'સલમાનથી દૂર રહેજે, નહિ તો...', બિશ્નોઈ ગેંગે રાખીને કહ્યું- તારા ભાઈને કોઈ...

PC: hindi.lifeberrys.com

બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાને એન્ટરટેઈનમેન્ટ ક્વીન રાખી સાવંત સાથે ખાસ બોન્ડ શેર કર્યો છે. બંને વચ્ચેનો સંબંધ જાણીતો છે. રાખી સલમાનને પોતાનો ભાઈ માને છે. સાથે જ સલમાન પણ ભાઈ તરીકેની ફરજ નિભાવે છે અને દરેક મુશ્કેલ સમયમાં રાખીની સાથે ઉભો હોય છે. કદાચ આ જ કારણ છે કે, હવે રાખી અને સલમાનના સંબંધો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગને પરેશાન કરી રહ્યા છે. સલમાન ખાન બાદ હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગે રાખી સાવંતને ધમકી આપી છે.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે રાખી સાવંતને ધમકીભર્યા ઈમેલ મોકલ્યા છે, જેમાં અભિનેત્રીને સલમાન ખાનથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. બિશ્નોઈની ગેંગે ઈમેલમાં એવો પણ દાવો કર્યો છે કે મુંબઈમાં કડક સુરક્ષા હોવા છતાં તેઓ સુપરસ્ટાર સલમાન ખાનને મારી નાખશે.

રાખીએ મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં ધમકીભર્યા ઈમેલ વિશે માહિતી આપી છે. રાખીએ કહ્યું, તેઓ (લોરેન્સ બિશ્નોઈ ગેંગ) કહી રહ્યા છે કે, જો તમે સલમાન ખાન વિશે વાત કરી તો અમે તમને મારી નાખીશું. પરંતુ હું સલમાન ખાન વિશે વાત કરીશ, કારણ કે તેણે મારી માતા જ્યારે બીમાર હતી ત્યારે તેની મદદ કરી હતી.

તેમણે મારી માતાને કેન્સરથી બચાવવા માટે 50 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. હું તેમના વિશે કેમ વાત ન કરું? તેઓએ (લોરેન્સ બિશ્નોઈ ગેંગ) સિદ્ધુ મુસેવાલાની પણ હત્યા કરી હતી. જ્યારે કોઈ વ્યક્તિ જીવિત હોય ત્યારે આપણે તેના માટે સ્ટેન્ડ ન લેવું જોઈએ?

રાખીએ એ પણ જણાવ્યું કે, તેને મળેલા ધમકીભર્યા ઈમેલ માટે તે કોઈ કાનૂની કાર્યવાહી કરી રહી નથી. અભિનેત્રીએ કહ્યું, હું કોઈ કાર્યવાહી નથી કરી રહી. હું ભયભીત અને મૂંઝવણમાં છું. મને ખબર નથી કે મારે શું કરવું જોઈએ? હું આ ભગવાન પર છોડી દઉં છું.

રાખીને પ્રિન્સ માફી નામના વ્યક્તિ પાસેથી બે ઈમેલ મળ્યા છે, જે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગમાંથી હોવાનો દાવો કરે છે અને ગોલ્ડી બ્રાર જૂથ સાથે સંબંધ ધરાવે છે. રાખીને પહેલો ઈમેલ 18 એપ્રિલે સવારે 7.22 કલાકે મોકલવામાં આવ્યો હતો અને બીજો ઈમેલ પણ તે જ દિવસે બપોરે 1.19 કલાકે મોકલવામાં આવ્યો હતો.

રાખી સાવંતને મળેલા ધમકીભર્યા ઈમેલમાં લખવામાં આવ્યું હતું, રાખી, અમારે તારી સાથે કોઈ લડાઈ નથી. સલમાન ખાનના મામલામાં વચ્ચે પડતી નહીં, નહીં તો તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. અમે તારા ભાઈ સલમાનને બોમ્બેમાં જ મારી નાખીશું. ભલે તે ગમે તેટલી સુરક્ષામાં વધારો કરે. આ વખતે તેને સુરક્ષામાં જ મારવામાં આવશે. રાખી આ તારા માટે છેલ્લી ચેતવણી છે. અન્યથા તારે તૈયાર રહેવું પડશે.

બીજા ઈમેલમાં લખ્યું હતું, રાખી, અમે તને છેલ્લી વખત સમજાવી રહ્યા છીએ. આ પછી બોલીશું નહીં. સલમાન ખાનને કોઈ બચાવી શકે તેમ નથી. અમને કોઈનો પણ ડર નથી. સલમાનનું અભિમાન તોડવું પડશે. તેનામાં પૈસા અને સત્તાનું ઘણું અભિમાન છે. કાં તો તેણે ભાઈ ગોલ્ડી સાથે વાત કરવી જોઈએ અથવા મરવા માટે તૈયાર થઈ જવું જોઈએ. બહુ જલ્દી તેને તેના ઘરની બહાર મારી નાંખવામાં આવશે.

સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. હાલમાં જ 10 એપ્રિલની રાત્રે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં સલમાનને લઈને ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે ફોન પર પોતાનો પરિચય જોધપુરના ગાયના રક્ષક રોકી ભાઈ તરીકે આપ્યો હતો. વ્યક્તિએ પોલીસને ફોન કરીને કહ્યું કે તે 30 એપ્રિલે સલમાનને ખતમ કરી દેશે.

અગાઉ 18 માર્ચ, 2022ના રોજ, સલમાનના મેનેજર પ્રશાંત ગુંજલકરને ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં તેને અભિનેતા સાથે વાત કરવાનું કહેવામાં આવ્યું હતું. આ મેલ રોહિત ગર્ગના નામે મળ્યો હતો. ઈ-મેલમાં લખ્યું હતું કે, 'ગોલ્ડી બ્રારને તમારા બોસ એટલે કે સલમાન ખાન સાથે વાત કરવી છે. તેણે ઈન્ટરવ્યુ જોયો હશે, જો તેણે ના જોયો હોય તો તેને જોવા માટે કહો. જો તમારે મામલો બંધ કરવો હોય તો વાત કરાવી દો, જો તમારે સામ સામે વાત કરવી  હોય તો તે પણ કહો. હમણાં મેં તમને સમયસર જાણ કરી છે. આગલી વખતે આંચકો જ જોવા મળશે...'

સલમાનને ધમકી મળ્યા બાદ પોલીસ એક્શન મોડમાં છે. અભિનેતાની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp