મારી છોકરીની બલિ નહીં ચઢાવી શકું, તેને કોઈ વોટ ન આપશો: સુંબુલના પિતા
સુંબુલ તૌકી ખાન બિગ બોસની સૌથી નાની સ્પર્ધક છે. સુંબુલે જ્યારે બિગ બોસમાં એન્ટ્રી કરી તો દરેકને લાગ્યું હતું કે તે શોમાં ધમાલ મચાવી દેશે. પરંતુ સુંબુલ શોમાં એન્ટ્રી કરતા જ બિગ બોસની સૌથી વીક સ્પર્ધક બની ગઈ છે. સુંબુલ માત્ર શાલિનની સાથે જ જોવા મળે છે. તેવામાં શાલિન સાથે સુંબુલના રિલેશન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. હવે એક્ટ્રેસના પિતાએ સુંબુલને લઈને શોકિંગ સ્ટેટમેન્ટ આપ્યું છે.
સુંબુલના પિતાએ આજતક સાથેની વાતચીતમાં કહ્યું છે કે, મેં મારી છોકરી, જે 18 વર્ષની છે, તેને એક ટ્રેનિંગ માટે બિગ બોસમાં મોકલી હતી. અસલમાં, મારી છોકરીએ પોતાની લાઈફમાં ક્યારેય નેગેટિવીટી જોઈ નથી. તે હંમેશાં મારી છાયામાં જ રહી છે. હું ઈચ્છતો હતો કે તે બિગ બોસમાં જઈને લોકોને સમજે અને જાણે કે દુનિયામાં કેટલા ફરેબી લોકો છે. મારી છોકરી ચાર મહિના ત્યાં રહીને જે શીખતે, તે કદાચ 40 વર્ષમાં પણ નહીં શીખી શકતે. મને એ ખબર ન હતી કે મારી છોકરીનું કેરેક્ટર એસેસિનેશન કરવામાં આવશે. મારી છોકરીનો નેશનલ ટીવી પર જે રીતે તમાશો બનાવવામાં આવી રહ્યો છે તેનાથી મને ઘણી તકલીફ થઈ રહી છે.
સુંબુલના પિતા આગળ કહે છે કે-આ જ કારણથી હું ઘણો દુખી થયો છું, મેં આ 18 વર્ષમાં મારી છોકરીના આંખમાં આસું આવવા દીધા નથી. હું તેને ખિજવાયો પણ નથી અને મારી છોકરી ત્યાં સતત રડતી જોવા મળે છે. આ જોઈને મારું દિલ દુભાય છે. હું તેના ફેન્સને વિનંતી કરું છું કે તમે જો ખરેખરમાં મારી છોકરીને પ્રેમ કરતા હોવ તો પ્લીઝ તેને વોચ ન કરશો. તે નોમિનેટ છે અને જલદીથી એલિમિનેટ થઈ જાય. હું એક ટ્રોફી ગેમ માટે મારી છોકરીની બલિ ચઢાવવા નથી માંગતો. હું મારી છોકરીને ખોવા નથી ઈચ્છતો. તે જેવી જ અંદર ગઈ હતી, તેવી જ બહાર આવી જાય. હું તેને બીજી વખત હસતી રમતી સુંબુલ બનાવવા ઈચ્છું છું. ત્યાં જઈને તેણે પોતાની પર્સનાલિટી ગુમાવી દીધી છે. તે ત્યાંના લોકોના રવૈયાથી અજાણ છે.
મેં જો સાજીદ ખાનની વાત પહેલા માની લીધી હોતે. સાજીદજીએ તે સમયે મને કહ્યું હતું કે તે માત્ર 18 વર્ષની છે અને તેણે કોલેજ જવું જોઈએ, ટ્રાવેલ કરવું જોઈએ. કાશ તે મને પહેલા મળ્યા હોતે. હું મારી છોકરીને સારી વસ્તુ શીખવી શકતે. હું કંઈ કરી શક્યો નહીં અને હવે હું પોતાને એક ફેલિયર પિતામાનું છું. હવે લાગે છે કે બિગ બોસના ઘરમાં મોકલીને મેં ઘણી મોટી ભૂલ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp