સની દેઓલે ઢાઇ કિલોના હાથ પર સર્વ ધર્મની મહેંદી મુકાવી, જે નિમિષા પારેખે મુકી હતી

બોલીવુડના સુપરસ્ટાર અને ઢાઈ કિલો હાથના ડાયલોગથી જાણીતા સની દેઓલના પુત્ર કરણના લગ્ન 18મી જુને તેની ગર્લફ્રેન્ડ દ્રિશા સાથે યોજાઈ ગયા હતા. મુંબઈ ખાતે યોજાયેલા લગ્ન સમારંભ પહેલા 15 જૂને યોજાયેલી મહેંદી સેરેમનીનો કાર્યક્રમ સુરતની ખ્યાતનામ આર્ટિસ્ટ નિમિષાબેન પારેખના હાથે સંપન્ન થયો હતો.

આંતરરાષ્ટ્રીય મહેંદી કલાકાર નિમીષાબેન પારેખની મુકેલી આ મહેંદીની સોશિયલ મીડીયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. તેનું કારણ એવું છે કે હમેંશા શરમાળ જોવા મળતા સની દેઓલે પુત્રના લગ્નની ખુશીમાં પોતાના હાથ પર સર્વધર્મ સમભાવની એકતા દર્શાવતા સિમ્બોલ વાળી મહેંદી કરાવી છે અને બીજી મહત્ત્વની અને સુરતને ગર્વ અપાવનારી વાત એ છે કે દુનિયાભરમાં જાણીતી બનેલી સુરતની મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખે સની દેઓલ, કરણ દેઓલ અને દેઓલ પરિવારના લોકોને મેહંદી મુકી છે.કરણ દેઓલના લગ્ન માટે નિમિષાને મહેંદી માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સની દેઓલે હિંદુ-મુસ્લિમ-શીખ-ઇસાઇ જે આપણે ભાઇચારાની વાત ભણતા આવ્યા છે તેને ચરિતાર્થ કરી હતી.

સની દેઓલના પુત્ર કરણના લગ્નની મહેંદી સેરેમની 15 જૂને હતી અને દેઓલ પરિવારે મુંબઇના બંગલામાં રાખેલા ફંકશનમાં સુરતની જાણીતી મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેષને આમંત્રણ આપ્યું હતું. નિમિષા પારેખ દેશ વિદેશમાં જાણીતી છે અને અમેરિકામાં 350થી વધારે મહેંદી આર્ટિસ્ટોને તાલીમ આપી ચૂકીછે.

નિમિષા પારેખે કહ્યું કે, અમને સની દેઓલ પરિવાર તરફથી મહેંદી સેરેમનીમાં મહેંદી મુકવા માટે આમં ત્રણ મળ્યું હતું. સની દેઓલ આમ તો મહેંદી મુકાવવાથી દુર રહે છે, પરં તુપુત્રના લગ્નની ખુશીમાં એમણે મહેંદી મુકાવી પહેલાં AUMની સિમ્બોલની મહેંદી મુકાવવાનું નક્કી થયું, પરંતુ ચર્ચા કર્યા પછી સનીએ કહ્યું કે, બધા જ ધર્મને સ્થાન આપીએ તો કેવું રહેશે? આખરે તેમણે હિંદુ ધર્મનું ચિહ્ન(ઓમ), મુસ્લિમધર્મનું ચિહ્ન (ચાંદ), શીખ ધર્મનું ચિહ્ન (ખંડા) અને ખ્રિરિસ્તીધર્મનું (હોલીક્રોસ)નીમહેંદીમુકાવી હતી.

સની દેઓલના બંગલાની બહાર મોટા પ્રમાણમાં મીડિયા કર્મીઓ હાજર હતા. સની દેઓલે બહાર જઇને પોતાના હાથની મહેંદી મીડિયાને બતાવી હતી અને તમના આ સર્વ ધર્મ સમભાવની વિચારધારાના સોશિયલ મીડિયા પર ભારે વખાણ થઇ રહ્યા છે.

નિમિષાએ કહ્યું કે સની દેઓલના પુત્ર કરણે પણ તે ની થનારી પત્ની દ્વિશાના નામની મહેંદી મુકાવી હતી. તો કાકા બોબી દેઓલ પણ લવના સિમ્બોલ વાળી મહેંદી મુકાવી. સની દેઓલ પરિવારના સંબધી દિપ્તી ભટનાગરે શ્રી યંત્રની મહેંદી મુકાવી હતી. માત્ર નજીકના સંબંધીઓ સાથેની આ મહેંદી સેરમેનીમાં મહિલાઓએ પણ ઉત્સાહથી મહેંદી મુકાવી હતી.

નિમિષાએ કહ્યુંકે આમારા માટે અવિસ્મરણીય પ્રઅવિસ્મરણીય પ્રસંગ હતો, કારણ કે મારા માટે મહેંદી માત્ર મહેંદી નથી, પરંતુ તેની સાથે ઇમોશન સંકળાયેલા છે, તે એક લાઇફ ટાઇમ મેમરી છે અને જિંદગીના ઉત્સાહ અને સુંગધનો એક મેસેજ છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.