દશેરા પર શ્રદ્ધા કપૂરે ખરીદી લેમ્બોર્ગિની કાર, કિંમત જાણી ચોંકી જશો
અભિનેત્રી શ્રદ્ધા કપૂરે આ ફેસ્ટિવ સીઝનમાં પોતાને એક ખૂબ જ સુંદર ભેટ આપી છે. તેણે પોતાના માટે એક લગ્ઝરી કાર ખરીદી છે. 36 વર્ષીય અભિનેત્રીએ ગયા વર્ષે લોન્ચ થયેલી Lamborghini Huracan Tecnica ખરીદી છે. આ કાર લાલ રંગની છે. આ અપડેટ મુંબઈ શોરૂમના માલિકે પોતે શેર કરી છે. દશેરાના અવસરે અભિનેત્રીએ કારની ડીલિવરી લીધી હતી.
ઘણી ઓછી મહિલાઓ પાસે છે લેમ્બર્ગિની જેવી કાર
શ્રદ્ધા કપૂર અને તેની કારની સાથે પૂજા ચૌધરી પણ જોવા મળી. ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરતા પૂજા લખે છે કે, મુંબઈમાં પહેલો ક્યારેય ન ભૂલી શકાય એવો અનુભવ. લેમ્બર્ગિની એક કમાલની મહિલાને વેચવામાં આવી. તો શ્રદ્ધા કપૂરે તેની આ પોસ્ટ પર કમેન્ટ કરી કે, એક બોસ વુમન દ્વારા આ રીતના શબ્દ ખરેખર ઈંસ્પાયરિંગ છે. આ કારની કિંમત 4 કરોડ રૂપિયા છે.
આ કારને ભારતમાં ઓગસ્ટ 2022માં લોન્ચ કરવામાં આવી હતી. આ કાર Huracan EVO અને Huracan STOની વચ્ચે આવે છે. કંપનીની વેબસાઇટ અનુસાર, આ કારની ટોપ સ્પીડ 325 કિમી પ્રતિ કલાકની છે. આ કાર 0-100ની સ્પીડ 3.2 સેકન્ડમાં પકડી લે છે.
અભિનેત્રી શ્રદ્ધા કપૂરની ફિલ્મોની વાત કરીએ તો, છેલ્વીવાર તે મોટા પરદે ફિલ્મ તૂ ઝૂઠી મે મક્કારમાં જોવા મળી હતી. ત્યાર પછી હવે શ્રદ્ધા ‘સ્ત્રી 2’માં પંકજ ત્રિપાઠી અને રાજકુમાર રાવની સાથે જોવા મળશે.
દર વર્ષે તહેવારોના સમયે વધી જાય છે ગાડીઓનું વેચાણ
ભારતમાં ઈટાલિયન કાર મેકર લેમ્બર્ગિનીને 2022માં 33 ટકાની ગ્રોથ જોવા મળી છે. કાર મેકર્સને મોટેભાગે તહેવારોના સમયે પોતાની સેલ્સમાં વૃદ્ધિ જોવા મળે છે. નવરાત્રી અને દશેરા જેવા તહેવારો દરમિયાન ગાડી ખરીદવાને શુભ માનવામાં આવે છે. આ ખાસ અવસરે મોટી કાર કંપનીઓ લોકોને લુભાવવા માટે ખાસ ઓફર પણ બહાર પાડે છે. ગયા મહિને રણવીર સિંહે 50 લાખની ટોયોટા ફોર્ચ્યુનર લેજેન્ડર ખરીદી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp