- Entertainment
- સુસ્મિતા સેને નવી મર્સીડીઝ ખરીદી, કિંમત જાણીને ચોંકી જશો
સુસ્મિતા સેને નવી મર્સીડીઝ ખરીદી, કિંમત જાણીને ચોંકી જશો
હિંદી સિનેમાની ટોપ એક્ટ્રેસની વાત કરીએ તો તેમાં સુસ્મિતા સેનનું જરૂર શામેલ થશે. પોતાની જોરદાર એક્ટિંગ અને સુંદરતા માટ સુસ્મિતા સેન જાણીતી છે. સુસ્મિતા સેન પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કોઇને કોઇ વાતે ચર્ચાનો વિષય બનતી રહે છે. હાલ સુસ્મિતા સેનનું નામ નવી કારને લઇને ચર્ચામાં બનેલું છે. સુસ્મિતાએ મર્સીડીઝ કારની ખરીદી છે, જેની કિંમત જાણીને તમને શોક લાગશે.

શનિવારે સુસ્મિતા સેને પોતાના ઓફિશિયલ હેન્ડલ પર લેટેસ્ટ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા સુસ્મિતા સેને પોતાની નવી કારની જાણકારી પોતાના ફેન્સે આપી હતી. સુસ્મિતા સેને પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં અમુક લેટેસ્ટ તસવીરો શેર કરી હતી. આ ફોટોઝમાં તમે જોઇ શકશો કે સુસ્મિતા સેન પોતાની નવી મર્સીડીઝ બેન્ઝ કાર સાથે બ્લેક કલરની મેચિંગ ડ્રેસ સાથે નજરે પડી હતી.
સુસ્મિતા સેનની આ કારનું મોડલ મર્સીડીઝ બેન્ઝ GLE કુપે AMG છે. આ કારની કિંમત 1.64 કરોડ રૂપિયા છે. એવામાં આ કિંમતી ભેટ સુસ્મિતાએ પોતાને આપી છે. એટલું જ નહીં પણ નવી કારને લઇને તેની એક્સાઇટમેન્ટને લઇને સુસ્મિતાનો એક વીડિયો પણ આ તસવીરો સાથે શેર કરવામાં આવ્યો છે. જેના પર સુસ્મિતા સેને લખ્યું કે, આ મહિલા ડ્રાઇવ કરવાનું પસંદ કરે છે. પોતાને આપી કિંમતી ભેટ.
વેબ સીરિઝ આર્યાની અપાર સફળતા બાદ સુસ્મિતા સેને પોતાને ફરી એકવાર સાબિત કરી બતાવી છે. આવનારા સમયમાં સુસ્મિતા સેન OTT પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટારની વેબ સીરિઝ આર્યા સીઝન 3માં નજરે પડશે. તે સિવાય સુસ્મિતા સેન ફિલ્મ તાલીમાં પણ એક કિન્નરની ભૂમિકા ભજવતી નજરે પડશે.
થોડા સમય પહેલા જ સુસ્મિતા સેન ભાગેડુ બિઝનેસ મેન લલિત મોદી સાથે ચાલતા અફેરના કારણે ચર્ચાનો વિષય બની હતી. ત્યાર બાદ તે ફરીથી લલિત મોદી સાથે બ્રેકઅપની વાતોને લઇને પણ ચર્ચાનો વિષય બની હતી.

