સુનીલ શેટ્ટીએ ટામેટા ખાવાના ઓછા કર્યા, બોલ્યો- લોકોને લાગે છે મને શું ફરક...

PC: livehindustan.com

સુનીલ શેટ્ટીનું કહેવું છે કે, ટામેટાના ભાવમાં વધારાના કારણે લોકોના જમવાનાનો સ્વાદ બગાડી નાખ્યો છે. તેઓ બોલ્યો કે, લોકોને લાગે છે કે, તે સુપરસ્ટાર છે. પૈસા વધવાથી ફરક ન પડતો હોય. પણ એવું નથી. તેણે કહ્યું કે, તે હંમેશા મોલ ભાવ કરતા રહે છે અને હવે ટામેટા ખાઇ રહ્યો છે. સુનીલ શેટ્ટી રેસ્ટોરન્ટના માલિક છે. તેણે કહ્યું કે, તે પોતાના ખંડાલા વાળા ફાર્મહાઉસ પર કેટલાક શાકભાજીઓ પણ ઉગાડે છે.

સુનીલ શેટ્ટી દુનિયાની નજરમાં મોટો એક્ટર છે પણ, તેની ચિંતાઓ પણ સામાન્ય વ્યક્તિ જેવી છે. આ વાતો તેણે એક મીડિયા ઇન્ટર્વ્યુમાં કહી હતી. તેણે ઇન્ટર્વ્યુમાં કહ્યું કે, મારી પત્ની માના ફક્ત એક કે બે દિવસ માટે જ શાકભાજી ખરીદે છે. અમે તાજુ ખાવામાં વિશ્વાસ રાખીએ છીએ. ટામેટાના ભાવ હાલ આસમાને ચાલી રહ્યા છે અને તેનાથી અમારું કિચન પર પ્રભાવિત થયું છે. હું હવે ટામેટા નથી ખાતો. લોકોને લાગી શકે છે કે, હું સુપરસ્ટાર છું, આ વસ્તુઓથી મને શું ફર્ક પડશે. પણ એવું નથી. અમારે પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

સુનીલ શેટ્ટીએ કહ્યું કે, તે ફળ અને સબ્જીઓ એક એપથી ખરીદે છે અને ટામેટાના ભાવ પર પણ બોલ્યો. તેણે કહ્યું કે, આ એપ્સ પર તમે ભાવ જુઓ, ચોંકી જશો. આ દુકાનો અને બજારથી સસ્તા છે. મારુ રેસ્ટોરન્ટ પણ છે અને ભાવ માટે હંમેશા મોલ ભાવ કર્યો છે. પણ ટામેટાના ભાવ વધવા પર લોકોને ટેસ્ટ અને ક્વોલિટીથી કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. મારે પણ કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે.

હાલ સુરતમાં પણ ટામાટેના ભાવ વધારાના કારણે ટામેટાની ચોરી જેવી ઘટના બની છે. ટામેટાના ભાવ વધારાના કારણે દેશમાં અન્ય ઘણી જગ્યા પર પણ શાકભાજીની ચોરી થઇ રહી છે અને આ ચોરીના કારણે શાકભાજીના વેપારીઓએ નુકસાન વેઠવું પડી રહ્યું છે અને વેપારીઓ ચોરીની ફરિયાદ પોલીસમાં કરી રહ્યા છે અને પોલીસોએ મહત્વના કેસ મૂકીને શાકભાજીના ચોરોને પકડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp