
ફિલ્મ ‘ગદર’માં સની દેઓલ (તારા સિંહ) અને અમીષા પટેલ (સકીના)નો રોલ કરી રહ્યા છે. જ્યારથી ફિલ્મ ‘ગદર 2’ની રીલિઝ ડેટ સામે આવી છે, ત્યારથી ફિલ્મ માટે ફેન્સ વચ્ચે એક્સાઇટેડ હજુ વધી ગઇ છે. ફિલ્મ રીલિઝ અગાઉ જ સકીના અને તારા સિંહ દરેક તરફ છવાઇ ચૂક્યા છે. ક્યારેક લૂકને લઇને તો ક્યારેક સેટથી લીક થયેલા વીડિયોને લઇને, તો હવે ફરી એક વખત તારા સિંહ અને સકીનાની લવ સ્ટોરી ‘ગદર 2’ સાથે રીલિઝ થવાની છે, પરંતુ થોડા દિવસ અગાઉ જ ખબર પડી કે ફિલ્મ ‘ગદર 2’માં બે વિલેન નજરે પડવાના છે.
ફિલ્મ રીલિઝ અગાઉ જ ફિલ્મ સાથે જોડાયેલી અને સ્ટાર કાસ્ટ સાથે જોડાયેલી ઘણી ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ફિલ્મ ‘ગદર 2’ની નવા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ગદર મચાવી રહ્યા છે. સેટથી ઘણા વીડિયો અત્યાર સુધી લીક થઇ ચૂક્યા છે. સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ની ફેન્સ કાગડોળે રાહ જોઇ રહ્યા છે. ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવા તૈયાર છે. ફિલ્મના સેટ પરથી કેટલાક ફોટા અને વીડિયો લીક થયા છે, જેમાં તારા સિંહ એક ખેડૂત સાથે વાત કરતો નજરે પડી રહ્યો છે.
પરંતુ આ વીડિયોમાં ખેડૂતે કંઇક એવું કહી દીધું છે જેથી બધા પરેશાન છે. સની દેઓલ 5 માર્ચના રોજ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સની દેઓલ બળદગાડામાં સવાર એક ખેડૂત સાથે વાતચીત કરી રહ્યા હતા. જો કે, ખાસ વાત એ રહી કે એ ખેડૂતને ખબર જ નહોતી કે તે સની દેઓલ સાથે વાત કરી રહ્યો છે. ખેડૂતે સની દેઓલને કહ્યું કે, તમે તો સની દેઓલ જેવા દેખાઇ રહ્યા છો. તેના પર એક્ટરે કહ્યું કે, ‘તેઓ સની દેઓલ જ છે.
એટલું સાંભળતા જ ખેડૂત એકદમ ચોંકી જાય છે. સની દેઓલ હાલના દિવસોમાં મહારાષ્ટ્રના અહમદનગરમાં પોતાની ફિલ્મ ‘ગદર 2’નું શૂટિંગ કરી રહ્યા છે. ફિલ્મ ‘ગદર 2’ 11 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના અવસર પર રીલિઝ થશે. તે વર્ષ 2001ની બ્લોકબસ્ટર ‘ગદર: એક પ્રેમ કથા’ની સિક્વલ છે. ગત ફિલ્મની જેમ જ આ ફિલ્મનું ડિરેક્શન અનિલ શર્માએ કર્યું છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ ગદર મચાવવા તૈયાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp