RRRની ટીમે પૈસા આપીને ખરીદ્યો ઓસ્કાર એવોર્ડ? રાજામૌલીના દીકરા બતાવ્યું સત્ય

એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘RRR’એ ઇતિહાસ રચી દીધો છે. ફિલ્મના સોંગ નાટુ નાટુને ઓસ્કાર એવોર્ડ મળ્યા બાદ એક તરફ ફેન્સ સેલિબ્રેશન મનાવી રહ્યા છે તો બીજી તરફ ઓસ્કાર માટે પૈસા ખર્ચ કરવાની બાબતે વેગ પકડ્યો છે. જેના પર એસ.એસ. રાજામૌલીના દીકરાએ હકીકતનો ખુલાસો કર્યો છે. સાઉથના જાણીતા ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘RRR’ના સોંગ નાટુ નાટુના 95માં અકાદમી પુરસ્કારમાં ઓસ્કાર એવોર્ડ જીતીને આખી દુનિયામાં ભારતનું નામ રોશન કરી દીધું છે.

જેનું સેલિબ્રેશન અત્યાર સુધી ફેન્સ મનાવી રહ્યા છે. આ ખુશી વચ્ચે અચાનક ઓસ્કાર એવોર્ડને પૈસા લઈને ખરીદવાની બાબતે વેગ પકડી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે ‘RRR’ માટે એવોર્ડ ખરીદવામાં આવ્યો હતો. જેના માટે ટીમે 80 કરોડ રૂપિયા પણ ખર્ચ કર્યા હતા. તેની પાછળ કેટલી હકીકત છે હવે એ વાતનો ખુલાસો એસ.એસ. રાજામૌલીના દીકરા કાર્તિકેયએ કર્યો છે. હાલમાં જ એસ.એસ. રાજામૌલીનો દીકરો કાર્તિકેયએ એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે ‘RRR’ની ટીમે ઓસ્કાર માટે પૈસા ખર્ચ કર્યા છે કે નહીં.

કાર્તિકેયએ કન્ફર્મ કર્યું કે, ટીમે ઓસ્કાર કેમ્પેન માટે પૈસા જરૂર ખર્ચ કર્યા, પરંતુ રકમ એટલી મોટી નહોતી, જેટલી કહેવામાં આવી રહી છે. તેણે એવો પણ ખુલાસો કર્યો કે, ટીમે ક્યાં અને કેવી રીતે પૈસા ખર્ચ કર્યા. કાર્તિકેયએ અગાળ જણાવ્યું કે, જ્યાં વૉટર્સ મોટી સંખ્યામાં બોલાવવામાં આવે છે, ત્યાં વધારે પૈસા ખર્ચ કરવામાં આવે છે. રામચારણ, જુનિયર NTR, પ્રેમ રક્ષિત, કાલ ભૈરવ, રાહુલ સ્પિલિગુંજ જેવા લોકોને સત્તાવાર આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ જો એ પોતાની સાથે કોઈ બીજાને પણ લઈને આવી રહ્યા છે તો તેના માટે અકાદમીને મેલ કરીને બતાવવાનું હોય છે.

સાથે જ તેના માટે અલગથી પેમેન્ટ પણ કરવાનું હોય છે. તેણે આગળ કહ્યું કે, આ બધા ગેસ્ટને બોલાવવા માટે ‘RRR’ની ટીમે પેમેન્ટ કર્યું હતું. સૌથી ઉપરવાળી સીટ માટે 750 રૂપિયા પ્રતિ વ્યક્તિ અનુસાર અને નીચેવાળી સીટ માટે 1500 રૂપિયા આપવામાં આવ્યા હતા. ઑસ્કરને ખરીદી નહીં શકાય. આ એવોર્ડમાં લોકોનો પ્રેમ હોય છે, પરંતુ ફિલ્મને લોકોની નજરોમાં લાવવા માટે તેના કેમ્પેઇન પર મોટા પ્રમાણમાં ખર્ચ કરવાનો હોય છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.