રાહુલ ગાંધી સાથે લગ્ન માટે રાજી થઈ શર્લિન ચોપડા, પરંતુ રાખી એક શરત, બોલી- હું..

PC: timesofindia.indiatimes.com

એક્ટ્રેસ શર્લિન ચોપડા મોટા ભાગે સોશિયલ મીડિયા પર કોઈક ને કોઈક કારણે છવાયેલી રહે છે. તે પોતાની બોલ્ડ અને સિઝલિંગ અદાઓ સાથે સાથે નીડરતા માટે પણ જાણીતી છે, તેના કારણામાં અને મોટા નિવેદન મોટા ભાગે લોકોનું ધ્યાન ખેચે છે. એવામાં હવે તેણે રાહુલ ગાંધીના લગ્નને લઈને મોટું નિવેદન આપી નાખ્યું છે. કોંગ્રેસ નેતા હાલના દિવસોમાં પોતાના લગ્નના સમાચારોને લઈને મીડિયામાં છવાયા છે.

હાલમાં જ સોનિયા ગાંધીને એક ખેડૂત મહિલાએ પૂછ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીના લગ્ન ક્યારે કરાવશે? તેના પર સોનિયા ગાંધીએ જવાબ આપ્યો હતો કે, તેઓ જ છોકરી શોધી આપે તો કરાવી દેશે. હવે શર્લિન ચોપડાએ તેની સાથે લગ્ન કરવાની હા પાડી દીધી છે. જી હા તમે એકદમ સાચું સાંભળ્યું. શર્લિન ચોપડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેને સવાલ કરવામાં આવે છે કે તે રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા માગશે?

 
 
 
View this post on Instagram

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

તેના પર તે નીડરતાથી જવાબ પણ આપે છે અને કહે છે કે, ‘હા કેમ નહીં? પરંતુ આ દરમિયાન તે એક શરત પણ રાખી દે છે અને કહે છે કે તે ઇચ્છશે કે લગ્ન બાદ તેનું સરનેમ ચોપડા જ રહે. તેને ન બદલવામાં આવે. એક્ટ્રેસના આ સ્ટેટમેન્ટ બાદ વીડિયો પર લોકોની કમેન્ટ્સનો વરસાદ જ થઈ ગયો. લોકોએ ખૂબ રીએક્શન આપ્યા છે. જો શર્લિન ચોપડાના રાહુલ ગાંધી સાથે લગ્નવાળા વીડિયો પર લોકોની વાત કરીએ તો એક યુઝરે લખ્યું કે, એવા લોકોને તેઓ પોતાની નોકરાણી પણ ન રાખે. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘રાહુલ ગાંધીએ પોતાની જિંદગી બરબાદ નથી કરવી તેની સાથે લગ્ન કરીને.

ત્રીજા એક યુઝરે લખ્યું કે, રાખી સાવંતવાળો નશો તેણે પણ કર્યો છે. ચોથા યુઝરે લખ્યું કે, તું તો કરી લેશે આંટી, પરંતુ તે નહીં કરે. કુંવારો વધારે પસંદ કરશે. એ સિવાય અન્ય એક યુઝરે લખ્યું કે, તારી સાથે તો ક્યારેય નહીં કરે. આ પ્રકારે લોકો શર્લિન ચોપડાના વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે. તેના નિવેદનવાળો વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ઉલ્લેખનીય છે કે આ કોઈ પહેલી વખત નથી જ્યારે તે પોતાના એવા નિવેદન આપીને ચર્ચામાં છે.

આ અગાઉ પણ તે ઘણી વખત વિવાદોનો હિસ્સો રહી ચૂકી છે. પોતાના નિવેદનોના કારણે લાઇમલાઇટ મેળવી ચૂકી છે. એક્ટ્રેસ ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે તેણે સાજિદ ખાન પર આરોપ લગાવ્યા હતા અને તેને બિગ બોસના ઘરથી બહાર કરવામાં પોતાનો બધો પ્રયાસ લગાવી દીધો હતો. જો કે, એમ કરી શકી નહોતી. તેણે તેને બહાર કરાવવા માટે પોલીસ સ્ટેશન સુધીના ચક્કર લગાવ્યા હતા અને સાજિદ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp