અભિનેત્રી શિલ્પા શેટ્ટીના મતે આ કારણે સાઉથની ફિલ્મો ચાલે છે

PC: southindiafashion.com

શિલ્પા શેટ્ટીએ થોડાં દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર સુપરવુમનના અવતારમાં પોતાની એક તસવીર શેર કરી હતી. શિલ્પાનો આ અવતાર તેની અપકમિંગ ફિલ્મ ‘નિકમ્મા’ માટે છે. ‘નિકમ્મા’ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શિલ્પાએ પોતાના કેટેક્ટર, પેન ઈન્ડિયા અને રાજ કુંદ્રા કોન્ટ્રોવર્સી પર વાત કરી છે. ‘નિકમ્મા’ ફિલ્મમાં શિલ્પા સાથે અભિમન્યૂ દસ્સાન અને શર્લિન શેઠિયા પણ દમદાર કેરેક્ટરમાં છે.

પોતાના કેરેક્ટર વિશે વાત કરતા શિલ્પાએ કહ્યું, મારા કેરેક્ટરનું નામ અવની છે. આ મારા મિજાજથી એકદમ અલગ કેરેક્ટર છે. તે સુપરહીરો નથી પરંતુ, એક ખૂબ જ પાવરફુલ કેરેક્ટરમાં છે. જો તમે થિયેટર શિલ્પા શેટ્ટીને જોવા જઈ રહ્યા છો, તો હું કહીશ કે ના જતા કારણ કે, તમને નિરાશા હાથ લાગશે કારણ કે, ત્યાં અવની શિલ્પા પર ભારે પડે છે. મેં 14 વર્ષ બાદ આ પ્રકારનું કેરેક્ટર કરવા માટે હાં પાડી છે. ડાયરેક્ટરે મને કન્વિન્સ કરી કે હું જ અવનીના કેરેક્ટર સાથે જસ્ટિફાઈ કરી શકું છું. આ ફિલ્મમાં એ બધુ જ છે, જે ઓડિયન્સને જોઈએ.

રાજ કુંદ્રા પોર્ન કેસ મામલા પર એક લાંબા સમયથી શિલ્પા શેટ્ટીએ મૌન સેવ્યું હતું. ‘નિકમ્મા’ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે શિલ્પાને પૂછવામાં આવ્યું કે, તેને માટે એ સમય કેટલો મુશ્કેલ રહ્યો, તો શિલ્પાએ આ સવાલ પર રિએક્ટ કરતા કહ્યું કે, મને લાગે છે કે આપણે અહીં નવી શરૂઆતને સેલિબ્રેટ કરવા માટે આવ્યા છીએ. મારા ડાયરેક્ટર અને બાકીના કો-સ્ટાર્સે ખૂબ જ મહેનત કરી છે. અહીં મારા જીવન અને મારા વિશે વાત કરી યોગ્ય નથી.

ફિલ્મ સાથે સંકળાયેલી વાત હશે, તો હું ચોક્કસ જવાબ આપીશ. રહી વાત પર્સનલ લેવલ પર ખરાબ સમયમાંથી પસાર થવાની, તો આપણે બધા જ પોતાના જીવનમાં એક વાર તો જરૂર આ સમયમાંથી પસાર થઈએ છીએ. છેલ્લાં બે વર્ષ મારા માટે જ નહીં પરંતુ, સમગ્ર દુનિયા માટે મુશ્કેલીઓભર્યા રહ્યા છે. ખાસ કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ખૂબ જ ખરાબ હાલત રહી છે, થિયેટરો વર્ષો સુધી બંધ રહ્યા છે. અમે બધાએ બે વર્ષથી આ સમયની રાહ જોઈ છે અને હવે યોગ્ય સમય આવી ગયો છે. 

View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)

સાઉથની ફિલ્મોની વધતી લોકપ્રિયતા વિશે શિલ્પા કહે છે, સાઉથની ફિલ્મો આટલી ચાલે રહી છે કારણ કે, તેમા કન્ટેન્ટ હોય છે. મને ‘નિકમ્મા’ને લઈને પણ પુરો વિશ્વાસ છે કે આ ફિલ્મ જરૂર ચાલશે કારણ કે, તેમા કન્ટેન્ટ, કોમેડી અને દરેક પ્રકારનો મસાલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp