સુહાના ખાને પોતે ખેડૂત એવું બતાવીને 13 કરોડની ખેતીલાયક જમીન ખરીદી

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે. તેની ફિલ્મ 'The Archies' નેટફ્લિકસ પર રીલિઝ થવાની છે. ફિલ્મની રીલિઝ ડેટ અત્યાર સુધી સામે આવી નથી. એ અગાઉ જ સુહાના ખાને મુંબઈથી નજીક અલીબાગમાં 13 કરોડની પ્રોપર્ટી ખરીદી લીધી છે. પૈસા હોય તો શું નહીં થઈ શકે, માલિકવાળી વાત છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે રજીસ્ટ્રેશન પેપર્સમાં સુહાનાને એગ્રિકલ્ચરિસ્ટ બતાવવામાં આવી છે એટલે કે ખેડૂત. સુહાના ખાને અલીબાગના થાલ ગામમાં દોઢ એકર જમીન ખરીદી છે. આ દરમિયાન સાઇડવાળી પ્રોપર્ટીના 2218 સ્ક્વેર ફૂટ પર ત્રણ ઘર બન્યા છે. બાકી હિસ્સો ખાલી છે.
આ જમીનની કિંમત છે 12.91 કરોડ રૂપિયા. 1 જૂનના રોજ આ જમીનનું રજીસ્ટ્રેશન થયું છે. તેના માટે 77.46 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવામાં આવી છે. આ કાગળોમાં સુહાના ખાનને ખેડૂત બતાવવામાં આવી છે, જેનો અર્થ એ નીકળે છે કે તેણે આ જમીન ખરીદવાનું ઉદ્દેશ્ય ખેતી બતાવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ જ પ્રોપર્ટીની બાજુમાં શાહરુખ ખાનનો અલીબાગવાળો બંગલો છે. આ બંગલો પણ બીચ સાઇડ પર જ છે. તેમાં સ્વિમિંગ પુલ અને હેલીપેડ જેવી સુવિધાઓ પણ છે.
શાહરુખ ખાન પોતાની બર્થડે મનાવવા અહીં જ જાય છે. એ સિવાય તેમના બાળકો અને તેમના મિત્રો પણ અહી જઈને પાર્ટી બાર્ટી કરે છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, આ પ્રોપર્ટી એક્ટર દુર્ગા ખોટેના પરિવારની હતી. દુર્ગાની દીકરીઓ અંજલી, રેખા અને પ્રિયા ખોટેને આ પ્રોપર્ટી વારસામાં મળી હતી. સુહાનાએ તેમની પાસેથી જમીન ખરીદી છે. સુહાના ખાન અત્યારે જ બ્રાઝિલથી ભારત ફરી છે. અહી તે નેટફ્લિકસ તરફથી પોતાની ફિલ્મ 'The Archies'ને પ્રેઝન્ટ કરવા પહોંચી હતી. તેની સાથે ફિલ્મના ડિરેક્ટર ઝોયા અખ્તર અને ફિલ્મની પ્રાઇમરી સ્ટારકાસ્ટ પણ હતી. 'The Archies' એક અમેરિકન કોમિક્સ છે. આ ફિલ્મ તેના પર બેઝ્ડ છે.
ફિલ્મમાં શાહરુખ ખાનની દીકરી સુહાના સિવાય પણ ઘણા સ્ટાર કિડ્સ છે. શ્રીદેવીની દીકરી ખુશી કપૂર પણ આ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરવા જઇ રહી છે. અમિતાભ બચ્ચનની પૌત્રી અગસ્ત્યા નંદા પણ આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે. આ ત્રણેય સિવાય આ ફિલ્મમાં વેદાંગ રૈના, મિહિર આહુજા અને યુવરાજ મેંડા જેવા એક્ટર્સ કામ કરી રહ્યા છે. ગત દિવસોમાં ‘The Archies'નું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું છે. ટીઝર આવતા જ ફિલ્મ પર નેપોટિઝ્મને પ્રોત્સાહન આપવાના આરોપ લાગવા લાગ્યા છે. ફિલ્મની રીલિઝ ડેટ જલદી જ જાહેર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp