રામાયણ સિરિયલની સીતા માતા પર કેમ ભડક્યા લોકો? જાણો શું કર્યું હતું દીપીકાએ
રામાનંદ સાગરના ફેમસ ધાર્મિક ટીવી શો રામાયણને લઇને દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા રહી છે. આ શોના દરેક પાત્રોને પણ દેશના લોકોએ ખૂબ પ્રેમ અને સન્માન આપ્યું છે.
પછી એ રામ હોય, સીતા હોય કે પછી રામાયણનું કોઇ અન્ય પાત્ર પણ કેમ ન હોય. એટલું જ નહીં, રામ, સીતા અને લક્ષમણને લોકો ભગવાનનો પણ દરજ્જો આપી રહ્યા છે. એવામાં આ સ્ટાર્સની સાથે લોકોની અતૂટ ભાવના જોડાયેલી છે, પણ આ દરમિયાન સીતા એટલે કે, દીપિકા ચિખલિયાના એક વીડિયોએ ફેન્સને નિરાશ કર્યા છે. આ વીડિયોને જોઇને ફેન્સ તેમને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.
સીતા એટલે કે, દીપિકા ચિખલિયાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ બોલીવુડ સોન્ગ ‘ઓ મેરી બાહોં સે નિકલ કર તુ અગર મેરે રાસ્તે તે હટ જાયેગા..’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન દીપિકા ઇન્ડિયન લુકમાં નજરે પડી હતી.
તેણે લાઇટ લેમન કલરનો સલવાર સૂટ પહેર્યો છે. તેની સાથે જ તેમણે પોતાના વાળને પણ સુંદર રીતે બનાવ્યા છે. તેનો મેકઅપ પણ તેના આઉટફિટ સાથે મેચ થાય એવો કરવામાં આવ્યો છે. પણ ફેન્સને એક્ટ્રેસનું આ રીતે વીડિયોમાં ડાન્સ કરવું પસંદ નથી આવ્યું. દરેક જણ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.
દીપિકા ચિખલિયાની પોસ્ટ પર સામાન્ય રીતે જોવામાં આવે છે કે, લોકો કોમેન્ટ કરીને તેના વખાણ જ કરતા હોય છે. તેને માતાનું સન્માન આપે છે. પણ, આ વખતે તેના વીડિયો પર લોકો ગુસ્સો કરી રહ્યા છે.
વીડિયો પર કોમેન્ટ કરીને એક યુઝરે લખ્યું કે, ઢળતી ઉંમરમાં છબિ ખરાબ કરી દીધી, દેશે આટલું સન્માન આપ્યું એ ઓછું પડ્યું તમને. એક અન્ય યુઝરે લખ્યું કે, હે માતે, કેમ તમારી સન્માનિત છબિને બદલી રહ્યા છો ઢળતી ઉંમરમાં?,
એક જણે લખ્યું કે, લાગે છે કે, તમને સીતા માતાના અભિનય દ્વારા જે ગરિમા પ્રાપ્ત થઇ તે ગમી નથી. અરૂણ ગોવિલ જી પાસેથી કંઇ શીખો. આ બધાના કારણે જે તમને હાથ જોડીને સંબોધિત કરે છે તે પણ હાય હેલ્લો પર ઉતરી આવશે. એક ટ્રોલરે કહ્યું કે, દીપિકા જી તમારામાં દરેકને સીતા માતાનું રૂપ દેખાય છે. તમે આમ ન કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp