કટ બોલવા પર પણ એકમેકમાં ખોવાઈ રહ્યા એક્ટર્સ, ડિરેક્ટરે કાનમાં બોલવુ પડ્યું કટ

ઘણીવાર એવુ થાય છે કે, હોટ અને બોલ્ડ સીન કરતી વખતે હીરો અને હીરોઈન પોતાના પર કાબૂ નથી રાખી શકતા અને સીનમાં જ ખોવાઈ જાય છે. ઘણીવાર તો તેમને એ પણ જાણ નથી થતી કે ડાયરેક્ટરે ક્યારે કટ બોલી દીધુ? આ પ્રકારના ડેડીકેશનના ક્યારેક લોકો વખાણ કરે છે પરંતુ, ઘણીવાર આટલું વધુ ડેડીકેશન શરમનું કારણ બની જાય છે. કંઈક આવુ જ હાલમાં જ એક્ટ્રેસ સોનાલી રાઉત અને યુવરાજ પરાશર સાથે થયુ.

મિડ-ડે માં છપાયેલા એક સમાચાર અનુસાર, સોનાલી રાઉત અને યુવરાજ પરાશર પોતાની આવનારી એક વેબ સીરિઝ લવ લાઈફ એન્ડ સ્ક્રૂ અપ્સ માટે એક ઈન્ટિમેટ સીનનું શૂટિંગ કરી રહ્યા હતા. આ સીનને લઈને સોનાલી રાઉત અને યુવરાજ પરાશર પહેલા ખચકાટ અનુભવી રહ્યા હતા. કારણ કે, બંનેએ પહેલા ક્યારેય આ પ્રકારનો બોલ્ડ અને ઈન્ટિમેટ સીન શૂટ કર્યો ન હતો.

એવુ જ વિચારીને સોનાલી રાઉત અને યુવરાજ પરાશરે ફિલ્મના ડાયરેક્ટરને કહ્યું કે, તેઓ એક જ ટેકમાં આ સીનને શૂટ કરશે. ડાયરેક્ટર માની ગયા અને કહ્યું કે, જ્યાં સુધી કટ ના બોલવામાં આવે ત્યાં સુધી શૂટ ચાલવા દો. પરંતુ, જેવો શાવર ઓન કરવામાં આવ્યો અને શૂટ શરૂ થયુ, સોનાલી રાઉત અને યુવરાજ પરાશર તે ઈન્ટિમેટ સીનમાં એટલા ઘૂસી ગયા કે તેમને ખબર જ ના પડી કે ક્યારે ડાયરેક્ટરે કટ બોલ્યું. જ્યારે કટ બોલવા પર પણ સોનાલી અને યુવરાજ ના અટક્યા તો ડાયરેક્ટરે કેમેરામેનને કહ્યું કે તે કેમેરો ઓન રાખે કારણ કે, તેમને એ જ ફૂટેજ મળી રહ્યા હતા જે તેમને જોઈતા હતા.

જ્યારે ડાયરેક્ટરનું કામ પૂર્ણ થઈ ગયુ તો તેઓ સોનાલી અને યુવરાજના કાનની પાસે જઈને ધીમેથી ફરીથી કટ બોલ્યા. જેવા સોનાલી અને યુવરાજને એ વાતનો એહસાસ થયો કે તેઓ આ ઈન્ટિમેટ સીનમાં એટલા ખોવાઈ ગયા હતા કે ડાયરેક્ટર દ્વારા બોલવામાં આવેલું કટ પણ સાંભળી ના શક્યા તો તેઓ ખૂબ જ ક્ષોભમાં મુકાઈ ગયા. જોકે, તેઓ એ વાતને લઈને ખુશ હતા કે શૂટ ડાયરેક્ટરને જે જોઈતું હતું તે તેમને મળી ગયું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.