બાળક દત્તક લેવા માગે છે કાંટા લગા ગર્લ શેફાલી, જણાવ્યુ શા માટે થઈ રહ્યો છે વિલંબ

વર્ષ 2002માં કાંટા લગા સોંગ રીલિઝ થયુ હતું અને રીલિઝ થવાની સાથે જ આ ગીત લોકોના દિલમાં વસી ગયુ હતું અને સૌથી વધુ પોપ્યુલારિટી આ ગીતમાં દેખાતી એક્ટ્રેસને મળી હતી. રાતોરાત તે સ્ટાર બની ગઈ હતી. તેનું નામ છે શેફાલી જરીવાલા. સ્ક્રીન પરથી તો તે ગાયબ થઈ ગઈ પરંતુ, ફેન્સની યાદોમાંથી તે હજુ સુધી નથી નીકળી શકી. શેફાલી જરીવાલા આજકાલ બેબી અડોપ્ટ કરવાના સમાચારને લઇને ચર્ચામાં આવી છે. એક્ટ્રેસે સરોગસી અપનાવવાનો ઇન્કાર કરી દીધો છે, પરંતુ જ્યારે વાત આવે છે અડોપ્શનની તો તે તેની પ્રોસેસમાં હાલ ફસાયેલી છે. શેફાલીનું કહેવુ છે કે પ્રક્રિયા ખૂબ જ લાંબી છે અને જરા પણ સરળ નથી. ઘણીવાર અડોપ્ટ કરવામાં ચાર વર્ષ સુધીનો સમય લાગી જાય છે.

શેફાલી જરીવાલાના ફર્સ્ટ મેરેજ ખૂબ જ અબ્યૂસિવ રહ્યા. એક્ટ્રેસે એક્સ હસબન્ડ પર ઘરેલૂં હિંસાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ શેફાલીની મુલાકાત પરાગ ત્યાગી સાથે થઈ. શેફાલીએ પહેલા પતિથી છૂટાછેડા લઈને પરાગ સાથે લગ્ન કર્યા અને હવે મા બનવા માંગે છે. મીડિયા સાથે વાતચીતમાં શેફાલીએ પોતાની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું કે હું પહેલા પણ બેબી અડોપ્ટ કરવાને લઈને ખુલીને વાત કરી ચુકી છું. હું સાચે ફેમિલી શરૂ કરવા માંગુ છું. બહારની દુનિયામાં કેટલા બાળકો છે જે અનાથ છે, જેમને ઘરની જરૂર છે. હું અને પરાગ અમે બંને જ જિનેટિક લિંકેજ (માતા-પિતાના જીન્સનું બેબી સાથે લિંક)ની પરવાહ નથી કરતા. બેબી એડોપ્ટ કરવાની પ્રક્રિયા જરા પણ સાધારણ નથી.

શેફાલીએ આગળ કહ્યું કે, લીગલ પ્રક્રિયા ખૂબ જ લાંબી છે. પૈસાનો ખર્ચ પણ તેમા વધુ આવે છે. આ સમગ્ર મામલામાં ઘણીવાર આશરે ચાર વર્ષ સુધીનો સમય નીકળી જાય છે. જ્યારે હું અને પરાગ વિચારી રહ્યા હતા કે અમે બંને એક નાનકડા મહેમાનને મળવાના છીએ, ત્યારે જ કોવિડ વચ્ચે આવી ગયો. પરિસ્થિતિ બદલાઇ ગઈ. પ્રોસેસ અટકી ગઈ. અમારા બંને માટે ઘણા ડાયનામિક્સ અને ટાઇમલાઇન પણ બદલાઇ ગયા. અમે બંને ચિંતિત પણ રહ્યા. દુનિયામાં બાળકો કરતા વધુ પેરેન્ટ્સ છે જે તેમને અડોપ્ટ કરવા માટે લાઇનમાં છે. તેમાંથી જ એક અમે પણ છીએ. બેબી અડોપ્શનની પૂરી પ્રક્રિયામાં થોડો સમય લાગી રહ્યો છે પરંતુ, હું આશા કરું છું કે આ બધુ જલ્દી પૂરું થશે અને હું જલ્દી મા બની શકીશ.

વર્કફ્રન્ટની વાત કરીએ તો શેફાલી હાલમાં જ એક શોર્ટ ફિલ્મ ‘Ouch 2’માં દેખાઈ હતી. ફિલ્મમાં નિધી બિશ્ટ અને શરમન જોશી પણ લીડ રોલમાં દેખાયા છે. પર્સનલ લાઈફની વાત કરીએ તો શેફાલી, પતિ પરાગ સાથે ખૂબ જ ખુશ છે. તે બંને અવારનવાર વેકેશન પર જાય છે અને ત્યાંના ફોટોઝ અને વીડિયોઝ શેર કરે છે. ફેન્સ પણ તેમને ખૂબ જ પસંદ કરે છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.