શિલ્પા શેટ્ટીએ જણાવ્યું- કેવી રીતે એક યોગાસનથી દૂર થઇ શકે છે મહિલાઓની 5 સમસ્યાઓ

PC: ndtv.in

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને બોલિવુડની સૌથી ફિટ એક્ટ્રેસ માનવામાં આવે છે, ગત બે દશકોથી શિલ્પા શેટ્ટી યોગમાં નિપુણ છે અને અનેક લોકોને શિલ્પાએ યોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યું છે. શિલ્પાએ જણાવેલા ટિપ્સ, ટ્રિક્સ અને યોગ વગેરે ખૂબ જ ઉપયોગી અને પ્રભાવી સાબિત થાય છે, આને જ જોતા આજે અમે શિલ્પાનો એક એવો જ યોગાસન તમને જણાવવા જઈ રહ્યા છે, જે ખાસ કરીને મહિલાઓ માટે લાભદાયક સાબિત થશે, આ યોગાસન છે વિરુદ્ધ નૌકાસન.

મહિલાઓ માટે વિરુદ્ધ નૌકાસન

શિલ્પા શેટ્ટી વિરુદ્ધ નૌકાસન કરતા લખે છે કે, ‘જ્યારે બ્રેક લીધાં વગર શરીર કોઈ કામ કરે છે તો, તેને કોઈ પણ રૂટિનને ફોલો કરવા માટે થોડું પુશ કરવાની જરૂર હોય છે, આળસ અથવા સુસ્તી અનુભવવું નેચરલ લાગી શકે છે, પણ પોતાના શરીરની માગોને પૂરી રીતે ઇગ્નોર ન કરો, તેને થોડો આરામ આપો પણ પૂરી રીતે ઇનએક્ટીવ ન થઇ જાઓ.’

શિલ્પા જણાવે છે કે, ‘વિરુદ્ધ નૌકાસન પાવર પેક્ડ આસન છે, જેને કરવાથી શરીરને નીચે આપેલા ફાયદાઓ થાય છે.’

  • કમરના નીચેના ભાગને અને પેલ્વિકને મજબૂતી મળે છે.
  • ખભા, હાથ અને હિપ્સની સ્ટ્રેન્થ વધે છે.
  • કરોડરજ્જુમાં લવચીકતા આવે છે.
  • પેટના ઓર્ગેન્સની મસાજ થાય છે.
  • પાચન સારી રીતે થવામાં મદદ મળે છે.

તે મહિલાઓએ વિરુદ્ધ નૌકાસન ન કરવું, જે પ્રેગ્નન્ટ છે અથવા જેમની એબ્ડોમિનલ સર્જરી થઇ હોય.

 
 
 
View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)

આવી રીતે કરો વિરુદ્ધ નૌકાસન

1. વિરુદ્ધ નૌકાસન કરવા માટે સૌથી પહેલા જમીન પર પેટના ભાગે સૂઈ જાઓ.

2. હવે પોતાના બંને હાથોને એક-બીજાને જોડતા સામેની તરફ લઇ ખેચો અને સાથે જ પગને એક સાથે જોડીને જમીનથી એક ફૂટ ઊંચા ઉપાડો.

3. આ પોઝને થોડા સેકન્ડ સુધી હોલ્ડ કર્યા પછી હાથ અને પગને નીચે લઇ આવો.

4. હવે ડાબા હાથને આગળની બાજુએ ખેંચીને લઇ આવો અને ડાબા પગને પાછળથી એક ફૂટ ઉપર ઉંચકો, બીજા હાથ-પગને જમીન પર જ રહેવા દો.

5. આ પોઝને ડાબા હાથ અને ડાબા પગની સાથે ફરીથી કરો.

6. ત્યાર બાદ બીજા પોઝ માટે બંને હાથોને ખોલીને અને પગને પણ થોડા અંતરે રાખીને આગળની બાજુએ ઊંચકીને લઇ જાઓ.

7. હાથોને તમે બંને બાજુએ પણ ફરાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp