ગોલ્ડન ગ્લોબ જીત્યા બાદ રાજામૌલીએ કહ્યું- RRR બોલિવુડની ફિલ્મ નથી

PC: koimoi.com

'RRR'ના ડાયરેક્ટર S.S.રાજામૌલીના નિવેદને સોશિયલ મીડિયા પર સાઉથ વિરુદ્ધ બોલીવુડની એકવાર ફરી ચર્ચા શરૂ કરી દીધી છે. હાલમાં જ અમેરિકામાં 'RRR' સ્ક્રિનિંગ દરમિયાન, S.S.રાજામૌલીએ કહ્યું, 'RRR બોલીવુડ ફિલ્મ નથી.' ફિલ્મ નિર્માતા રાજામૌલીના આ નિવેદનથી ભારે હોબાળો શરૂ થઈ ગયો છે.

રાજામૌલીના આ નિવેદને મચાવ્યો હંગામો

S.S.રાજામૌલીએ ડાયરેક્ટર્સ ગિલ્ડ ઑફ અમેરિકામાં 'RRR'ના સ્ક્રીનિંગના પ્રસંગે ફિલ્મ વિશે વાત કરી છે. રાજામૌલીએ આ દરમિયાન કહ્યું, 'RRR બોલીવુડની ફિલ્મ નથી. આ ભારતના સાઉથની એક તેલુગૂ ફિલ્મ છે, જ્યાંથી હું આવું છું. પરંતુ હું ફિલ્મને રોકવા અને તમને મ્યુઝિક અને ડાન્સ બતાવવા માટે નહીં, પરંતુ ફિલ્મની કહાની આગળ વધારવા માટે ગીતનો ઉપયોગ કરું છું.

S.S.રાજામૌલીએ આ સાથે જ કહ્યું, 'જો ફિલ્મના અંતમાં તમે કહો છો કે મને ત્રણ કલાક ક્યાં પૂરા થઈ ગયા એ ખબર જ નહીં પડી, તો હું જાણું છું કે હું એક સફળ નિર્માતા છું. રાજામૌલીના આ નિવેદન બાદથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. નેટીઝન્સ ફરી એકવાર સાઉથ વિરુદ્ધ બોલીવુડ કરવા લાગ્યા છે.

'નાટૂ-નાટૂ'ને લઈને મચ્યો હોબાળો

'RRR'ના નાટૂ-નાટૂને 80મા ગોલ્ડન ગ્લોબ્સમાં બેસ્ટ ગીતનો એવોર્ડ મળ્યો છે. આ ગીતને લઈને લોકોનું કહેવું છે કે, આ એટલું પણ ખાસ નથી કે તેને એવોર્ડ મળે. જ્યારે 'નાટૂ-નાટૂ' પણ ઓસ્કાર માટે નોમિનેટ છે. એવામાં, સોશિયલ મીડિયા પર લોકો જોરદાર ટિપ્પણી કરવા લાગ્યા છે.

રાજામૌલીના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. લોકો રાજામૌલીની ટીકા કરી રહ્યા છે. જ્યારે, 'નાટૂ-નાટૂ' ગીતને પણ સામાન્ય કહી રહ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, રાજામૌલીએ આ વાત પ્રાદેશિકતાની ભાવનાથી નથી કહી. ફિલ્મ નિર્દેશકે પોતાની ફિલ્મનો પરિચય આપતા આ વાતનો ઉલ્લેખ કર્યો. સોશિયલ મીડિયા પર લોકોએ તેમની આ જ વાતની એક ક્લિપ વાયરલ કરી દીધી છે. પરંતુ, આખી વાત સાંભળ્યા બાદ સમગ્ર મામલો સ્પષ્ટ થઈ જશે. રાજામૌલી બોલીવુડ અને સાઉથની ફિલ્મોનું અંતર સમજાવવા માટે આવું કહેતા જોવા મળી રહ્યા છે, 'તમારામાંથી કેટલાક લોકોએ ભારતીય ફિલ્મો જોઈ જ હશે. તેમાં ગીતો અને ફાઇટ સિક્વન્સ હોય છે. જે તમને આ ફિલ્મમાં પણ જોવા મળશે. ફરક માત્ર એટલો છે કે તે બોલીવુડની ફિલ્મ નથી. આ એક તેલુગુ ફિલ્મ છે, જે સાઉથ ઈન્ડિયામાંથી આવે છે, જ્યાંથી હું આવું છું.' તે બાદ તેમણે પોતાની વાત સ્પષ્ટ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp