અનુરાગ કશ્યપના મતે સરકાર બોયકોટ ટ્રેન્ડ માટે જવાબદાર, કારણ કે...

PC: globenewsinsider.com

એક તરફ જ્યાં બોલિવુડની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ રહી છે, તો બીજી તરફ સાઉથની ફિલ્મોનો રેકોર્ડ સારો દેખાઈ રહ્યો છે. જ્યારે હિન્દી ફિલ્મો પીટાઈ રહી છે અને સાઉથની ફિલ્મો હિટ થઈ રહી છે આ અંગે અનુરાગ કશ્યપને પૂછવામાં આવ્યું ત્યારે તે આ સવાલ પર નારાજ થતો દેખાયો હતો. અનુરાગ કશ્યપે કહ્યું કે બોયકોટ ટ્રેન્ડ વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે સરકાર તરફથી ચલાવવામાં આવે છે. જો કે અનુરાગ કશ્યપ તેના આ નિવેદન પર ભારે ટ્રોલ થયા છે.

અનુરાગ કશ્યપે સવાલ કરનારને પૂછ્યું કે શું તમે મને કહી શકો કે ગયા શુક્રવારે સાઉથની કઈ ફિલ્મ રીલિઝ થઈ છે? તમને નથી ખબર. તમને કેમ નથી ખબર? કારણ કે એ ફિલ્મો પણ ચાલી રહી નથી. સરકારને ઘેરતા અનુરાગ કશ્યપે કહ્યું- મુખ્ય સમસ્યા એ છે કે લોકો પાસે ખર્ચ કરવા માટે પૈસા નથી. પનીર પર તો તમે GST ચૂકવો છો.

અનુરાગ કશ્યપે કહ્યું, 'તમે ખાદ્ય પદાર્થો પર GST ચૂકવો છો. આ બધો ટ્રેન્ડ એ બાબતો પરથી ધ્યાન હટાવવાનો કે બાયકોટ દિન અને બાયકોટ ધેટ અને બાયકોટ બોલિવુડ. અનુરાગ કશ્યપે કહ્યું કે લોકો પાસે પૈસા નથી અને હવે લોકો ફિલ્મ જોવા ત્યારે જવા માંગે છે જ્યારે તેમને ખાતરી હોય કે આ ફિલ્મ બધાને પસંદ આવી રહી છે, અથવા તો લોકો વર્ષોથી તે ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

અનુરાગ કશ્યપે આ મામલે એક ઉદાહરણ આપતા કહ્યું- KGF2ની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી. RRR રાજામૌલીની ફિલ્મ છે અને તેની બાહુબલી પછથી રાહ જોવાઈ રહી હતી. ભૂલ ભુલૈયા 2 ની રાહ જોવાઈ રહી હતી કારણ કે તે સિક્વલ છે. લોકો સંજય લીલા ભણસાલીની ફિલ્મ જોવા ગયા કારણ કે ત્યાં ઘણી માઉથ પબ્લિસિટી હતી. બોલિવુડ અને આ બધી બાબતોમાં લોકોને મુંજવણમાં મુકીને તેમને વાસ્તવિક બાબતોથી ભટકાવી દેવામાં આવે છે.

અનુરાગ કશ્યપના ઈન્ટરવ્યુની ક્લિપ વાયરલ થઈ રહી છે અને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, 'નવી ગાડી લોન્ચ થતાં જ લાખ-લાખ બુક થઈ રહી છે અને લોકો પાસે ટિકિટ ખરીદવાના પૈસા નથી?' અન્ય એક યુઝરે લખ્યું, 'યે ઈડિયટ હૈ, કુછ ભી બકતા હૈ'. એક વ્યક્તિએ લખ્યું - મતલબ કંઈપણ... બિચારાને આઘાત લાગ્યો છે.

તેવી જ રીતે એક યુઝરે કોમેન્ટ કરી, 'આ એક નવું બહાનું છે. જો પુષ્પા 2 આવશે અને પહેલા દિવસે 200 કરોડનું કલેક્શન થશે, તો શું ત્યારે પણ ઈકોનોમિકનું રડશે?' એક વ્યક્તિએ લખ્યું, 'ખિસિયાની બિલાડી ખંબા નોચે.' એક વ્યક્તિએ લખ્યું, '150 રૂપિયા આપીને 10 રૂપિયાની ફિલ્મો કોણ જોશે. સત્ય એ છે કે બોલિવુડ પાસે નકલ, રોમાન્સ અને સ્ટારડમ બતાવવા સિવાય બીજું કંઈ જ બચ્યું નથી. બાબા તમારા લોકોએ હવે નવીનતા કરવાની અને જોખમ લેવાની જરૂર છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp