- Entertainment
- કોઈનું નામ બેબો તો કોઈનું નામ છે ચિરકુટ, જાણો બોલિવુડ સેલિબ્રિટીના નિકનેમ
કોઈનું નામ બેબો તો કોઈનું નામ છે ચિરકુટ, જાણો બોલિવુડ સેલિબ્રિટીના નિકનેમ
બોલિવુડના સિતારાઓને તમે તેમના નામથી ઓળખતા હશો. પરંતુ શું તમને તેમના નિકનેમ જાણો છો. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિનું નિકનેમ હોય જ છે.તો પછી તેમાં બોલિવુડના સિતારાઓ પણ બાકાત રહી શક્યા નથી. ઘણા બધા સિતારાઓને તેમના ઘરમાં તેમના નામને બદલે આ નિકનેમથી જ બોલાવવામાં આવે છે. એવા પણ ઘણા સિતારા છે જેમનું નામ તેમની જેમ એકદમ ક્યુટ હોય છે. તો ચાલો જોઈ લઈએ કેટલાંક બોલિવુડ સ્ટાર્સના નિકનેમ.
ઋષિ કપૂર- ચિંટુ

બોલિવુડના દિગ્ગજ અને દિગવંત અભિનેતા ઋષિ કપૂરને લોકો તેમના અસલ નામથી જ જાણતા હશે. પરંતુ તેમને ઘરમાં સૌ કોઈ પ્યારથી ચિંટુના નામથી બોલાવતા હતા. ઋષિ કપૂરનું આ નિકનેમ તેમની જેમ જ ક્યુટ છે.
કરીના કપૂર ખાન-બેબો

બીજી વખત મા બનવા જઈ રહેલી રેફ્યુજીની આ અભિનેત્રીનું નિકનેમ ઘણા બધા લોકો જાણતા જ હશે. કરીનાને પ્રેમથી સૌ કોઈ બેબોના નામથી બોલાવે છે. કરીના કપૂરનું આ નિકનેમ તેના ફેન્સને પણ ઘણું પસંદ છે.
કરિશ્મા કપૂર-લોલો

જણાવી દઈએ કે કપૂર ખાનદાનમાં દરેકનું નિરનેમ રાખવાની પરંપરા છે. કરીનાની બહેન અને એક જમાનાની સફળ અભિનેત્રી કરીશ્મા કપૂરને ઘરમાં સૌ કોઈ લોલોના નામથી પૂકારે છે.
રણબીર કપૂર-રેમંડ

ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂરનું કોઈ નિકનેમ નથી પરંતુ તેની માતા નીતુ કપૂર તેને રેમન્ડ કહીને બોલાવે છે. અસલમાં રણબીર હંમેશા પોતાની જાતને ફીટ અને ફાઈન રાખે છે આથી તેની આ આદતને લીધે નીતુ કપૂરે તેનું નામ રેમન્ડ રાખ્યું છે.
ઋતિક રોશન-ડુગ્ગુ

જણાવી દઈએ કે બોલિવુડના સુપરસ્ટાર રાકેશ રોશનના પુત્ર ઋતિક રોશનનું પણ નિકનેમ છે. જેવી રીતે રાકેશ રોશનને ઘરમાં સૌ કોઈ ગુડ્ડુના નામથી બોલાવે છે તે રીતે ઋતિક રોશનને સૌ કોઈ પ્રેમથી ઘરમાં ડુગ્ગુના નામથી બોલાવે છે.
અક્ષય કુમાર-રાજુ

બોલિવુડના હેન્ડસમ અભિનેતા અક્ષય કુમારને ઈન્ડ્સ્ટ્રીમાં લોકો અક્કીના નામથી જાણે છે. પરંતુ અક્ષય કુમારનું અસલ નિકનનેમ રાજુ છે. અક્ષય કુમારનું અસલ નામ પણ રાજીવ ગુપ્તા છે. અક્ષયના ઘરના લોકો અને તેના કેટલાંક મિત્રો તેને રાજુ કહીને બોલાવે છે.
શ્રદ્ધા કપૂર- ચિરકુટ

બોલિવુડની અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું નિકનેમ પણ ઘણું ક્યુટ છે. તેને ઘરમાં અને તેના કેટલાંક નજીકના મિત્રો તેને ચિરકુટના નામથી જાણે છે. જણાવી દઈએ કે તેનું આ નામ બાળપણના તેના મિત્ર અને બોલિવુડના એક્ટર વરુણ ધવને આપ્યું છે.
પ્રિયંકા ચોપર-મિમિ

બોલિવુડ અને હોલિવુડમાં પોતાના નામનો ડંકો વગાડનાર દેશી ગર્લને ઘરમાં સૌ કોઈ પ્રેમથી મિમિના નામથી બોલાવે છે. બાળપણમાં તે સૌ કોઈની મિમિક્રી કરતી હોવાથી તેનું આ નિકનેમ પાડવામાં આવ્યું છે. તે સિવાય તેના ફેન્સ તેને પીસી અને દેશી ગર્લ તરીકે પણ બોલાવાનું પસંદ કરે છે.

