‘ગદર 2’ ફિલ્મથી પાકિસ્તાનીઓ નારાજ થતા સની દેઓલ કહે- ફિલ્મને ગંભીરતાથી ન લો

PC: livemint.com

તારા સિંહ ઉર્ફ સની દેઓલની દહાડ આગળ ભલભલા પસ્ત થઈ રહ્યા છે. ‘ગદર 2’એ 16 દિવસમાં લગભગ 439 કરોડનો બિઝનેસ કરી દીધો છે. હવે ‘બહુબલી 2’ અને ‘પઠાણ’ના રેકોર્ડ તોડવાની હોડમાં લાગેલી છે. જ્યાં અડધાથી વધુ પબ્લિક તેના વખાણ કરતા થાકી રહી નથી. તો કેટલાક એવા લોકો છે જે આ બાબતે નેગેટિવ વાતો કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનને લઈને ઘણું બધુ કહી રહ્યા છે. હવે આ બધા પર સની દેઓલે રીએક્ટ કર્યું છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં લોકોને કહ્યું કે, તેઓ આ ફિલ્મને એટલી ગંભીરતાથી ન લે.

સની દેઓલ, અમીષા પટેલ, મનીષ વાધવા, ઉત્કર્ષ શર્મા, ગૌરવ ચોપડા, સિમરત કૌર જેવા સ્ટારોથી સજેલી ‘ગદર 2’એ બે અઠવાડિયામાં ઝંડા ગાડી દીધા. સારા અમે ખરાબ બંને પ્રકારના તેના રીએક્શન મળી રહ્યા છે. હવે BBC એશિયન નેટવર્ક’ને આપેલા ઇન્ટરવ્યૂમાં સની દેઓલે પોતાનો પણ પક્ષ રાખ્યો છે. તેમણે કહ્યું કે, આ ફિલ્મ એન્ટી પાકિસ્તાન નથી. તેમણે દાવો કર્યો કે, બંને દેશો વચ્ચે નફરત પોલિટિકલી વસ્તુ છે કેમ કે અંતમાં ત્યાં માણસાઈ છે અને બંને તરફથી લોકો એક જ માટીના બનેલા છે.

એક્ટરે એમ પણ કહ્યું કે, તેમણે આ ફિલ્મમાં કોઈને નીચા દેખાડવામાં આવ્યા નથી અને તારા સિંહનો રોલ એ પ્રકારનું માણસ જ છે. સની દેઓલે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે રાજનીતિમાં લોકો વૉટના નજરિયાથી નહીં, પરંતુ દુનિયાને જોવાનું શરૂ કરે. એ સિવાય તેમણે તેના પર પણ રીએક્ટ કર્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં વિલેન બનેલા મનીષ વાધવા ફિલ્મમાં એક હિંસક એક્ટ કરે છે. તો બીજી તરફ બેકગ્રાઉન્ડમાં કાલમા સંભાય છે. સની દેઓલે કહ્યું કે, આ ફિલ્મને એટલી પણ ગંભીરતાથી લેવી ન જોઈએ.

ઘણી બધી બકવાસ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. સાથે જ ન્યૂઝ ચેનલ્સ પર પણ વાહિયાત વાતો થઈ રહી છે, જેથી બધી વસ્તુ પર તેની અસર થઈ રહી છે, પરંતુ સિનેમા એન્ટરટેનમેન્ટના હિસાબે છે અને જાહેર રીતે રીતે સિનેમાનો વિસ્તાર પણ છે. કેમ કે તમે પોતાની ભૂમિકાને આ પ્રકારે ઈચ્છે છે. જો તેઓ એવા જ છે તો તમે તેનો આનંદ નહીં ઉઠાવી શકો. સની દેઓલના કરિયરની ‘ગદર 2’ સૌથી સફળ અને સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. એ અગાઉ તેમની કોઈ પણ ફિલ્મ એટલું કલેક્શન કરી શકી નથી. એ સિવાય ખબર છે કે, ‘ગદર 3’ પણ આવશે. પરંતુ તેની બાબતે બધાએ મૌન સાધી રાખ્યું છે. એ સિવાય એક્ટર મિથુન ચક્રવર્તી, જેકી શ્રોફ અને સંજય દત્ત સાથે ફિલ્મ બાપ બનાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp