નોરા ઈચ્છતી હું જેકલીનને છોડી દઉં-સુકેશના નવા લેટરમાં એવા દાવા કે ચકરાવે ચઢી જશો

PC: koimoi.com

200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ મામલામાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે વધુ એક ચોંકાવનારા દાવા સાથે ચિઠ્ઠી લખી છે. સુકેશે આ વખતે આ ચિઠ્ઠી નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડિઝ વચ્ચે વિવાદને લઈને લખી છે. સુકેશે દાવો કર્યો કે નોરા ફતેહીએ આર્થિક અપરાધ બ્યૂરો (EOW) સામે પોતાનું નિવેદન બદલ્યું હતું. સુકેશે એવુ પણ કહ્યું કે, નોરા ઈચ્છતી હતી કે હું જેકલીનને છોડી દઉં. મારા ના પાડવા છતા નોરા મને હેરાન કરતી હતી. સુકેશે પોતાની ચિઠ્ઠીમાં લખ્યું છે કે, તે પહેલા EDની સામે એક અલગ નિવેદન આપે છે જે કોર્ટમાં સ્વીકાર્ય છે અને એક પુરાવો પણ છે. બાદમાં હવે  EOW અને એક મેજિસ્ટ્રેટની સામે આખુ નિવેદન બદલી દે છે અને નવી સ્ટોરી બનાવવામાં આવે છે. તેને જ ખૂબ જ સારી રીતે સત્ય સાબિત કરવામાં આવી શકે છે અને ED અને હવે EOWની ચાર્જશીટ સાથે સરખામણી કરી શકાય છે. એ સ્પષ્ટરીતે દેખાય છે કે નોરા કઈ રીતે હેરફેર કરી રહી છે અને દુર્ભાવનાપૂર્ણરીતે ગેરમાર્ગે દોરી રહી છે.

નોરાનો દાવો છે કે, તેને કાર નહોતી જોઈતી અથવા તેણે તે કાર પોતાના માટે નથી લીધી, આ એક ખૂબ જ મોટું જુઠાણું છે કારણ કે, તે જીદ કરી રહી હતી કે CLAના રૂપમાં કાર બદલવી છે. તે ખૂબ જ સસ્તી લાગી રહી છે. આ અંગેના ચેટ અને સ્ક્રીનશોટ પણ સુરક્ષિત છે. કોઈ જુઠાણુ નથી. વાસ્તવમાં હું તેને રેન્જ રોવર ગિફ્ટ કરવા માંગતો હતો પરંતુ, કાર સ્ટોકમાં નહોતી અને તે અરજન્ટમાં કાર ઈચ્છતી હતી આથી મેં તેને BMW S સીરિઝ આપી. જેનો તે લાંબા સમય સુધી ઉપયોગ કરતી હતી કારણ કે, તે ભારતીય નથી. તેણે મને તે કાર તેની સૌથી સારા મિત્રના પતિ બોબીના નામ પર તેનું રજિસ્ટ્રેશન કરાવવા માટે કહ્યું. મારા અને નોરા વચ્ચે ક્યારેય કોઈ પ્રોફેશનલ લેવડ-દેવડ નથી થઈ, જેવો કે તે દાવો કરી રહી છે કે તેણે મારા ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો, જેને માટે તેની એજન્સીને આધિકારીક ચુકવણી કરવામાં આવી હતી.

હું અને જેકલીન એક ગંભીર રિલેશનશિપમાં હતા, મેં નોરાથી બચવાનું શરૂ કરી દીધુ, પરંતુ તે ફોન કરીને મારા પર દબાણ કરતી રહી અને સાથે જ મને એક મ્યુઝિક પ્રોડક્શન કંપની બનાવવા માટે બોબીની મદદ લેવા માટે કહેતી હતી, જે મેં કર્યું. સાથે જ તે મને હર્મેસના ઘણા ફોટા મોકલતી રહી. બેગ અને જ્વેલરી જે એ ઈચ્છતી હતી, જે મેં તેને આપી, જેનો તે આજ સુધી ઉપયોગ કરી રહી હતી, તેને હેમીઝ બેગનું એક બિલ રજૂ કરવા માટે કહો જે તેની પાસે નથી. બેગ 2 કરોડ કરતા વધુ કિંમતનું છે.

આજે તે વાતો કરી રહી છે કે મેં તેને એક ઘર આપવાનો વાયદો કર્યો હતો પરંતુ, તેણે મોરક્કોના કૈસાબ્લાંકામાં પોતાના પરિવાર માટે એક ઘર ખરીદવા માટે પહેલાથી જ મારી પાસેથી એક તગડી રકમ લઈ લીધી છે, તેના દ્વારા આ તમામ નવી સ્ટોરીઓ 9 મહિના પહેલા EDના નિવેદન બાદ કાયદાથી બચવા માટે તૈયાર કરવામાં આવી છે.

જેકલીન વિશે તેણે પોતાની ચિઠ્ઠીમાં લખ્યું છે કે, તેણે જે કંઈ પણ કહ્યું છે તે વિશે હું કોઈ ટિપ્પણી અથવા કંઈ કહેવા નથી માંગતો માત્ર, એટલા માટે કારણ તે એ વ્યક્તિ છે જેને હું પ્રેમ અને સન્માન આપુ છું અને તે હંમેશાં મારા જીવનનો હિસ્સો છે, કોઈ છે જે મારું દિલ રાખે છે અને જે કંઈ પણ તેને યોગ્ય લાગે અને ખુશ રાખે તે એ કરી શકે છે. હું ક્યારેય તેનો વિરોધ નહીં કરીશ કારણ કે, મને ખબર છે કે આ સમગ્ર પ્રકરણે તેના પર કેટલી અસર કરી છે અને મેં પહેલા પણ કહ્યું છે કે, એ સુનિશ્ચિત કરવાની જવાબદારી મારી છે કે તે તેનાથી બહાર છે. આ આખી ઝંઝટ સાથે તેને કોઈ લેવા-દેવા નથી, મારા ચાહકોએ મારા પર દબાણ બનાવવા માટે જ હેરાન કર્યો છે અને હવે ટૂંક સમયમાં જ એ સાબિત થઈ જશે.

તેણે હાલમાં જ EOWની સામે જે પણ કહ્યું છે, મને વિશ્વાસ છે કે તેની પાસે કારણ છે પરંતુ, ફરીથી નહીં. ભલે કંઈ પણ થાય હું તેની સાથે ઊભો રહીશ અને તેને નિર્દોષ સાબિત કરીશ, જેકલીન સિવાય કોઈ અન્ય વ્યક્તિ મુરખ બનાવવાનો પ્રયાસ કરશે તો હું કાયદાકીય લડાઈ લડીશ અને તેમના જુઠાણાને સાબિત કરીશ. જેકલીને જે કંઈ પણ કહ્યું છે, એટલા માટે નહીં કે તે સત્ય છે પરંતુ હું તેને ખૂબ જ પ્રેમ કરું છે અને તે જાણે છે કે અમે શું શેર કરીએ છીએ. તમે હંમેશાં કોઈ એવી વ્યક્તિ માટે ગોળી ખાઈ શકો છો જેને તમે પ્રેમ કરો છો, આથી હું કોઈપણ ટિપ્પણી કરવા નથી માંગતો અને કંઈ કહેવા નથી માંગતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp