
દિગવંત એક્ટર સુશાંત સિહં રાજપૂતને ગયાને લગભગ અઢી વર્ષ થઈ ગયા છે, ફેન્સ તેની મોતના ગમમાંથી બહાર નીકળી શક્યા નથી કે હવે અન્ય એક દુખની ખબર જાણવા મળી છે. સુશાંત સિંહનું પાળેલું કુતરું ફજનું પણ મોત થઈ ગયું છે. આ વાતની જાણકારી એક્ટરની બહેન પ્રિયંકાએ સોશિયલ મીડિયા દ્વારા સૌને આપી છે. સુશાંત સિંહ રાજપૂતના ડોગીના મોતની ખબર પ્રિયંકાએ ટ્વીટ કરીને આપી છે.
So long Fudge! You joined your friend’s Heavenly territory… will follow soon! Till then… so heart broken 💔 pic.twitter.com/gtwqLoELYV
— Priyanka Singh (@withoutthemind) January 16, 2023
પ્રિયંકાએ ટ્વીટ કર્યું છે- તે પોતાના મિત્ર સાથે સ્વર્ગ રાજને જોઈન કરી લીધું છે. અમે પણ ટૂંક સમયમાં તમાને સાથ આપશું. ત્યાં સુધી દિલ દુખતું રહેશે. આ સાથે જ તેણે બે ફોટા પણ શેર કર્યા છે. એક ફોટામાં સુશાંત અને ફજ જોવા મળે છે તો બીજા ફોટામાં પ્રિયંકા ફજની સાથે રમતી અને પોઝ આપતી જોવા મળે છે. સુશાંતના જવા પછી ફજના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા હતા, જેમાં તે એક્ટરની યાદમાં આ બેજુબાન હેરાન પરેશાન ફરતો જોવા મળ્યો હતો.
સુશાંતના જવા પછી તે તેના પિતાના ઘરે રહેતો હતો પરંતુ ફજ ઉદાસ રહેવા લાગ્યો હતો. સુશાંત અને ફજ એકબીજાના ઘણા નજીક હતા. બંને ઘણી મસ્તી કરતા હતા અને સુશાંત તે મસ્તીના વીડિયોઝ પણ તેના ફેન સાથે સોશિયલ મીડિયા પર શેર કરતો હતો. પરંતુ સુશાંતની મોત પછી ફજની હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી. તે ગુમસુમ રહેતો હતો અને હવે તેની મોતે ફરીથી સૌને સુશાંતની યાદ અપાવીને દુખી કરી દીધા છે.
R.I.P. FUDGE 🙏🏻🥺♥️
— Madhumita Roy Chowdhury( SSRF) (@MadhumitaroyC) January 17, 2023
Nothing to say ..this is very heart breking news to us all...but he is a true friend of Sushant and went to his friend to live happily with him forever and ever...
Sushant Lived InDMoment ♥️💫 pic.twitter.com/gUb925Zm0r
પ્રિયંકાની આ ટ્વીટના કોમેન્ટ સેક્શનમાં લોકો ફજની શાંતિ માટે દુઆ કરતા જોવા મળ્યા છે. જ્યારે એક યુઝરે સુશંતનો ફજ સાથે મસ્તી કરતો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયો જોઈને યુઝર્સ કહી રહ્યા છે કે આ સાચ્ચી મિત્રતા છે. મિત્ર જતો રહે તો તમારું મન ક્યાંય લાગતું નથી. ફજ અને સુશાંતની મિત્રતા કેટલી પવિત્ર હતી.
તેનાથી ખબર પડે છે. ઘણા યુઝર્સ આ વીડિયો જોઈે ઈમોશનલ થયેલા જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું છે- સુશાંત હવે કદાચ તમે એકલા નહીં રહો. તમને આ અહેસાસ મળી રહ્યો હશે, જે તમારો સાચો મિત્ર હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp