આંખોમાં મીઠું નાંખી પટ્ટી બાંધી યુવકે બનાવી સોનૂ સૂદની પેઇટિંગ, જુઓ વાયરલ વીડિયો
બોલિવુડ એક્ટર સોનૂ સૂદે જ્યારથી લોકોને મદદ કરવાની શરૂઆત કરી છે, ત્યારથી દેશના દરેક ખૂણામાં તેના પ્રશસંકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. મોટા પરદા પર વિલન બનીને લોકોનું મનોરંજન કરતો સોનૂ સૂદ લોકો માટે રિયલ લાઈફમાં હીરો બની ગયો છે. કોરોનાની પ્રથમ લહેરમાં જેવી રીતે તેણે લોકોની મદદ કરવા માટે હાથ આગળ વધાર્યા ત્યારથી જ લોકો તેના ફેન બની ગયા છે. કોઈ અનેક કિલોમીટર પગપાળા ચાલીને સોનૂ સૂદને મળવા પહોંચ્યું, તો કોઈએ પોતાના હુનરથી એક્ટરનું દિલ જીતી લીધું. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને પોતે સોનૂ સૂદ આશ્ચર્યચકિત થઇ ગયો હતો.
લોકોને મદદ કરીને સોનૂને મળે છે શાંતિ
સોનૂ સૂદને સોશિયલ મીડિયા પર લોકોનો ખૂબ જ પ્રેમ મળે છે. દરેક દિવસે અનેક ફોટો અને વીડિયો વાયરલ થતા રહે છે, જેના પર સોનૂ સૂદ પણ રીએક્ટ કરવાથી પોતાને રોકી શકતો નથી. હાલમાં જ બિહારના એક વ્યક્તિનું હુનર જોઇને એક્ટર આશ્ચર્યચકિત થઇ ગયો હતો અને તેને પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો.
कमाल का बंदा है भाई❤️😍 https://t.co/xkgkxr1Aix
— sonu sood (@SonuSood) June 14, 2022
સોનૂ સૂદની બનાવી જોરદાર પેટિંગ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બિહારનો રહેવાસી અજમેર આલમ છે, તેને સોનૂ સૂદની પેઇટિંગ બનાવી અને તેના પેટિંગ બનાવવાના અંદાજથી તેને જોતા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા. વીડિયોમાં જોઈ શકાય છે કે, પહેલા અજમેર પોતાના આંખોમાં મીઠું નાંખે છે, પછી તેના પર પટ્ટી બાંધે છે. ત્યારબાદ તે સોનૂ સૂદની એવી જોરદાર પેઇટિંગ બનાવે છે કે તેને જોઇને બધા આશ્ચર્યચકિત થઇ જાય છે.
એક્ટરે આપ્યું આવું રીએક્શન
અજમેર આલમની ઈચ્છા હતી કે, તે આ પેટિંગ સોનૂ સૂદને મળીને ગિફ્ટમાં આપે. પોતાના ફેનનો આ વીડિયો જોઇને સોનૂ સૂદ પણ પોતાને રોકી ન શક્યો. તેને વીડિયો શેર કર્યાની સાથે લખ્યું કે, ‘કમાલ કા બંદા હૈ ભાઈ.’ તેની સાથે જ તેને એક હાર્ટની ઈમોજી પણ શેર કરી છે. બધા જાણે છે કે, સોનૂ સૂદે કોરોના મહામારીના સમયમાં લોકોને મદદ કરવાનું કામ શરૂ કર્યું હતું, જે હજુ પણ ચાલુ જ છે. સોનૂ સૂદનુ કહેવું છે કે, હું ઈચ્છું છું કે પ્રતિ દિવસ હજુ વધારે મદદ કરી શકું, અનેક લોકો છે, જેમને મદદની જરૂરિયાત છે, હું તે બધાની મદદ કરવા ઈચ્છું છું, તેનાથી મને શાંતિ મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp