સની દેઓલના બંગલાની હરાજી રદ્દ થતા કોંગ્રેસ નેતાએ કહ્યું- 24 કલાકમાં શું થયું?

PC: businesstoday.in

ભાજપા સાંસદ સની દેઓલના મુંબઈના જુહૂમાં સ્થિત બંગલાની હરાજીને રોકી દેવામાં આવી છે. બેંક ઓફ બરોડાએ ઈ-ઓક્શનની નોટિસ પાછી ખેંચી લીધી છે. આનું કારણ ટેક્નિકલ જણાવવામાં આવ્યું છે. તો બેંક દ્વારા અચાનક નોટિસ પાછી ખેંચી લેવા પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. જેમાં કહ્યું કે, ગઈકાલે બપોરે દેશને ખબર પડે છે કે બેંક ઓફ બરોડાએ ભાજપા સાંસદ સની દેઓલના બંગલાને ઈ-ઓક્શનમાં મૂક્યો છે. કારણ કે સની દેઓલે બેંકના 56 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. આજે સવારે 24 કલાકથી પણ ઓછા સમયમાં દેશને ખબર પડી કે બેંકે ટેક્નિકલ કારણોથી હરાજીની નોટિસ પાછી ખેંચી લીધી છે. આશ્ચર્યની વાત છે કે, એવી કઇ ટેક્નિકલ ગ્લીચ છે જેના કારણે નિર્ણય બદલવામાં આવ્યો.

જણાવીએ કે, રવિવારે ખબર આવી હતી કે અભિનેતાએ બેંક પાસેથી મોટી રકમની લોન લીધી હતી. સની દેઓલે 56 કરોડની લોનની ચૂકવણી કરી નહોતી. માટે બેંક ઓફ બરોડાએ સની દેઓલના બંગલાની હરાજીને લઇ જાહેરાત બહાર પાડી હતી. સની દેઓલે લોન લઇ તેના જુહૂ સ્થિત બંગલાને મોર્ટગેજ પર રાખ્યો હતો. તેના બદલામાં ભાજપા સાંસદે બેંકને લગભગ 56 કરોડ રૂપિયા ચૂકવવાના હતા.

લોન અને તેના પર ચઢેલ વ્યાજને વસૂલવા માટે બેંકે અભિનેતાની પ્રોપર્ટીને હરાજીમાં મૂકવાનો નિર્ણય કર્યો હતો. હરાજીની જાહેરાત અનુસાર, સનીના બંગલાની હરાજી 25 સપ્ટેમ્બરના રોજ થવાની હતી. ઓક્શન માટે બેંક તરફથી મિલકતની કિંમત 51.43 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. દેઓલ્સની ટીમે રવિવારે ઓક્શનની નોટિસની ખબરને કંફર્મ કરી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે નોટિસમાં જણાવવામાં આવેલ રકમ યોગ્ય નથી. એવું પણ કહેવાયું કે સની દેઓલ બધી રકમની ચૂકવણી એક-બે દિવસમાં કરી દેશે.

ખેર, સની દેઓલ હાલમાં ચર્ચામાં છે. તેની હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ ગદર-2 બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મે 10 દિવસમાં 375 કરોડથી વધારાની કમાણી કરી લીધી છે. ફિલ્મને લઇ જુદા જુદા કિસ્સાઓ અને ઘટનાઓ સામે આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp