સુશાંતવાળા ફ્લેટને 3 વર્ષ બાદ ભાડૂઆત મળ્યા, આટલા લાખ ભાડું છે

PC: twitter.com

જે ફ્લેટમાં બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બોડી મળી હતી, તે લાંબા સમયથી ખાલી જ રહ્યો, પરંતુ હવે તેને આ ઘરને એક ભાડૂત મળી ગયો છે. લગભગ 3 વર્ષ બાદ આ ફ્લેટના NRI માલિકને પાછો આ ફ્લેટને ભાડા પર ચડાવવાનો ચાન્સ મળ્યો છે. મુંબઇના એક રિયલ એસ્ટેટ બ્રોકર રફીક મર્ચન્ટે જણાવ્યું કે, થોડા મહિના અગાઉ માલિકે તેની સાથે સંપર્ક કર્યો હતો. ફ્લેટ બાબતે જે પ્રકારના સમાચારો ફેલાઇ રહ્યા હતા, તેના કારણે ભાડૂત તેનાથી તમામ પ્રકારના સવાલ પૂછતા રહેતા હતા. ફ્લેટનું ભાડું 5 લાખ રૂપિયા મહિને રાખવામાં આવશે.

સાથે જ ભાડૂતે માલિક પાસે 30 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પણ જમા કરાવવી પડશે, જે 6 મહિનાના ભાડા બરાબર હશે. ઉલ્લેખનીય છે કે, આ જ ફ્લેટમાં 14 જાન્યુઆરી 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતનું શબ મળ્યું હતું. એક રિપોર્ટ મુજબ, અમને આ ફ્લેટ માટે કોઇ (ભાડૂત) મળી ગયું છે. બ્રોકરે કહ્યું કે, અમે પરિવાર સાથે વાત કરીને અંતિમ પડાવ પર છીએ, ત્યારબાદ વસ્તુ ફાઇનલ કરી લેવામાં આવશે. લોકો હવે સુશાંતવાળા કેસને લઇને રિલેક્સ છે કેમ કે વસ્તુઓને હવે ઘણો સમય થઇ ચૂક્યો છે.

બ્રોકરે કહ્યું કે, પાર્ટીઓને પહેલા જ કહી દેવામાં આવે છે કે આ એ જ જગ્યા છે જ્યાં સુશાંત રહેતો હતો. કેટલાક લોકોને ઇતિહાસ સાથે કોઇ મતલબ નથી અને તેઓ તેના માટે જવા માગે છે, પરંતુ તેમના મિત્ર અને પરિવારના સભ્ય તેમને ડીલ સાથે આગળ વધતા હતોત્સાહિત કરે છે. હવે મલિક કોઇ ફિલ્મ સેલિબ્રિટીને ફ્લેટ ભાડા પર આપવા માગે છે, પછી તે કોઇ પણ હોય, કેટલો પણ મોટો કેમ નહીં હોય. તેમનું સ્પષ્ટ છે કે તેઓ ફ્લેટ કોઇ કોર્પોરેટ વ્યક્તિને સોંપવા માગે છે.

રિપોર્ટથી એક વાત સ્પષ્ટ છે કે, હવે કોઇ ફેમિલી આ ઘરમાં શિફ્ટ થશે. ગયા મહિને જ એક ચેનલ સાથે વાતચીતમાં રફીકે જણાવ્યું હતું કે, લોકો આ ફ્લેટમાં શિફ્ટ કરતા ડરે છે. જ્યારે લોકોને ખબર પડી કે આ એ જ ઘર છે, જેમાં સુશાંત સિંહ રાજપૂતનું મોત થયું હતું, તો અહીં વિઝિટ કરવા આવવાની ના પાડી દે છે. હવે ઓછામાં ઓછા લોકો આ ફ્લેટની વિઝિટ કરવા આવી રહ્યા છે. કારણ એ જ છે કે સુશાંતના મોતવાળા સમાચાર જૂના થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp