શાયરોના માલ પર હાથ સાફ કર્યા છે; ભોલાનું ટ્રેલર જોઈને રાહત ઈન્દોરીનો પુત્ર ગરમ

PC: etvbharat.com

અજય દેવગનની ફિલ્મ 'ભોલા'નું ટ્રેલર 6 માર્ચે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ તમિલ હિટ કૈથીની હિન્દી રિમેક છે. ફિલ્મના ટ્રેલરમાં જોરદાર ડાયલોગ્સ બતાવવામાં આવ્યા છે. જેના કારણે હવે ફિલ્મના મેકર્સ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વાસ્તવમાં રાહત ઈન્દોરીના પુત્રએ દાવો કર્યો છે કે, ટ્રેલરમાં ઉપયોગમાં લેવાયેલા સંવાદો રાહત ઈન્દોરીની કવિતામાંથી લેવામાં આવ્યા છે.

રાહત ઈન્દોરીના પુત્ર સતલજ રાહતે ટ્વિટર પર લખ્યું, 'હું 90 થી અજય દેવગન જીનો ફેન છું. તેમનું 'ભોલા'નું ટીઝર અને ટ્રેલર શાનદાર છે. દરેક ફ્રેમ આશા જગાવે છે. પરંતુ અજય સરના લેખકોએ તેમને છેતર્યા છે. પ્રખ્યાત ઉર્દૂ શેરોની ભાષા બદલીને સ્ક્રિપ્ટમાં ઉપયોગમાં લેવામાં આવી છે. મારા પિતા રાહત ઈન્દોરી સાહેબનો શેર, જેમણે અજય સરની ફિલ્મ 'ઈશ્ક', 'નજાયાઝ' વગેરે ફિલ્મોના ગીતો લખ્યા હતા. તેમનો શેર, 'આ દુનિયામાં કાગળના માણસોથી કઈ થતું નથી, માણસની હિમ્મત લડે છે, ટોળાઓથી કઈ થવાનું નથી.' 

'અને મુનવ્વર રાણા સાહેબનો શેર, 'શહીદોની ભૂમિને હિન્દુસ્તાન કહેવાય છે, તે ઉજ્જડ થઈને પણ કદી નબળા લોકોને જન્મ આપતી નથી.' તો ભાષા બદલીને ટ્રેલરમાં પણ સાંભળવા મળે છે. ફિલ્મ જોયા પછી તમને ખબર પડશે કે, લેખક અંકુશ સિંહે કેટલા હિન્દી-ઉર્દૂ કવિઓના માલ પર હાથ સાફ કર્યા છે.'

અહીં તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં અજય દેવગનની સાથે તબ્બુ પણ મહત્વના રોલમાં છે. અમલા પોલ આ ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહી છે. ફિલ્મનું ટ્રેલર અઢી મિનિટનું છે, જેની શરૂઆતમાં પોલીસ ઓફિસર બનેલી તબ્બુ અજય દેવગનને ખખડાવતી જોવા મળે છે. આખા ટ્રેલરમાં જોરદાર એક્શન જોવા મળે છે. ફિલ્મ 'ગાઈડ'નું સુપરહિટ ગીત 'આજ ફિર જીને કી તમન્ના હૈ' પણ ટ્રેલરની વચ્ચે સાંભળવા મળે છે. જેના કારણે ટ્રેલર વધુ રસપ્રદ લાગી રહ્યું છે.

આ ફિલ્મનું નિર્માણ અજય દેવગનના પ્રોડક્શન હાઉસ દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે T-સીરીઝ ફિલ્મ્સ, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને ડ્રીમ વોરિયરે પણ તેનું સહ-નિર્માણ કર્યું છે. આ ફિલ્મ આ મહિને 30 માર્ચે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

દર્શકો પહેલા બે ટીઝરમાં ટ્રેલરની કેટલીક ઝલક જોઈ ચૂક્યા છે. ટ્રેલર એક્શનથી ભરપૂર ભવ્યતાનું વચન આપે છે, કારણ કે અજય દેવગન પોતાને 'જન રક્ષક' તરીકે રજૂ કરે છે.  કાર ઊડતી હોય છે, કાર અથડાતી હોય છે, અને લોહી નીકળે છે.....આ મુખ્ય કલ્પનાઓ છે જેણે પ્રેક્ષકોનું ધ્યાન ખેંચ્યું. પોલીસની ભૂમિકા ભજવી રહેલી તબ્બુની પાસે પણ કેટલાક શાનદાર સંવાદો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp