ડુપ્લિકેટ શાહરુખે સંભળાવ્યા ‘જવાન’ના અસલી કિસ્સા, કેવી રીતે થયું શૂટ

પ્રશાંત શાહરુખનો લુક-અલાઇક છે. તે લગભગ 17 વર્ષથી શાહરુખ ખાનની બોડી ડબલ કરતો આવી રહ્યો છે. ફિલ્મ જવાનમાં પણ પ્રશાંતે કિંગ ખાન સાથે શૂટ કર્યું છે. શૂટિંગના અનુભવ પર તેણે વાતચીત કરી હતી. એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતા પ્રશાંત કહે છે કે, જ્યારે મને ખબર પડી કે ફિલ્મના ડિરેક્ટર એટલી છે અને તેમની તરફથી જવાન ઓફર કરવામાં આવી છે તો સાચું કહું તો હું ખૂબ એક્સાઈટેડ થઈ ગયો હતો. જ્યારથી અમે ફિલ્મનું ટીઝર શૂટ કર્યું છે ત્યારથી મારી અંદર અનુભવ હતો કે આ ફિલ્મ તો પઠાણથી પણ સારું કામ કરશે.

તેણે કહ્યું કે, હું પૂરી શૂટિંગ દરમિયાન સુપર એક્સાઈટેડ હતો. લાગતું કે કંઈક તો ખૂબ મોટું છે અને કમાલ થવાની છે જે બૉલિવુડ માટે નવું હશે. એ માત્ર મને નહીં, પરંતુ સંપૂર્ણ ક્રૂ, જે લગભગ 1,500 લોકોનો હતો. બધાને લાગતું હતું કે આ ફિલ્મ તો કમાલ કરશે. આજે પહેલા દિવસે જે રિસ્પોન્સ મળ્યો છે તે જોઈને લાગે છે કે અમારું વિચારવું જરાય ખોટું નહોતું. મેં આ ફિલ્મ માટે 130 દિવસ શૂટ કર્યું હતું. ફિલ્મમાં ઘણા બધા સીન્સ મેં કર્યા છે. ખાસ કરીને જે વાઈડ શૉટ પર સીન્સ છે તે મોટા ભાગે મારા દ્વારા કરેલા છે.

ટ્રેનમાં એક સ્મોક સીન છે. જ્યાં તે હાથોમાં બુલેટ ચલાવતો બહાર નીકળે છે. હું એ સિક્વેન્સને ફિલ્માવી રહ્યો હતો. એટલીજીએ આવીને કહ્યું કે, આ સીન તારે કમ્પ્લીટ કરવાનું છે. ત્યાં કેમ કે ચહેરો પૂરો રીવિલ નહોતો. એ સીન મેં કહ્યું હતું. શૂટ કરવાનું રસપ્રદ હતું પરંતુ ત્યાં એટલો ધૂમાડો ભરાયો હતો કે મારું ગળું ચોક થઇ ગયું. હાલત એવી હતી 4-5 દિવસ સુધી એ સ્મોક મારી બોડીમાં રહ્યું અને હું વાત પણ કરી શકતો નહોતો. વધુ એક સીનનો ઉલ્લેખ કરતા પ્રશાંત બતાવે છે કે એક જગ્યાએ બ્લાસ્ટ થઈ રહ્યો છે. કાંચ તૂડીને આવી રહી છે. ત્યાં આગ પણ હતી અને બાજુમાં બુલેટ રાખી હતી. એટલી સરે ઉપસ્થિત ફાઇટ માસ્ટરને પૂછ્યું પણ આ સીન સુરક્ષિત છે કે નહીં.

તેમના ઓકે બાદ શૂટ પૂરું થયું. એટલી સર ખૂબ ઇમ્પ્રેસ થઈ ગયા હતા. તેમણે આવીને મને ગળે લગાવતા કહ્યું કે, પ્રશાંત તે પરફેક્ટ સીન આપ્યું છે. પ્રશાંત કહે છે કે એક સીન છે જ્યાં શાહરુખ હમશકલ પિતાને ગળે લગાવી રહ્યો હોય છે. અહી શૂટ દરમિયાન ખૂબ રસપ્રદ કિસ્સો થયો હતો. જ્યારે તે યંગ ગેટઅપમાં હતો તો મેં વૃદ્ધ શાહરૂખના રૂપમાં હતો. તો જ્યારે તે વૃદ્ધ બન્યો તો મને યંગનું ગેટઅપ લેવું પડ્યું, જેથી કેમેરાથી માત્ર તેનો ક્લોઝઅપ શૉટ થઈ શકે. આ ફિલ્મમાં શાહરૂખના લૂક્સ ખૂબ અલગ-અલગ હતા, જેના હિસાબે અમારે રોજ તૈયાર થવું પડતું હતું. એક દિવસમાં બે લૂક્સની શૂટિંગ થતી હતી.

પોતાના બોલ્ડ લૂક પર પ્રશાંત કહે છે કે, આ આખા લૂકમાં બોલ્ડ લૂકનું લાંબુ મેકઅપ થતું હતું કેમ કે અમારે પ્રોસ્થેટિકનો સહારો લેવો પડતો હતો. હા જ્યારે પ્રોસ્થેટિક મેકઅપ કરવાનું રહેતું હતું તો એ દિવસે એક ક લૂકમાં શૂટિંગ થતી હતી. આ મેકઅપમાં 3-4 કલાક લાગી જતા હતા. અમે દરેક અલ્ટરનેટ દિવસોમાં બોલ્ડ લૂક કરતા હતા કેમ કે આ મેકઅપ સાથે અમારે સેટ પર 10-12 કલાક કાઢવા પડતા હતા. આ કારણે સતત આ મેકઅપના કારણે સ્કીન પર રેશેજ આવવાના શરૂ થઈ જતા હતા. મને તો ફોલ્લા થવા માગ્યા હતા. એટલે અમે દર બીજા દિવસ બાદ પ્રોસ્થેટિક મેકઅપથી પસાર થતા હતા.  

પ્રશાંત બતાવે છે કે અમે એ સમયે શૂટ કરી રહ્યા હતા જ્યારે આખો દેશ લોકડાઉનથી પસાર થઈ રહ્યો હતો. એવી સ્થિતિ હતી કે આખી મુંબઈ બંધ છે, પરંતુ અમારી ફિલ્મની શૂટિંગ ચાલી રહી છે. અહી સુધી કે વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાયેલા હોય, પરંતુ અમે એક ટ્રેકના સહારે સેટ પર એન્ટ્રી કરતા હતા. એક તો સેટ પર નવું પેન્ટ લાગેલું છે અને બહાર વરસાદ તેજ હતો. પેઇન્ટિંગ આંખોમાં લાગી રહી હતી, પરંતુ અમને એ જ દીવાલો વચ્ચે રહીને શૂટ કરવું પડતું હતું. આ દરમિયાન શાહરુખની ફેમિલી પર જે વીત્યું તેનાથી દરેક વાકેફ છે, પરંતુ પોતાની પર્સનલ લાઇફના સ્ટ્રેસ અને ટેન્શનને તેણે સેટ પર ક્યારેય લાવવા દીધું નથી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.