‘ગદર 2’ બાદ પોતાની ફીસ 50 કરોડ રૂપિયા કરી દીધી? જાણો શું છે હકીકત
‘ગદર 2’ હિન્દી સિનેમાના ઇતિહાસમાં બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી છે. સની દેઓલની ‘ગદર 2’ અત્યાર સુધી 17 દિવસોમાં 454 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી હતી. શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ એકમાત્ર હિન્દી ફિલ્મ છે જે ‘ગદર 2’થી આગળ છે. ફિલ્મની એવી શાનદાર કમાણી બાદ કહેવામાં આવવા લાગ્યું કે સની દેઓલે પોતાની ફીસમાં ભારે વધારો કરી દીધો છે. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે, ‘ગદર 2’ બાદ સની દેઓલ એક ફિલ્મ માટે 50 કરોડ રૂપિયાની ફીસ લઈ રહ્યા છે, જે તેમને સલમાન ખાન અને શાહરુખ ખાનવાળી ટોપ સ્ટાર્સની લિસ્ટમાં સામેલ કરે છે.
જો કે, સલમાન ખાન અને શાહરુખ ખાન સિવાય ફિલ્મના નફામાંથી પણ હિસ્સો લે છે. હવે ફીસને લઈને ચાલી રહેલા સમાચારો બાબતે સની દેઓલે પોતે મૌન તોડ્યું છે. સની દેઓલને ‘ગદર 2’ બાદ પોતાની ફીસ વધારવા બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘સૌથી પહેલા મને લાગે છે કે પૈસાની લેવડ-દેવડની વાતો ખૂબ પર્સનલી હોય છે, કોઈ પણ વ્યક્તિ પોતાની કમાણી બાબતે સારી રીતે કંઇ બતાવતો નથી. અહી સુધી કે પોતાના નજીકના લોકોને પણ નહીં.
તેમણે આગળ કહ્યું કે, બીજી વાત હું કેટલો ચાર્જ કરીશ કે નહીં કરું એ તો ત્યારે નક્કી થશે જ્યારે હું પોતાની આગામી ફિલ્મ સાઇન કરીશ. હાલમાં અમે ‘ગદર 2’ની સફળતાને એન્જોઈ કરી રહ્યા છીએ.’ તેઓ પોતાની વાતચીતમાં આગળ જોડે છે કે ‘મને પોતાની કિંમત ખબર છે. પોતાના સૌથી નબળા સમયમાં પણ મેં પોતાની ફીસને લઈને કોઈ સમજૂતી કરી નથી. એ સિવાય હું સમજદાર વ્યક્તિ છું. હું જાણું છું કે, આજે સની દેઓલને એક અલગ નજરિયાથી જોવામાં આવી રહ્યા છે, પરંતુ હું તો એ જ છું જે હું હતો. લોકોનો નજરિયો બદલાઈ ગયો છે. મારા માટે મારો પરિવાર મારી સૌથી મોટી સંપત્તિ છે બીજું શું જોઈએ.’
‘ગદર 2’ના રીલિઝના સમયે સમાચાર આવ્યા હતા કે સની દેઓલે આ ફિલ્મ માટે 300 ટકા વધુ ફીસ લીધી છે. ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્માએ આ સમાચારોની ખંડન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, સની દેઓલે આ ફિલ્મ માટે પોતાની ફીસ સાથે સમજૂતી કરી છે કેમ કે તેઓ ઇચ્છતા હતા કે અમે ફિલ્મના પ્રોડક્શન પર ધ્યાન આપી શકીએ. એક વેબસાઈટના રિપોર્ટ મુજબ, સની દેઓલે ‘ગદર 2’ માટે 20 કરોડ રૂપિયા ફીસ લીધી છે, જ્યારે આ અગાઉ સની દેઓલ પોતાની ફિલ્મો માટે 5-6 કરોડ રૂપિયા જ ફીસ લેતા હતા. ‘ગદર 2’માં સની દેઓલ સાથે અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા, સિમરત કૌર, મનીષ વાધવા અને ગૌરવ ચોપડા જેવા એક્ટર્સે કામ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp