ફિલ્મોના બોયકોટ ટ્રેન્ડ પર સુનીલ શેટ્ટીએ તોડ્યું મૌન,કહ્યું- હું આમાં હસ્તક્ષેપ.

હાલમાં બોલિવુડની ફિલ્મોની બોક્સ ઓફીસ પર ખરાબ સ્થિતિ છે. મિસ્ટર પરફેક્શનનિસ્ટ આમીર ખાન અને કમર્શિયલી હિટ એક્ટર અક્ષય કુમાર પણ ફેલ સાબિત થઇ રહ્યા છે. એક-એક કરીને અત્યાર સુધી અનેક ફિલ્મો થીએટર્સથી ખાલી હાથ રિટર્ન થઈ ચૂકી છે. ફિલ્મોના બોયકોટ પર હવે એક્ટર સુનીલ શેટ્ટીએ મૌન તોડ્યું છે અને આને બોલિવુડનો સૌથી ખરાબ સમય ગણાવ્યો છે.

સુનીલ શેટ્ટી હાલમાં જ એક ઇવેન્ટમાં હાજર રહેવા માટે રાયપુર ગયો હતો, જ્યાં તેને ફિલ્મોને બોયકોટ કરવા પર પોતાનો અભિપ્રાય આપ્યો અને દુ:ખ પણ વ્યક્ત કર્યું. DNA ના રિપોર્ટ અનુસાર, એક્ટરને બોયકોટ પર પ્રશ્ન પૂછતા તેને કહ્યું કે, ‘અમે ખૂબ જ સારું કામ કર્યું છે. જો કે, લોકો હાલમાં ફિલ્મોના સબ્જેક્ટથી ખુશ નથી અને એટલે જ આપણે આટલા ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ. આશા છે, આના પર વિચાર કરવામાં આવશે.’

એક્ટરે વાતચીતમાં આગળ કહ્યું કે, ‘શરૂઆતમાં એવું લાગતું હતું કે, આ માત્ર એક વારની વાત છે, પણ હવે આપણે સતત જોઈ રહ્યા છે કે, લોકો થીયેટરમાં નથી આવી રહ્યા અને હું તેમાં હસ્તક્ષેપ નથી કરી શકતો કે, શું થઇ રહ્યું છે અને કેમ થઇ રહ્યું છે?’

હાલમાં જ રીલિઝ થયેલી આમીર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ને બોયકોટના કારણે બોક્સ ઓફીસ પર કમાણી કરી શકી ન હતી. ફિલ્મને બનાવવામાં આમીર ખાને ચાર વર્ષનો સમય લીધો, પણ જ્યારે રીલિઝની વાત આવી તો તેને દેશ પર આપેલા એક જુના નિવેદનને સોશિયલ મીડિયા પર બોયકોટ ટ્રેન્ડનો ભાગ બનાવી દેવામાં આવ્યો હતો. આમીરે પોતાની ફિલ્મને એક વાર જોવા માટે પ્રેક્ષકોને લાખો વાર અપીલ કરી, પણ ફિલ્મ પ્રેક્ષકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં નિષ્ફળ રહી હતી.

‘લાલ સિંહ ચડ્ડા’ની સાથે રીલિઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’ની પણ બોક્સ ઓફીસ પર આ જ સ્થિતિ રહી. ફેસ્ટીવલ રીલિઝ અને શાનદાર પ્રમોશનના પછી પણ ફિલ્મ વધારે કમાલ કરી શકી ન હતી.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.