પહેલા સંબંધ તૂટ્યા પછી સાઉથની એક્ટ્રેસે કર્યા બીજા લગ્ન, 4 મહિના પછી કહ્યું...

સાઉથની એક્ટ્રેસ મહાલક્ષ્મીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના હાલના પતિ રવિન્દ્ર સાથેનો ફોટો શેર કર્યો છે, જેમાં બંને વચ્ચે એક કમલાની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. બંને બેસ્ટ કપલ ગોલ્સ આપી રહ્યા છે. તેની બોન્ડિંગ જોઈને તમે પણ તેમના ફેન્સ થઈ જશો. આ વચ્ચે હવે મહાલક્ષ્મીએ 4 મહિના પછી ખુલાસો કર્યો છે કે તેની લાઈફ લગ્ન પછી કેટલી બદલાઈ ગઈ છે. તેણે પોસ્ટમાં ફોટો શેર કરવાની સાથે લખ્યું છે- લાઈફ ઘણી ખુશનુમા છે અને તમે પણ. આ શેર કરવાની સાથે જ તેણે કોમેન્ટ સેક્શનને હાઈડ કરી દીધું છે.

અસલમાં મહાલક્ષ્મી પ્રોડ્યુસર રવિન્દ્ર સાથે લગ્ન કર્યા પછી ઘણી ટ્રોલ થતી રહી છે. લોકો તેને ઘણી ખરી ખોટી સંભળાવતા રહ્યા છે. પ્રોડ્યુસરની સાથે તેના આ બીજા લગ્ન છે. પહેલા પતિ સાથે સંબંધ તૂટ્યા પછી તેણે રવિન્દ્ર સાથે બીજા લગ્ન કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના પહેલા લગ્ન ઘણા વિવાદિત રહ્યા હતા. આથી બંને પોતાના રસ્તા અલગ કરવાનું નક્કી કરી લીધું હતું. જેના પછી રવિન્દ્રના રૂપમાં તેને નવો હમસફર મળ્યો છે અને આજે તે તેની સાથે ખુશીની લાઈફ પસાર કરી રહી છે. તેની સાથે લગ્ન કર્યા પછી તેની લાઈફ ખુશનુમા થઈ હોવાનું તેનુ માનવું છે.

મીડિયા રિપોર્ટ્સની માનીએ તો મહાલક્ષ્મી અને રવિન્દ્રની મુલાકાત ફિલ્મ 'વિદિયુમ વરઈ કાથિરુ'ના સેટ પર થઈ હતી. આ સેટ પર જ બંને વચ્ચે નજદીકી વધી હતી અને પછી આખી લાઈફ એકબીજા સાથે પસાર કરવાનું નક્કી કર્યું હતું. એક્ટ્રેસે રવિન્દ્ર સાથે લગ્ન થવા પર પોતાને ભાગ્યશાળી કહી હતી. મહાલક્ષ્મી સાઉથ ટીવી સીરિયલ્સની જાણીતી એક્ટ્રેસ છે. તેણે ઓફિસ, થિરુ મંગલમ, કેલાડી કનમની, યામિરુક્કા બયામેન, અરસી, વાણી રાની અને ચેલ્લામય જેવા શોમાં કામ કર્યું છે. તેની સાથે જ રવિન્દ્રએ પણ ઘણી બધી ફિલ્મોનું નિર્માણ કર્યું છે.

તેમના લગ્નના ફોટા ઘણા વાયરલ થયા હતા તેની સાથે તેમના લગ્નની પણ ઘણી ચર્ચાઓ થઈ હતી. બંનેએ પોતાના પરિવારના નજીકના લોકો અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. ઘણા લોકોને લાગ્યું કે પ્રેમાં કોઈ વસ્તુ મહત્વની નથી સિવાય કે એકબીજા પ્રત્યેનો પ્રેમ. તેણે પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ ઘણી બધી વખત સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. લગ્ન પછીની પહેલી પોસ્ટમાં તેણે લખ્યું હતું- પ્રેમને પરફેક્ટ થવાની જરૂર નથી, બસ તે સાચો હોવો જોઈએ. મહાલક્ષ્મીને પહેલા લગ્નથી એક છોકરો પણ છે.

About The Author

Top News

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.