'ગદર-2'ની ધમાલ, સનીની ફિલ્મ 400 કરોડ પાર, આ રેકોર્ડ્સ તૂટ્યા

PC: indiatimes.com

2023માં પઠાણ ફિલ્મથી શરૂ થયેલી બોક્સ ઓફિસ સફળતાનો સિલસિલો 'ગદર-2'એ ચાલુ રાખ્યો છે. બોલિવુડમાં ફરી સારા દિવસો આવી ગયા છે. હિંદી સિનેમાના ફેન્સની ખુશી સાતમા આશમાને છે. ઓગસ્ટમાં બોલિવુડે ડંકો વગાડ્યો છે. જેમાં સની દેઓલની ફિલ્મ 'ગદર-2' પહેલા નંબરે છે. જેણે તોફાની કમાણી કરી છે.

22 વર્ષ પછી બોક્સ ઓફિસ પર ફરી આવીને તારા સિંહે 'ગદર-2'માં ખરા અર્થમાં ગદર મચાવી. અનિલ શર્માના ડિરેક્શનમાં બનેલી 'ગદર-2'એ ઈતિહાસ રચ્યો છે. ફિલ્મે 12 દિવસમાં 400.70 કરોડનું કલેક્શન કર્યું છે. સની દેઓલની 'ગદર-2' પહેલી ફિલ્મ છે જેણે 400 કરોડની કમાણી કરી છે.

તરણ આદર્શ અનુસાર, સનીની ફિલ્મે મંગળવારે 12.10 કરોડની કમાણી કરી છએ. 'ગદર-2'એ ભારતમાં 400.70 કરોડનું કલેક્શન કર્યું છે. બીજા મંગળવારે ફિલ્મની કમાણીમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં ફિલ્મે ધમાલ મચાવી છે. ચાલુ દિવસોમાં પણ 'ગદર-2'ની પકડ મજબૂત રહી છે.

પઠાણને આપી રહી છે ટક્કર 'ગદર-2'

'ગદર-2' પહેલા શાહરૂખ ખાનની પઠાણે સૌથી ઝડપથી 400 કરોડની કમાણી કરી હતી. આ લિસ્ટમાં આવનાર પહેલી હિંદી ફિલ્મ હતી. હવે 'ગદર-2'એ પઠાણના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. બંને ફિલ્મોએ 12 દિવસમાં 400 કરોડની કમાણી કરી છે. તો બાહુબલી-2 હિંદીએ 14 દિવસમાં 400 કરોડ ક્લબમાં એન્ટ્રી મારી હતી. કેજીએફ-2એ 23 દિવસમાં 400 કરોડ ક્લબમાં પ્રવેશ કરેલો. તો 'ગદર-2'એ વર્લ્ડ વાઈડ 500 કરોડની કમાણી કરી લીધી છે.

ભારતમાં ખાસ કરીને નાના શહેરોમાં 'ગદર-2'નો ક્રેઝ છે. સનીની ફિલ્મ શાહરૂખની પઠાણને ટક્કર આપી રહી છે. જે સ્પીડે 'ગદર-2' કમાણી કરી રહી છે તેને જોતા હજુ ઘણા રેકોર્ડ્સ તૂટી શકે છે.

હાલમાં 'ગદર-2'ના કલાકારો ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. લોકો સિનેમાઘરોમાં હિંદુસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહ્યા છે. લોકોનો આ રીતને પ્રેમ જોઇ અભિનેતા સની દેઓલ પણ આશ્ચર્યમાં છે. સનીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેને પોતે ખબર નહોતી કે તેને આજની તારીખમાં પણ લોકો આટલો પ્રેમ કરે છે. 'ગદર-2' સુપરહીટ ફિલ્મ સાબિત થઇ છે. મેકર્સ તેની સફળતાને પોતાની કરવામાં લાગ્યા છે. રોજ ફિલ્મની સિક્વલને લઇ ખબરો આવતી રહે છે. જોકે સનીએ હજુ કોઇ નવા પ્રોજેક્ટ સાઇન કર્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp