આ કારણે થઇ ગયો હતો દેવાળિયો, હવે બીજી વખત આવી ભૂલ નહીં કરુ: સની દેઓલ

PC: facebook.com/sunnydeol

'ગદર 2' રિલીઝ થયા બાદથી સની દેઓલ સતત ચર્ચામાં છે. ક્યારેક તેની ફિલ્મો, ક્યારેક તેનોબંગલા તો ક્યારેક તેના નિવેદનો લાઈમલાઈટમાં રહે છે. ફિલ્મ રિલીઝ થયા બાદ પણ સની દેઓલ 'ગદર 2'નું પ્રમોશન કરી રહ્યો છે. સની વિદેશમાં પણ પોતાની ફિલ્મનું જોરદાર પ્રચાર કરી રહ્યો છે. હાલમાં જ સની દેઓલનું એક નવું નિવેદન ચર્ચામાં છે. સનીએ આ નિવેદનથી હલચલ મચાવી દીધી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે તે અભિનય સિવાય કંઈ નવું કરવાનો પ્રયાસ કરશે નહીં.

હાલમાં જ સની દેઓલે BBCને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તે હવે ફિલ્મોનું નિર્દેશન અને નિર્માણ નહીં કરે. તે એક એક્ટર બનીને જ લોકોનું દિલ જીતી લેશે અને સતત સારા પાત્રોમાં જોવા મળશે. તેણે ફિલ્મોનું નિર્દેશન અને નિર્માણ ન કરવાનું કારણ પણ આપ્યું છે. અભિનેતાએ કહ્યું કે જ્યારે પણ તે ફિલ્મો બનાવે છે ત્યારે તેને મોટું નુકશાનથઈ જાય છે. તેમણે બનાવેલી છેલ્લી ફિલ્મ તેમના પુત્ર કરણ દેઓલની ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ હતી.

ઇન્ટરવ્યૂમાં સની દેઓલે કહ્યુ કે ફિલ્મો બનાવવેના કારણે હું દેવાળિયો થઇ જાઉ છું. દુનિયા બહુ મુશ્કેલ બની ગઈ છે. વર્ષો પહેલા હું વસ્તુઓને નિયંત્રિત કરી શકતો હતો કારણ કે વિતરણ સામાન્ય હતું. આ એવા લોકો હતા જેમની સાથે હું વાતચીત કરતા હતો, જેમની સાથે અમારો સંબંધ હતો. જ્યારથી કોર્પોરેટ માળખું આવ્યું છે, બધું બદલાઈ ગયું છે.

કોઇ પણ વ્યક્તિ માટે હવે જીવવું મુશ્કેલ છે. તમારે તમારું PR કરવું પડશે, આમ તેમ ભાગવું પડશે. તમેને જોઇએ તેટલી સંખ્યા થિયેટર્સ આપશે નહીં.અને તેઓ નથી ઈચ્છતા કે કોઈ ખાસ વ્યક્તિ ત્યાં સ્થાપિત થાય. છેલ્લા એક દાયકામાં મારે મારી ફિલ્મોને લઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તમે ચોક્કસ પ્રકારનું સિનેમા કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ તમને આવી રીતે કોઈ ખાસ સમર્થન મળતું નથી.

સની દેઓલે આગળ કહ્યુ કે,એટલે આવી સ્થિતિમાં મેં નક્કી કર્યું, બધાથી દુર થઇ જવું છે અને હવે માત્ર અભિનયને વળગી રહેવાનું છે. હવે હું એક અભિનેતા તરીકે અભિનય કરવા માંગુ છું. હું એક અભિનેતા તરીકે વધુને વધુ ફિલ્મો કરવા માંગુ છુંસની દેઓલે 'દિલગી', 'યમલા પગલા દિવાના ફિર સે', 'ઘાયલ વન્સ અગેન' અને 'પલ પલ દિલ કે પાસ' કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp