પત્ની સંગીતાથી અલગ થઈ રહ્યો છે સુપરસ્ટાર થલાપતિ વિજય! 23 વર્ષે છૂટાછેડાનો નિર્ણય

PC: india.postsen.com

સુપરસ્ટાર થલાપતિ વિજય આ દિવસોમાં તેની આગામી ફિલ્મ વરીસુને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેની પર્સનલ લાઈફને લઈને પણ સોશિયલ મીડિયા પર ઘણી હલચલ મચી ગઈ છે. ખરેખર, આ દિવસોમાં સમાચાર આવી રહ્યા છે કે, વિજય તેની પત્ની સંગીતાને છૂટાછેડા આપવા જઈ રહ્યો છે. લગ્નના 23 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો.

છૂટાછેડાના સમાચાર ત્યારે આવ્યા જ્યારે સંગીતા ફિલ્મ નિર્માતા એટલીની પત્નીના બેબી શાવરમાંથી ગાયબ હતી. આ પછી, તે વરીસુના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં પણ જોવા મળી ન હતી, જેના કારણે છૂટાછેડાના સમાચાર ફેલાઈ ગયા હતા. જોકે, અત્યાર સુધી દંપતીએ છૂટાછેડાને લઈને તેમના તરફથી કંઈ કહ્યું નથી.

છૂટાછેડાના સમાચાર સામે આવ્યા બાદ વિજયના ચાહકો ઘણા પરેશાન છે. ઘણી મીડિયા ચેનલોના અહેવાલો છૂટાછેડાના સમાચારને માત્ર અફવા ગણાવી રહ્યા છે. પિંકવિલાના એક સૂત્રએ દાવો કર્યો છે કે વિજય અને સંગીતાના અલગ થવાના અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. અમને ખબર નથી કે આ સમાચાર ક્યાંથી શરૂ થયા.

મીડિયા ચેનલે એવો પણ દાવો કર્યો હતો કે, સંગીતા તેના બાળકો સાથે વેકેશન પર ગઈ છે, જેના કારણે તે બેબી શાવર અને વરીસુના ટ્રેલર લોન્ચનો ભાગ બની શકી નથી. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં વિજય પણ તેની પત્ની અને પરિવારની પાસે વેકેશન મનાવવા માટે જશે.

અહીં તમને જણાવી દઈએ કે, વિજય અને સંગીતાના લગ્નને લગભગ 23 વર્ષ થયા છે. આ કપલે 25 ઓગસ્ટ 1999ના રોજ લગ્ન કર્યા હતા. ટૂંક સમયમાં જ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંનેએ તે સમયગાળામાં હિંદુ અને ખ્રિસ્તી બંને ધર્મમાં લગ્ન કર્યા હતા. 2000માં, દંપતીએ તેમના પ્રથમ બાળકને જેસન સંજય નામ આપ્યું હતું, જ્યારે 2005માં તેમની પુત્રીનો જન્મ થયો હતો.

સંગીતા અને વિજય એક સેટ પર મળ્યા હતા. વર્ષ હતું 1996. સંગીતા વિજયની મોટી ચાહક હતી. તે તેની કોઈપણ ફિલ્મ જોવાનું ચૂકી ન હતી. વિજયને મળવા સંગીતા ખાસ UKથી ચેન્નાઈ આવી હતી. વિજયે ફિલ્મ 'પૂવે ઉનક્કાગા'માં શાનદાર કામ કર્યું હતું. સંગીતાએ વિજયને સમર્પિત અભિનેતા ગણાવીને તેમની પ્રશંસાના પુલ બાંધ્યા હતા. એક ફિલ્મના સેટ પર બંને વચ્ચે ટૂંકી વાતચીત થઈ હતી, જે પછી તેમનો પ્રેમ ખીલ્યો હતો. ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp