PM મોદી સાથે જોડાયેલુ મિલેટ્સનું સોંગ ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા ‘એમ્બડેન્સ ઇન મિલેટ્સ’ને બેસ્ટ ગ્લોબલ પરફોર્મન્સ કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. સિંગર ફાલ્ગુની શાહ (ફાલુ) અને ગૌરવ શાહના ગીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભાષણના થોડા અંશ છે. આ ગીતમાં બાજરાની ખેતી અને અનાજ તરીકે તેના ફાયદા બાબતે જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે, ‘મને ખુશી છે કે આજે જ્યારે દુનિયા ઇન્ટરનેશનલ બાજરા વર્ષે મનાવી રહી છે, તો ભારત આ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યું છે.
ખેડૂતો અને નાગરિકોના પ્રયાસોથી ‘શ્રી અન્ન’ ભારત અને વિશ્વની સમૃદ્ધિમાં એક નવો અધ્યાય જોડાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના આ હિસ્સાને ફાલુ અને ગૌરવ શાહે ગીતમાં સામેલ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બેસ્ટ ગ્લોબલ મ્યૂઝિક પરફોર્મન્સ કેટેગરીમાં અન્ય 6 ગીતોને પણ નોમિનેટ કરવામાં આવ્યા હતા. ફાલુ શાહને ઘણી વખત ગ્રેમી એવોર્ડમાં નોમિનેટ કરવામાં આવ્યા છે. તેમણે વર્ષ 2022માં પોતાના આલ્બમ ‘એ કલરફૂલ વર્લ્ડ’ માટે ‘બેસ્ટ ચિલ્ડ્રન આલ્બમ’નો પુરસ્કાર જીત્યો. તેમના પતિ ગૌરવ શાહે પણ અગાઉ તેની સાથે પ્રોજેક્ટ પર કામ કર્યું છે અને બંને ‘ફોરસ રોડ’ નામના તેમના બેન્ડનો હિસ્સો હતા.
ભાષણનો જે હિસ્સો સામેલ કરવામાં આવ્યો છે, તેમાં વડાપ્રધાન મોદી કહી રહ્યા છે કે આપણાં અન્નદાતા અને આપણાં જોઇન્ટ પ્રયાસોથી શ્રી અન્ન ભારત અને વિશ્વની સમૃદ્ધિમાં નવી ચમક જોડશે. હાલમાં જ તેમણે બાજરાના લાભોને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ ગીત ‘એમ્બડેન્સ ઇન મિલેટ્સ’ ભારતીય અમેરિકન ગાયક ફાલૂ સાથે સહયોગ કર્યો. આ ગીતમાં તેઓ ફીચર પણ થયા છે.
હવે આ ગીતને બેસ્ટ ગ્લોબલ મ્યૂઝિક પરફોર્મન્સ કેટેગરીમાં ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. શુક્રવારે ગ્રેમી એવોર્ડ 2024ની લિસ્ટ જાહેર થઈ ગઈ છે, આ લિસ્ટમાં વડાપ્રધાનનું આ ગીત પણ ‘એમ્બડેન્સ ઇન મિલેટ્સ’નું નામ પણ સામેલ છે. વડાપ્રધાન આ ગીતને સિંગર ફાલ્ગુની શાહ આ ગૌરવ શાહ સાથે મળીને લખ્યું છે. નરેન્દ્ર મોદી પહેલા એવા રાજનેતા છે, જેમણે ગીત લખ્યું હોય અને એ ગીતને ગ્રેમી માટે નોમિનેટ કરવામાં આવ્યું હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp