'ગદર-2' બાદ શું 'બોર્ડર-2' પણ આવવાની છે, જાણો સની દેઓલે શું કહ્યું

PC: indiatoday.in

બોલિવુડમાં હાલમાં દિવસોમાં ગદર મચ્યો છે. સની દેઓલથી લઈને અનિલ શર્મા સહિત અન્ય સ્ટારકાસ્ટ ‘ગદર 2’ની સફળતાનું સેલિબ્રેશન મનાવી રહ્યા છે. 300 કરોડના ક્લબમાં સામેલ થયેલી આ ફિલ્મનું સેલિબ્રેશન ચારેય તરફ જોવા મળી રહ્યું છે. તેના બધા શૉઝ હાઉસફુલ જઈ રહ્યા છે. એટલું જ નહીં, હવે તો આખા દેઓલ પરિવાર બાદ હેમા માલિની પણ પોતાના સાવકા પુત્રની ફિલ્મ જોઈ ચૂક્યા છે અને રીએક્શન આપી ચૂક્યા છે, પરંતુ આ બધા વચ્ચે સની દેઓલની એક પોસ્ટ સામે આવી છે, જેમાં તેઓ કેટલીક અફવાઓ પર ફૂલ સ્ટોપ લગાવતા નજરે પડી રહ્યા છે.

સની દેઓલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ કરી. તેમાં લખ્યું કે, ‘મારી બાબતે કેટલાક એવા સમાચાર આવી રહ્યા છે કે મેં કેટલીક ફિલ્મો સાઇન કરી છે, પરંતુ હું તમને બધાને કહેવા માગું છું કે, હું અત્યારે માત્ર ‘ગદર 2’ પર ધ્યાન લગાવી રહ્યો છું અને તમારા લોકોનો પ્રેમ હાંસલ કરી રહ્યો છું. મેં કોઈ પણ ફિલ્મ સાઇન કરી નથી અને યોગ્ય સમય પર જલદી જ એક ખાસ વસ્તુની જાહેરાત કરીશ. ત્યાં સુધી તમે તારા સિંહ અને ગદર 2 પર એવી જ રીતે પ્રેમ વરસાવતા રહો.’

હવે તમારામાંથી ઘણા લોકો કન્ફ્યૂઝ થઈ રહ્યા હશો કે અહીં સની દેઓલે એવી પોસ્ટ શા માટે કરી? ઉલ્લેખનીય છે કે હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સની દેઓલ ફિલ્મ મેકર જે.પી. દત્તા સાથે હાથ મળાવી રહ્યા છે અને જલદી જ ‘બોર્ડર 2’ પર કામ શરૂ કરવા જઈ રહ્યા છે. અહી સુધી કે એમ પણ કહી દેવામાં આવ્યું હતું કે, આ ફિલ્મની કહાની 1971માં થયેલા ભારત અને પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. તેમાં જૂની સ્ટારકાસ્ટ નજરે નહીં પડે. આ સમાચાર બાદ એક્ટરે રીએક્ટ કર્યું છે.

સની દેઓલની આ પોસ્ટમાં બે પ્રકારની વાતો છે. પહેલી વાત એ કે તેમણે અત્યારે કોઈ ફિલ્મ સાઇન કરી નથી, પરંતુ તેઓ જલદી જ કંઈક સ્પેશિયલ અનાઉન્સ કરવાના છે. એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે એક્ટર ‘બોર્ડર 2’ બાબતે જ કદાચ કંઈક બતાવશે, પરંતુ અત્યારે તેઓ આ બાબતે વાત કરવા માગતા નથી. એટલે પણ કેમ કે જો લોકોનું ધ્યાન ‘ગદર 2’ પરથી હટી ગયું અને એ તરફ જતું રહ્યું તો તેમનું નુકસાન પણ થઈ શકે છે. ખેર હવે સની દેઓલના અનાઉન્સમેન્ટ સુધી એ સસ્પેન્સ બન્યું રહેશે કે તેઓ શું જાહેરાત કરવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp