સની દેઓલે નેપોટિઝમ પર કહ્યું, જો પિતા પોતાના બાળક માટે નહીં કરે તો કોણ કરશે?

બોલિવૂડમાં દરરોજ નેપોટિઝમની ચર્ચા થાય છે. ઘણા અભિનેતાઓ અને ફિલ્મ નિર્માતાઓ પર ફિલ્મ ઉદ્યોગમાં ભાઈ ભત્રીજાવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. ઘણા સ્ટાર્સ પણ આ અંગે પોતાનો અભિપ્રાય આપતા જોવા મળે છે. હાલમાં જ સની દેઓલે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે.
સની દેઓલ ફિલ્મી પરિવારમાંથી આવે છે. તેના પિતા ધર્મેન્દ્ર ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ સ્ટાર્સમાંના એક છે. બીજી પેઢીમાં, સની દેઓલ પોતે અને તેના ભાઈ-બહેનો પણ અભિનયની દુનિયામાં સક્રિય છે. દેઓલ પરિવારની ત્રીજી પેઢીએ પણ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો છે.
સની દેઓલના પુત્ર રાજવીરે ગયા અઠવાડિયે ફિલ્મ 'દોનો'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ ખૂબ જ ધૂમધામથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જોકે, ફિલ્મને અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો નથી. હાલમાં જ પોતાના પુત્રની ફિલ્મના પ્રમોશન દરમિયાન સની દેઓલે ભાઈ ભત્રીજાવાદ એટલેકે વંશવાદને લઈને કેટલીક વાતો કહી હતી. આ વિશે વાત કરતાં 'ગદર 2'ના અભિનેતાએ કહ્યું કે, જો એક પિતા પોતાના પુત્ર વિશે નહીં વિચારે તો કોણ વિચારશે.
મીડિયા સૂત્રો સાથે વાત કરતા સની દેઓલે કહ્યું કે, ઘણા સમયથી તે આ શબ્દ નેપોટિઝમનો અર્થ જાણતો ન હતો. તેણે કહ્યું, 'પહેલા હું વિચારતો હતો કે આનો અર્થ શું છે? પછી જ્યારે મને ખબર પડી ત્યારે હું વિચારવા લાગ્યો કે, જો એક પિતા પોતાના બાળક માટે નહીં કરે તો કોણ કરશે? તેણે કહ્યું, એક્ટિંગ હોય કે અન્ય કોઈ ઈન્ડસ્ટ્રી, દરેક પિતા વિચારે છે કે, તેના બાળકનું જીવન કેવી રીતે આરામદાયક બનાવવું.'
આ અંગે સનીએ કેટલીક વધુ વાતો કહી. તેમણે કહ્યું, 'નેપોટિઝમ શબ્દનો ઉપયોગ મોટાભાગે એવા લોકો કરે છે, જેમને જીવનમાં કોઈ કારણસર સફળતા મળી નથી. તેઓ આ શબ્દનો ઉપયોગ તેમની નિરાશા વ્યક્ત કરવા માટે કરે છે, જ્યારે નેપોટિઝમ શબ્દનો કોઈ અર્થ જ નથી.'
પોતાના પરિવાર વિશે વાત કરતાં તેણે કહ્યું, 'મારા પિતા (ધર્મેન્દ્ર)એ પોતાની અલગ ઓળખ બનાવી છે. આજે હું, બોબી કે અભય જે કંઈ પણ છીએ તે અમારી પોતાની ઓળખ છે. જોકે હું જાણું છું કે પિતા હોવાનો અર્થ શું છે અને તેની પીડા પણ સમજું છું, પરંતુ રાજવીરની સફર તેની પોતાની સફર છે.'
અહીં તમને જણાવી દઈએ કે, સની દેઓલે તેના મોટા પુત્ર કરણ દેઓલને 'પલ પલ દિલ કે પાસ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરાવી હતી અને હવે રાજવીરે ફિલ્મ 'દોનો'થી ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મ સૂરજ બડજાત્યાના પુત્ર અવનીશ બડજાત્યા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે, જે તેની પ્રથમ ફિલ્મ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp