‘ધ કેરળ સ્ટોરી’ની રીલિઝ પર પ્રતિબંધ મૂકવાની માગ અંગે કોર્ટે જાણો શું કહ્યું

PC: mid-day.com

જ્યારથી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’નું ટ્રેલર રીલિઝ થયું છે, ત્યારથી સોશિયલ મીડિયાથી લઈને રાજનીતિ અને સામાન્ય લોકો વચ્ચે ચર્ચાઓ છેડાઈ છે. ફિલ્મનો વિરોધ કરનારાઓએ તેની રીલિઝ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી. જેનો જવાબ હવે કોર્ટે આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે વિવાદિત ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની રીલિઝ પર રોક લગાવવાની માગવાળી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડી દીધી છે.

જસ્ટિસ કે.એમ. જોસેફ અને બી.વી. નાગરત્નાની પીઠે કહ્યું કે, સેન્સર બોર્ડે પહેલા જ ફિલ્મને મંજૂરી આપી દીધી છે અને અરજીકર્તાઓએ ફિલ્મના પ્રમાણિકરણને એક ઉપયુક્ત ઓથોરિટી સમક્ષ પડકર આપવો જોઈએ. આ બેન્ચ હાલમાં નફરત ફેલાવતા ભાષાનો સાથે જોડાયેલા કેસોનું સુનાવણી કરી રહી છે. ફિલ્મોના પ્રદર્શન માટે એક અલગ પ્રક્રિયા હોય છે, એટલે ફિલ્મની રીલિઝ પર રોક લગાવવાની અરજીને અભદ્ર ભાષાના કેસો સાથે જોડી શકાય નહીં.

વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલ અને એડવોકેટ નિઝામ પાશાએ પીઠને તેમની અરજી પર સુનાવણી કરવાનો અનુરોધ કરતા કહ્યું કે, ફિલ્મ શુક્રવારે રીલિઝ થશે. સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું કે, આ સર્ટિફિકેશનમાંથી પસાર થઈ છે. આપણે તેને હેટ સ્પીચ કેસનો હિસ્સો નહીં બનાવી શકીએ. પાશાએ પોતાની તરફથી જણાવ્યું કે, ફિલ્મના ટ્રેલરને યુટ્યુબ પર અત્યાર સુધી 16 મિલિયન વખત જોવામાં આવ્યું છે અને તે અભદ્ર ભાષાનું સૌથી ખરાબ ઉદાહરણ છે અને આ ઓડિયો વિઝ્યુઅલ પ્રચાર છે.

પીઠે વકીલને કહ્યું કે, તમારે હાઇ કોર્ટ કે કોઈ અન્ય ઉપયુક્ત મંચ પર જવું જોઈએ, પરંતુ અહીં એવું નહીં થઈ શકે. પાશાએ ભાર આપીને કહ્યું કે, તેમની પાસે કોઈ બીજા ઉપાય માટે સમય નથી. જો કે, બેન્ચે ફિલ્મ વિરુદ્ધ અરજી પર વિચાર કરવાની ના પાડી દીધી. એ વાત પર ભાર આપતા કે તે અભદ્ર ભાષાના કેસ સાથે અરજીને ટેગ નહીં કરી શકાય. પીઠે મૌખિક રૂપે કહ્યું કે, તેમાં બીજા કેસો જે તમે અમારા ધ્યાનમાં લાવ્યા છો, વચ્ચે અંતર છે. તમે પહેલા સંબંધિત હાઇ કોર્ટમાં કેમ નથી જતા.

કપિલ સિબ્બલની બેન્ચને લંચ બ્રેક દરમિયાન યુટ્યુબ ટ્રેલરના ટ્રાન્સસ્ક્રિપ્ટને જોવાનો આગ્રહ કર્યો. અરજી પર વિચાર કરવાની ના પાડતા પીઠે કહ્યું કે તે સર્ટિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થઈ છે. જ્યાં સુધી તમે પ્રમણનને પડકાર આપતા નથી, અમે કશું જ નહીં કરી શકીએ. તમે ક્ષેત્રાધિકારવાળી હાઇ કોર્ટમાં જવું જોઈએ. તમે બધુ અહી સુપ્રીમ કોર્ટમાં નહીં લાવી શકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp