મ તરફ પોતાની નફરતના કારણે વાત કરી રહ્યા છો? કે પછી ગત વાતોના પ્રભાવના કારણે વાત કરી રહ્યા છો. જાગી જાઓ યાર.

 
 
 
View this post on Instagram

A post shared by Falaq Naazz (@falaqnaazz)

તેમણે આગળ લખ્યું કે, પત્રકારત્વનું એક સેક્શન એટલું પડી ગયું છે કે તે બસ TRPના આધારે જ ચાલે છે અને તમે તેના ઉપભોક્તા તમારી પણ એ બરાબરની જવાબદારી છે કે તમે અવિશ્વસનીય સૂત્રો પાસેથી ન્યૂઝ રિપોર્ટ ન કરો. બેવકૂફ ન બનો. એ જોવું ખૂબ પરેશાન કરનારું છે કે કઇ રીતે લોકો શીઝાનને બદનામ કરવામાં લાગ્યા છે. કહાનીઓ બનાવી રહ્યા છે. ધર્મને વચ્ચે ઘસેડી રહ્યા છે. અજાણ્યા લોકો 15 મિનિટના ફેમ માટે કઇ પણ દાવો કરી રહ્યા છે. આ સિચ્યૂએશને સાબિત કરી દીધું છે કે, કેટલાક લોકો બીજાઓને બદનામ કરવા કેટલા નીચે પડી શકે છે. ભગવાન તુનિશાનું ભલું કરે. આશા છે કે તેને સારી જગ્યા મળી હશે.

શનિવારે 31 ડિસેમ્બરના રોજ શીઝાન ખાન કોર્ટમાં રજૂ થયો હતો. આ બાબતે શીઝાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, પોલીસે ફરી એક્ટરની રિમાન્ડની માગણી કરી હતી, જેને કોર્ટે નકારી દીધી. શીઝાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. 4 અરજીઓમાંથી એક અરજીમાં ઘરનું ખાવાનું અને દવાઓ મંજૂર કરવામાં આવી છે. શીઝાનના વાળ કાપવા અને તેને જેલમાં સુરક્ષા આપવા પર 2 જાન્યુઆરીના રોજ સુનાવણી થશે. આ કેસમાં સિક્રેટ ગર્લફ્રેન્ડ હતી કે સિક્રેટ બોયફ્રેન્ડ હતો, તેના પુરાવા અમે આપી દીધા છે. સોમવારે સવારે 11 વાગ્યે અમે જામીન અરજી કોર્ટમાં નાખીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp