'ઇબ્રાહિમ સે આયા હૈ બ્રાહ્મણ...', વિવાદાસ્પદ પોસ્ટ બાદ ગાયક લકી અલીએ માગી માફી

મનોરંજન ઉદ્યોગમાં ઘણી એવી હસ્તીઓ છે જેઓ તેમના સ્પષ્ટ અભિપ્રાય માટે જાણીતા છે. હિન્દી સિનેમાના પ્રખ્યાત ગાયક લકી અલી પણ તેમાંથી એક છે. સિંગર હંમેશા ગંભીર મુદ્દાઓ પર પોતાની વાત સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરતો જોવા મળે છે. તાજેતરમાં તેણે 'બ્રાહ્મણ' શબ્દ સાથેની એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે કહ્યું કે 'બ્રાહ્મણ' નામ 'ઈબ્રાહિમ' પરથી ઉતરી આવ્યું છે.

સિંગરની પોસ્ટને લઈને દરેક જગ્યાએ ભારે હોબાળો થયો હતો, ત્યારબાદ તેણે નારાજ હિન્દુ ભાઈ-બહેનોની માફી માંગી છે.

લકી અલી તે સેલેબ્સમાંથી એક છે, જેમને હંમેશા ચાહકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. ભલે તે અત્યારે ઘણા ગીતો નથી ગાતો, પણ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. રવિવાર, 9 એપ્રિલના રોજ, તેણે 'બ્રાહ્મણ' નામ સાથે એક પોસ્ટ શેર કરી. પોસ્ટમાં તેણે લખ્યું, 'બ્રાહ્મણ નામ બ્રહ્મા પરથી આવ્યું છે, જે અબરામ પરથી આવ્યું છે. તે અબ્રાહમ અથવા ઇબ્રાહિમમાંથી આવે છે. બ્રાહ્મણો એક રાજવંશ ઇબ્રાહિમ છે, અલયહિસ્સલામ તમામ રાષ્ટ્રોના પિતા છે, તો શા માટે દરેક વ્યક્તિ તર્ક વિના દલીલ કરે છે અને લડે છે?'

લકી અલીની પોસ્ટ વાંચીને બધાએ તેના પર નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે વિવાદ વધ્યો તો સિંગરે તે પોસ્ટ ડિલીટ કરી દીધી. આ પછી, તેણે હવે માફી પણ શેર કરી છે. તેઓ લખે છે, 'મારો ઉદ્દેશ્ય સમાજમાં વિભાજિત વર્ગોને એકસાથે લાવવાનો છે. કોઈ ગુસ્સો કે તકલીફ પેદા કરવા માંગતો ન હતો. મને સમજાયું કે હું ખોટો હતો. મારી પોસ્ટ ખોટી રીતે દેખાઈ. હવેથી હું જે પોસ્ટ કરીશ તેને લઈને હું વધુ સાવધાન રહીશ. મારા શબ્દોએ ઘણા હિંદુ ભાઈ-બહેનોને પરેશાન કર્યા છે. હું આ માટે દિલગીર છું. હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું.'

64 વર્ષીય લકી અલીએ 'સુનો' આલ્બમથી હિન્દી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. તે 'એક પલ કા જીના', 'તુમ જાનો ના હમ', 'અભી જા આ ભી જા', 'અંજાના અંજાની' જેવા ઘણા સુપરહિટ ગીતો ગાવા માટે જાણીતા છે. લકી અલીના ગીતો હિન્દી સિનેમાના એવરગ્રીન સોંગ્સમાં સામેલ છે. જેને તમે ગમે ત્યારે પણ સાંભળો છો, તમને એક અલગ જ પ્રકારનો આરામ મળે છે.

પોતાના અવાજનો ઉપયોગ કરીને લોકોને આકર્ષિત કરનાર લકી લાંબા સમયથી શોબિઝથી દૂર થઇ ગયો છે. જો કે, તે ભારત અને વિદેશમાં પોતાનું પ્રદર્શન આપવાનું ચાલુ રાખે છે. એક સમય હતો જ્યારે તેનો ક્રેઝ લોકોના માથા ઉપર ચડીને બોલતો હતો. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરંતુ આજે પણ તેના વીડિયો લોકોમાં વાયરલ થતા રહે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.