બ્લેક શોર્ટ ડ્રેસમાં શેહનાઝ ગિલનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, ફેન્સે કહ્યું આ

ફેન્સના દિલો પર રાજ કરનારી જાણીતી એક્ટ્રેસ શેહનાઝ ગિલ સફળતાની ઊંચાઈઓ સર કરી રહી છે. ટીવીની દુનિયામાં રાજ કર્યા પછી શેહનાઝ ગિલહવે બોલિવુડમાં પોતાના જલવો વિખેરવા માટે તૈયાર છે. તે સલમાન ખાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાલી દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે. પરંતુ પોતાની ડેબ્યૂ ફિલ્મના રીલિઝ થવા પહેલા જ શેહનાઝ પોતાના ગ્લેમરસ અંદાજથી ફેન્સને પોતાના દિવાના બનાવી રહેલી જોવા મળી રહી છે.
શેહનાઝ ગિલે હાલમાં સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રતનાની સાથે હોટ એવું ફોટોશૂટ કરાવ્યું હતું. ફોટોશૂટના ડ્રીમી ફોટા એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે અને જે થોડા સમયની અંદર જ વાયરલ થઈ રહેલા જોવા મળ્યા છે. ફેન્સ શેહનાઝના આ કિલર ફોટોશૂટને ઘણું પસંદ કરી રહ્યા છે અને લાઈક અને કોમેન્ટ્સ દ્વારા પોતાની દિવાનગી દેખાડી રહ્યા છે. નવા ફોટોશૂટના ફોટામાં શેહનાઝ ગિલ બ્લેક લેધરના શોર્ટ ડ્રેસમાં પોતાનો ગ્લેમરસ અંદાજનો જલવો વિખેરી રહી છે. બ્લેક ડ્રેસ સાથે શેહનાઝે બ્લેક આઈશેડોની મદદથી સ્મોકી આઈ લૂક ક્રિએટ કર્યો છે. રેડ લિપસ્ટિક, બ્લશર અને હાઈલાઈટર લગાવીને એક્ટ્રેસે પોતાના મેકઅપને ખાસ બનાવ્યો છે.
શેહનાઝ કેટલાંક ફોટામાં બેસીને તો કેટલાંક ફોટામાં ઉભી રહીને કિલર એટીટ્યૂડ સાથે પોઝ આપી રહી છે. ફોટામાં શેહનાઝના એક્સપ્રેશન, તેની સ્ટાઈલ અને સ્વેગ જોઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે. શેહનાઝના આ ફોટા સોશિયલ મીડિયા પર છવાયેલા જોવા મળ્યા છે. એક્ટ્રેસના આ લૂકે ફેન્સને ખરેખરમાં મદહોશ કરી દીધા છે. શેહનાઝ ગિલના આ ફોટોઝને અત્યાર સુધીમાં 8 લાખથી વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે.
જ્યારે કોમેન્ટ સેક્શનમાં ફેન્સ તેના વખાણ કરતા થાકી નથી રહ્યા. એક યુઝરે લખ્યું છે- તમે દરેક લૂકને પોતાની પ્રેઝન્સથી શાનદાર બનાવો છો. અન્ય એક યુઝરે લખ્યું છે- શેહનાઝે આગ લગાવી દીધી આગ. કેટલાંક યુઝર્સ શેહનાઝને ફાયર બતાવતા ફાયર ઈમોજી પણ કોમેન્ટમાં લખી રહ્યા છે. તો કેટલાંક હાર્ટનું ઈમોજી લખીને પોતાનો પ્રેમ પ્રદર્શિત કરી રહ્યા છે. શેહનાઝ બિગ બોસમાં જોવા મળી હતી અને જેના પછી તે લોકોમાં જાણીતી બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp